________________
માં
શારા દર્શન વિધાના પ્રભાવથી આકાશમાં ઉડી શકત પણ એણે ભીમને પિતાને પતિ માન્યું હતું એટલે માન્યું કે મારા વડીલ બધા ચાલતા હોય ને હું આકાશ માર્ગો ઉડું તે અવિનય કહેવાય. એટલે તેમની સાથે ચાલવા લાગી. ચાલતાં ચાલતાં મધ્યાન્ડને સમય છે એટલે બધાને ખૂબ ભૂખ તરસ લાગી. પાણી વિના કંઠ સૂકાવા લાગ્યા, આંખે અંધારા આવવા લાગ્યા. બધા પરાણે ચાલતા હતાં. કુંતાજીને ખૂબ ચક્કર આવાથી મૂછ ખાઈને પડી ગયા. જાણે પ્રાણ રહિત કલેવર જોઈ લે. માતાની આવી દશા જોઈને પાંચે ય ભાઈએ ગભરાઈ ગયા. યુધિષ્ઠિર માતાને પવન નાંખવા લાગ્યા અને અર્જુન વિગેરે ચારેય ભાઈઓ ચારે દિશામાં પાણી લેવા માટે દેડડ્યા. યુધિષ્ઠિર ચિંતાતુર બનીને વિચાર કરવા લાગ્યા કે અહે ! કર્મોદયે પાંચ પાંચ પાંડેની માતા આજે બેહાલ સ્થિતિમાં પડી છે. કેવી કરૂણાજનક સ્થિતિ છે. બીજી બાજુ ચારે ભાઈઓ પાણી માટે જંગલમાં ભમવા લાગ્યા. ઘણીવાર ભામાં પણ કયાંય ટીપું પાણી ન મળ્યું એટલે નિરાશ થઈને પાછા આવ્યા અને આંખમાં આંસુ સારતા બેભાન પડેલી માતા સામું જોઈ રહ્યા. આ જોઈને હિડંબાએ પિતાની વિદ્યાના બળથી આકાશમાગે ઉડીને ઘણે દૂરથી કમલ પત્રમાં પાણી લાવીને આપ્યું. એટલે યુધિષ્ઠિરે માતાના મુખમાં ધીમે ધીમે પાણી નાંખવા માંડયું. આમ કરતાં શુદ્ધિ આવી. પછી પાણી પીવડાવ્યું. ત્યાર બાદ વધેલા પાણીમાંથી બધાએ થોડું થોડું પાણી પીધું એટલે સૌને શાંતિ વળી. પછી પાંડેએ કહ્યું, બા ! આજે તું બેઠી થઈ શકી હોય તે આ હિડંબાને પ્રતાપ છે. અમે તે પાણી માટે ખૂબ ઘુમ્યા પણ પાણી જ ન મળ્યું પણ આ હિડંબા પાણી લઈ આવી અને આપણને જીવતદાન આપ્યું.
પાંડે, અને દ્રૌપદીએ હિડંબાની ખૂબ પ્રશંસા કરીને કહ્યું, બહેન ! તે આજે અમારી માતાને બચાવી. તું પાણી ન લાવી હિત તે અમારું શું થાત? તને જેટલાં ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. કુંતાજીએ કહ્યું, હિડંબાને આપણું ઉપર ઘણી લાગણી છે તે આપણાં સ્વજન જેવી બનીને આપણી સાથે રહે છે. માટે હવે તેને આપણું જ માને. હવે આપણે આઠ છીએ એમ માને, ત્યારથી સૌ હિડંબાને પિતાનાં સ્વજનની જેમ ગણવા લાગ્યા. તડકે એ છે થતાં તે આગળ ચાલ્યાં, ચાલતાં વાંકેચૂકે રસ્તે આવ્યા. દ્રૌપદી વનની કુદરતી શોભા જોતી ચાલતી હતી. તે સહેજ લક્ષ ચૂકી જવાથી બીજા રસ્તે ચઢી ગઈ. પાંડે, કુંતાજી અને હિડંબા બધાં બીજા રસ્તે ગયાં. દ્રૌપદી ચાલતી ચાલતી ભયંકર વનમાં ભૂલી પડી. ડીવારે લક્ષ આવતાં તેણે ઉંચે જોયું તે આગળ પાછળ કેઈ નથી દેખાતું. વિહ્વળ બનીને દ્રૌપદી ચારે તરફ જોવા લાગી. કેઈને ન જોતાં ગભરાઈ ગઈ. ભયભીત થઈને પાંડેને શોધતી ડે છે. પરિવારથી વિખૂટી પડતાં પાંડવ પાંડવ પિકાર કરે છે ત્યાં એક બળવાન કેસરીસિંહ છલાંગ મારતે તેની સામે આવ્યો. આ જોઈને દ્રૌપદી થરથર ધ્રુજવા લાગી, પણ હિંમત કરીને જમીન પર એક લીટી દેરીને કહ્યું કે, જે મારા પતિએ કદી સત્યનું ઉલ્લંઘન કર્યું ન હોય તે તું પણ આ