________________
શારદા દાન
છે
ગઈ કાલનું અધૂરું દૃષ્ટાંત રાજાને બ્રહ્મજ્ઞાન મેળવવાની કેટલી લગની છે ! તે પહાડ ઉપર મહાત્મા પાસે ગયા અને મહાત્માને પિતાને શિષ્ય બનાવવા માવાલા કરે છે પણ મહાત્મા તેને સામું જોતાં નથી, ને ઉપરથી ગુસ્સો કરી કડક શબ્દો કહી રાજાને ત્યાંથી કાઢવા માટે એવી જોરથી લાત મારી કે રાજા ગુલાંટ ખાઈને દૂર પડયા. રાજાનો પરિવાર દૂર બેઠે હતો. તેમને આ દશ્ય જોતાં મહાત્મા ઉપર એ ગુસ્સો આવ્યું કે બસ, આપણુ મહારાજાનું આવું અપમાન કર્યું છે તે હવે આને આપણે બતાવી દઈએ. એને પકડીને જેલમાં પૂરી દઈશું. એમ નિર્ણય કરીને બધા “મારે... મારો...પકડકરતાં ત્યાં દોડીને આવ્યા પણ મહાત્માને બિલકુલ ગભરાટ ન થયે. કારણ કે પોતે આત્મલક્ષી હતાં. એમણે મનમાં એક જ નિશ્ચય કર્યો કે કદાચ મને આ રાજાના માણસો પકડીને જેલમાં પૂરશે, માર મારશે તે દેહથી હું ભિન્ન છું. એ ભાવનાને વિશેષ અનુભવ થશે, અને જેલમાં અનાસક્તભાવને અભ્યાસ કેળવવાની અમૂલ્ય તક મળશે. આ વિચાર કરવા લાગ્યા.
ગુરૂભક્તિથી રાજાએ પરિવાર સામે કરેલે પડકાર - હવે રાજાએ જેને પિતાના ગુરૂ માન્યા છે તેનું અપમાન કેમ થવા દે? પિતાના માણસે મહાત્માને કંઈ પણ કરે તે પહેલાં જ રાજાએ ઉભા થઈને બધાને ધમકાવતાં કહ્યું. ખબરદાર! મારા ગુરૂનું તમે અપમાન કર્યું છે તે ! એમને આંગળી પણ અડાડશે નહિ. એ તે મહાન જ્ઞાની છે. જો તમે એમને તિરસ્કાર કરશે, તેમને માર મારશે તે મરીને નરકમાં ! જશે. તમે અહીં શા માટે આવ્યા છો? તમે બધા નગરમાં ચાલ્યા જાઓ. હવે મેં તે સંસારની મોહ, માયા અને મમતાને ત્યાગ કર્યો છે. તમે મારા નથી ને હું તમારે નથી. જો તમે સહેજ પણ તેફાન કરશે તે હું મારા પ્રાણ ત્યાગ કરી દઈશ. મને ઘણાં સમયથી બ્રહ્મજ્ઞાન મેળવવાની તીવ્ર ઝંખના હતી તે અહીં જ પૂરી થશે. માટે હું પાછો આવવાનો નથી. રાજાને પરિવાર રાજાને ખૂબ કરગરવા લાગ્યા કે આપ તે અમારા નાથ છે. આપના વિના રાજ્ય કેણ ચલાવશે ? આપના વિના અમારું શું થશે? રાજાએ બધાને કહ્યું. આ જગતમાં કઈ કેઈનું નથી, અને કેઈના વિના કેઈ કામ અટકતું નથી. માટે તમે બધા જાઓ ને સુખેથી રાજ્ય ચલાવે. રાજાને અડગ નિશ્ચય જોઈ બધા રડતા કકળતા ત્યાંથી ચાલ્યા ગયા.
દેવાનુપ્રિય! રાજાને બ્રહાજ્ઞાન મેળવવાની લગની લાગી છે તેથી તે કાર્યની સિદ્ધિ કરવા માટે બીજું બધું તેને તુચ્છ દેખાય છે. પછી બધા ચાલ્યા જાય તેનું દુઃખ થાય ખરું? “ના”. આ રાજાને વૈરાગ્ય દઢ હતું. તેમાં આવા ઉત્તમ મહાત્મા મળી ગયા એટલે બ્રહાજ્ઞાનની સિદિધ તેને નજર સમક્ષ દેખાય છે, અને રાજ્ય, પરિવાર બધું તેમને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આડી દિવાલ રૂપ દેખાય છે. પછી પરિવાર શા.-૮૮ *