________________
શારદા દર્શન દિલ પીગળતું નથી. હવે મહાત્મા કે ચમત્કાર દેખાડશે ને કેવી આકરી કસેટી કરશે છતાં રાજા કેવી ક્ષમા રાખશે તે અવસરે વિચારીશું.
કૃષ્ણવાસુદેવ ભગવાનના દર્શને જઈ રહ્યા છે. તેમણે ભગવાનનું સમોસરણ જોયું, પાવનકારી ભગવાનને જોયા એટલે તરત હાથી ઉપરથી નીચે ઉતર્યા. કેટલે બધે વિનય છે ! હું ગમે તે ત્રણ ખંડના અધિપતિ હોઉં પણ ત્રણ લેકના નાથ પાસે તે કિંકર જે છું. કયાં એ ને કયાં હું ! એમ ભગવાનના ગુણેનું સ્મરણ કરતાં સમોસરણ પાસે ગયા. સમોસરણમાં પ્રવેશ કરતાં પહેલાં તેમણે સચેત વસ્તુઓનો ત્યાગ કર્યો. ગળામાં કુલના હાર હતાં તે ઉતારી નાંખ્યા અને મેઢા આડું ઉત્તરાસન રાખ્યું, કારણ કે પ્રભુની સામે ઉઘાડે મેઢ બેલાય નહિ. તમારે પણ ઉપાશ્રયમાં સચેત વસ્તુ લઈને અવાય નહિ ને ઉઘાડે મુખે બેલાય નહિ. ઘણી બહેનો માથામાં ફૂલ નાંખીને આવે છે. ફૂલ સચેત છે માટે ફૂલ નાંખીને અવાય નહિ. કૃષ્ણવાસુદેવ, ગજસુકુમાર વિગેરેએ સચેત વસ્તુનો ત્યાગ કરી ભગવાનના સસરણમાં પ્રવેશ કર્યો. હવે તે ભગવાનને કેવી રીતે વિધિપૂર્વક વંદન કરશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:- હિડંબનો પરાજય અને ભીમને વિજય" - હિડંબ રાક્ષસની સાથે યુદ્ધ કરતાં ભીમ બેભાન થઈને પડી ગયા. થોડી વારે ભાનમાં આવતા રાક્ષસ સાથે યુદ્ધ કરવા તૈયાર થયે, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું. ભાઈ! તું ખૂબ થાકી ગયા છે માટે હવે અર્જુનને તેની સાથે લડવા દે. તું થોડી વાર વિસામે ખા, ત્યારે ભીમે કહ્યું. મેટાભાઈ ! આપની કૃપાદૃષ્ટિથી મારામાં ઘણું બળ છે. મને થાક લાગ્યું નથી. હું હમણું રાક્ષસને મારી નાંખીશ. આ પ્રમાણે બેલ ભીમ રાક્ષસની સામે દેશે અને એને ગળેથી પકડીને એના માથામાં જોરથી મુષ્ટિને પ્રહાર કર્યો. એણે ભીમના હાથમાંથી છૂટવા ઘણું જેર કર્યું પણ છૂટી શક્યો નહિ. ભીમના જમ્બર પ્રહાથી રાક્ષસ મરણ પામે. એટલે પંડને ખૂબ આનંદ કે. કુંતાએ ભીમને બાથમાં લઈ લીધે. અર્જુન ભીમને પવન નાખવા લાગ્યું. યુધિષ્ઠિર ભીમના શરીર પરથી ધૂળ ખંખેરવા લાગ્યા. દ્રૌપદીને પણ ખૂબ આનંદ થયે. રાક્ષસ હિડંબાનો સગે ભાઈ હતો પણ તેના મરણથી તેને જરા પણ દુઃખ ન થયું કે તેની આંખમાં આંસુ ન આવ્યા. કારણ કે તેને થયું કે આવા ઉત્તમ પુરૂ સાથે યુદ્ધ કરવું તે ખોટું હતું તેમજ તેને ભીમ પ્રત્યે અત્યંત પ્રેમ જાગ્યું હતું. તેના મનમાં એવા અરમાન છે કે કયારે ભીમ મને ચાહે ને મારા તેની સાથે લગ્ન થાય! અને એણે તે નિર્ણય કર્યો કે ભીમ મને ઈચ્છે કે ન ઈચ્છે પણ મારે તે આ કુટુંબની સાથે જ રહેવું. હવે મારે ઘેર જવું નથી.
યુધિષ્ઠિરે કહ્યું-હવે રાત પૂરી થવા આવી છે. પણ આ વન બહુ ભયંકર છે માટે આપણે અહીં રોકાવું નથી. ધીમે ધીમે આગળ પ્રયાણ કરીએ. એટલે બધા ચાલવા લાગ્યા. હિડંબા પણ તેમની સાથે ચાલવા લાગી. આમ તે એની પાસે ઘણું વિદ્યાઓ હતી. એ