________________
શારદા દર્શન રડે, ઝૂરે તેમાં રાજાને દુખ શેનું થાય? એ બધા ગયા એટલે રાજાને શાંતિ થઈ. રાજાએ મન સાથે નિર્ણય કર્યો કે ગમે તેમ થાય પણ હું આ મહાત્માના ચરણ નહિ છેવું. આ જ મારા સાચા તારણહાર છે. એ મને મારે, પીટે, ગમે તેમ કરશે પણ મારે અહીંથી જવું નથી. જે મારે બ્રહ્મજ્ઞાન જોઈએ છે તે અપમાન, ત્રાસ કે તિરસ્કાર કેડીની કિંમતના છે. ખુદ આ કાયાની કંઈ કિંમત નથી, એની મમતા નથી તે એનું અપમાન થાય, એને માર પડે તેમાં મને દુઃખ શું? મહાત્માજી જે કાંઈ મને અણગમતું કહે કે કરે એ બધું મારી કાયાને છે. મારે ને કાયાને શું લાગે વળગે? આવા નિઃસંગ મહાત્માને પેગ ફરી ફરીને કયાંથી મળશે? બસ, રાજા તે એમના ચરણમાં મસ્તક નમાવીને પાછા બેસી ગયા.
મહાત્મા પણ અંદરથી તે સમજી ગયા કે આ રાજા સાચે મુમુક્ષુ છે પણ એને કે મને કઈને બ્રહ્મજ્ઞાન મમતા કે સને દેખાડીને નહિ થાય. એટલે હું એના પ્રત્યે બિલકુલ સ્નેહ બતાવીશ નહિ, ભલે એમ જ બેસી રહેતું. એટલે મહાત્મા એને કંઈ કહેતા નથી કે બેલાવતા નથી. એ તે એમના ધ્યાનમાં બેસી ગયા, ત્યારે રાજા બેઠા બેઠા મહાત્માનાં મુખના દર્શન કરે છે ને મનમાં વિચાર કરે છે કે અહે ! મહાત્મા કેવા પવિત્ર છે. કેવા ગંભીર છે! કેવા આત્મ સમાધિમાં લીન છે ! કેવા નિરાગી છે! કઈ જાતને ઉપદેશ કે પ્રેરણા વિના રાજા મહાત્માના દર્શનથી પણ ઘણી પ્રેરણા મેળવે છે. - “મહાત્મા પ્રત્યે રાજાની અપૂર્વ ભક્તિ” :- મહાત્મા પાણી લેવા માટે જાય છે ત્યારે રાજા બે હાથ જોડીને વિનંતી કરે છે કે ગુરૂદેવ! મને આપની સેવાભક્તિને લાભ આપે. લાવે, હું પાણી લઈ આવું ત્યારે મહાત્મા ગુસ્સો કરીને કહે છે કે અરે, બીચમેં સે દૂર હટ, તુઝે કિસને બુલાયા? રાજાએ અપમાનને સન્માન ગણ પ્રેમથી હસતા હસતા મહાત્માના હાથમાંથી પાણીનું કમંડળ લઈ લીધું ને પાણી લઈ આવ્યા. ત્યારે મહાત્મા ગુસ્સ કરીને કહેવા લાગ્યા કે અરે! યું હી બીને છાન કે (ગાળીને) પાની લે આયા? આમ બેલા મહાત્માએ પાણીનું કમંડળ ઢાળી દીધું. તે પણ રાજા દખ લગાડ્યા વિના કહે છે કે મહારાજ! મારી ભૂલ થઈ. મને ક્ષમા કરો. હવે હું ગાળીને પાછું લઈ આવીશ. ફરીને ગાળીને પાછું લઈ આવ્યા. આ રીતે બળતણ માટે લાકડા લાવવાં, ગામમાંથી ભિક્ષા લાવવી વિગેરે કાર્યમાં રાજા ખડે પગે ઉભા રહે છે. કામમાં સહેજ ભૂલ થાય તે મહાત્મા કહેતાં કે અરે કુત્તા! કિસને તુઝે ડહાપણ કરાયા થા? કર્યો યહાં બુદધુ ગધે કી તરહ પડા રહા હૈ ! આવા હલકા શબ્દો કહીને ફટકારે છે. કયારેક પગથી લાત મારે છે તે પણ રાજા સદા પ્રસન્ન ચિત્તથી રહે છે.
દેવાનુપ્રિય! આ ઈતર ધર્મના રાજા છે છતાં તેમની કેટલી ક્ષમા છે! રાજા એમ વિચાર કરે છે કે આ તે મારી પરીક્ષા છે ને મહાત્મા માને છે કે હું આમ કરું તે આ બલા જાય. જ્યારે રાજા વિચાર કરે છે કે મારા ગુરૂ કેવા જ્ઞાની-યાની છે! મને