________________
વ્યાખ્યાન ન. તે આસો સુદ ૮ ને રવીવાર
તા. ૧૬-૧૦-૭૭ અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માએ ભવ્ય છના કલ્યાણ માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. આપણે ગજસુકુમાલને અધિકાર ચાલે છે. તેમાં કૃષ્ણવાસુદેવ અને ગજસુકુમાલ બંને ભાઈઓ નેમનાથ ભગવાનના દર્શન કરવા ગયા છે. ભગવાનના સમોસરણમાં પહોંચીને ભગવાનના દર્શન કર્યા. દર્શન કરતાં હૈયામાં હર્ષ સમાતું નથી. અહે પ્રભુ! તમે તે સંસાર ત્યાગીને સંયમી બન્યા ને ત્રણ જગતના નાથ બની ગયા. અનેક ભવ્ય
ને તારણહાર બન્યા ને હું તે સંસારમાં પડી રહ્યો છું. હું તમારા જેવે કયારે બનીશ? આપે ક્રોધ કષાયને ત્યાગ કર્યો છે ને હું તે કષાયથી ભરેલું છું. આપ રાગને ત્યાગ કરી વીતરાગી બન્યા ને હું હજુ રાગના રંગે રંગાયેલ છું. આ રીતે પ્રભુની સ્તુતિ કરી તિકખુત્તોને પાઠ ભણુને વંદણ કરી. બાર પ્રકારની પર્ષદા ભરાણી છે. નેમનાથ પ્રભુની દિવ્ય દેશનાને વરસાદ વરસે છે, ને ભવ્ય જીવે હૃદયમાં ધારણ કરે છે.
કૃoણવાસુદેવ અને ગજસુકુમાલ બંને પ્રભુની વાણી સાંભળવા માટે બેઠા. ભગવાન શ્રાવક ધર્મ અને સાધુ ધર્મની વાત સમજાવતાં હતા. સાધુ ધર્મની વાત આવે એટલે તરત એમ થશે કે સાધુનો માર્ગ બહુ કઠીન છે અને શ્રાવકને ધર્મ સહેલું છે. જ્ઞાની પુરુષે કહે છે કે સાધુ ધર્મ ભલે કઠીન છે પણ સલામતી ભરેલે છે, અને શ્રાવકને ધર્મ સહેલે છે પણ જોખમ ભરેલું છે. કેવી રીતે ? સમજાવું પાટીયું અને વહાણના ન્યાયે. જેમ કે માણસ દરિયામાં પડી ગયો હોય, ડૂબવાની અણી ઉપર હોય, તે સમયે જે તેના હાથમાં એક પાટીયું આવી જાય તે તેને કેટલે આનંદ થાય છે? એ માણસ પાટીયાને બાથ ભીડીને વળગી પડે છે, ને પાટીયાના સહારે પાણીમાં તરે છે, પણ એ પાટીયાને સઢ, સુકાન વિગેરે કંઈ નથી તેથી દરિયાના મોજા એને જેમ ખેંચે તેમ ખેંચાવું પડે છે. ભર દરિયામાં કઈ વખત પાટીયું કિનારા તરફ તણાતું દેખાય છે ને કેઈ વખત કિનારા તરફથી સમુદ્રના મધ્ય ભાગ તરફ જતું દેખાય છે. એટલે પાટીયાને વળગી રહેલે માણસ નિર્ભય બની શક્યું નથી. એને તે જયાં સુધી કિનારે ન પહેચાય
ત્યાં સુધી પાટીયાને મજબૂત પકડીને તેને વળગીને રહેવું પડે છે. તેમાં જે હેજક આવ્યું તે દરિયામાં ડૂ સમજે, અને ખૂબ થાક લાગવાથી એમ થાય કે સહેજ હાથ છુટે કરું તે એમ પણ ન ચાલે, કારણ કે તે તે દરિયામાં ડૂબી જાય. એને જે જીવવું હોય તે એક જ માર્ગ છે કે સમુદ્રની બહાર નીકળતાં ગમે તેટલા દિવસે લાગે તે પણ દિવસના દિવસો સુધી પાટીયાના સહારે સમુદ્રમાં આડા ને અવળા તણાયા કરવાનું, ત્યારે હવે વિચાર કરે, સમુદ્રમાં માણસને પાટીયું મળ્યું તેના બદલે વહાણ મળી જાય તે? પાટીયામાં ને વહાણમાં ફેર ખરે ને? કારણ કે વહાણમાં તે સઢ અને