________________
શારદા દર્શન રેખાનું ઉલ્લંઘન કરીશ નહિ. આટલું બેલી. એટલે સિંહ ત્યાં ને ત્યાં થંભી ગયા અને દ્રૌપદીના ચરણમાં મસ્તક નમાવી ચાલે ગયે. જુઓ, સત્યને કે અભૂત પ્રભાવ છે! તમે કહે છે ને કે આજે સત્યની દુનિયા નથી, પણ સત્યએ કેવું રક્ષણ કર્યું ! સિંહના પંજામાંથી બચીને દ્રૌપદી થોડે દૂર ચાલી ત્યાં ભયંકર ફણીધર સર્ષ કુંફાડા મારતે તેની સામે આવ્યું, ત્યારે દ્રૌપદીએ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરીને લીટી દોરીને કહ્યું કે હે સર્ષ! મેં આજ સુધીમાં મારા પાંચ પતિ સિવાય સ્વપ્ન પણ પરપુરુષનો વિકલ્પ ન કર્યો હોય ને હું સાચી પતિવ્રતા સતી હોઉં તે તું આ રેખાનું ઉલ્લંઘન કરીશ નહિ. આટલું બેલી એટલે સર્ષ ત્યાંથી ચાલ્યો ગયો. જુઓ, શીયળને અને સત્યને કે અદૂભૂત પ્રભાવ છે ! સિંહ અને સર્ષ જેવા કૂર પ્રાણીઓ પણ ચાલ્યા ગયા.
દ્રૌપદી બબ્બે આફતમાંથી બચી ગઈ પણ પિતાના પરિવારથી તે વિખૂટી પડતાં ટેળામાંથી છૂટી પડેલી મૃગલીની જેમ નિરાશ બનીને વનમાં ફાંફા મારવા લાગી. સૂર્ય નારાયણ પણ અસ્તાચલ તરફ ચાલ્યા ગયા. દ્રૌપદી રડવા લાગી કે હું એકલી આ ઘર વનમાં દિવસે કેવી રીતે પસાર કરીશ. મારું શું થશે? મારા પતિ, સાસુજી બધા કક્યાં ગયા હશે? એમ ચિંતા કરતી શૂરવા લાગી. તેણે વિચાર કર્યો કે આ ઝાડ ઉપર ચઢી જાઉં તે વાઘ સિંહથી બચી શકું. એમ વિચારી દ્રૌપદી ઝાડ ઉપર ચઢી ગઈને નવકાર મંત્રનું સ્મરણ કરે છે ને પિકાર કરે છે કે હે શાસનદેવ! તમે મારું રક્ષણ કરે.
પાંડવોનો કાળ કપાત અને હિડંબા તરફથી આશ્વાસન –બીજી બાજુ પાંડવે, કુંતાજી અને હિડંબા વિગેરે ચાલતાં હતાં. થોડું ચાલ્યા પછી વાંકોચૂકે રસ્તે આવ્યા એટલે એકબીજાને ભેગા થવા ઊભા રહ્યા. બધાં ભેગા થયા પણ દ્રૌપદીને ન જોઈ એટલે બધા કહે દ્રૌપદી ક્યાં ગઈ? સૌના મનમાં એમ હતું કે ખૂબ થાકી ગઈ છે એટલે વચમાં કયાંક વિસામો ખાવા બેઠી હશે, તેથી પાછળ રહી ગઈ લાગે છે. ભીમ પાછળ જેવા ગયે. દ્રૌપદી મળી નહિ એટલે કુંતાજીને એક વૃક્ષ નીચે બેસાડીને બધા ભાઈઓ દ્રૌપદીને આમતેમ શોધવા લાગ્યા, પણ કયાંય દ્રૌપદીને પત્તો ન લાગે. એટલે બધા નિરાશ થઈને પાછા આવ્યા. હિડંબા પણ દ્રૌપદીને શોધવા નીકળી હતી. પણ ક્યાંય દ્રપદ ન મળી એટલે બધાની આંખમાં આંસુ આવી ગયા. અહે! અમે પાંચ પાંચ ભાઈએ એક દ્રૌપદીને ન સાચવી શક્યા? એનું શું થયું હશે? એ પાછળ રહી ગઈ તે કોઈ તેને ઉઠાવી ગયું હશે! કઈ સિંહ વાઘ ખાઈ ગયે હશે! આમ અનેક પ્રકારનાં વિર્તક કરવા લાગ્યા. કુંતાજીની આંખમાંથી ધાર આંસુ વહેવા લાગ્યા. રડતા રડતા બે લવા લાગ્યા કે હે કર્મરાજા! તે અમારી કેવી કરૂણ દશા કરી? અમને રાજ્યમાંથી તે કાવ્યા પણ આ ભયાનક જંગલમાં તે સુખે રહેવા દે. અમે પૂર્વજન્મમાં કેવા કર્મો બાધા હશે! કે જેથી આ દશા થઈ છે. અરેરે... અમારી દ્રૌપદી ક્યાં ગઈ? હવે આપણે તેના