________________
અરણ કે શરીર પણ એક પ્રકારની લપ છે. શરીર છે તે ભૂખ તરસ લાગે છે. રેગ આવે છે, એને નવરાવવું પડે છે. વસ્ત્રો પહેરાવવા પડે છે. પણ માનવદેહ એ બ્રહ્માજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં સહાયક છે એટલે તેને સાચવવું પડે, બાકી તેની મમતા ન રખાય. આ મહાત્મા આત્મલક્ષી હતાં એટલે તેમને શિષ્યની પણ મમતા ન હતી. એ સંગ પણ ખૂટે છે એમ સમજીને દૂર રહેવા ઈચ્છતા હતા એટલે લપ ટાળવા રાજાને કહે છે, દેખે, બ્રહ્મજ્ઞાન તે હમ કે ભી અબ તક નહીં હુઆ હૈ તે આપકે હૈસે કરા સતા હું ? ઔર દૂસરી બાત તે યહ હૈ કે મેં બ્રહ્મજ્ઞાન કી પ્રાપ્તિ કે લીએ સંગ સે દૂર રહના ચાહતા હું. તે આપ કોઈ દૂસરા મહાત્મા કે બેજ લેના.
મહાત્મા જેમ જેમ રાજાને ઈન્કાર કરવા લાગ્યા તેમ તેમ રાજાને તેના પ્રત્યે આકર્ષણ વધતું ગયું. અહે, કેવા આત્માથી છે! બસ, આવા ગુરૂ તરે અને તારે. હું જેવા ગુરૂ શોધતે હતા તેવા ગુરૂ મને મળી ગયા. હવે એમને કેમ છેડાય ? મારી વર્ષોની ભાવના ફળીભૂત થઈ. હવે મારી અનંતકાળની માયાજાળ તૂટી જશે ને મારું કલ્યાણ થઈ જશે. આજનો દિવસ મારા માટે સેનેરી ઉગે છે. આમ રાજા મનમાં આનંદ માનતાં હરખાય છે, પણ મહાત્મા તે ઘસીને ના પાડે છે. શું કરવું? ખૂબ વિચાર કરીને રાજાએ કહ્યું, ભગવંત! આપ કલ્પવૃક્ષ સમાન મને મળી ગયા. હવે બીજે કયાં જાઉં? હવે મને તારે કે ડૂબાડે, હું તમારા શરણે છું. હું આપને છોડીને ક્યાંય જવાનો નથી. હવે આપ જ મારા ગુરૂ અને મને આપનું જ શરણું. ત્યારે મહાત્માજીએ કહ્યું, ભાઈ ક્યા લપ કરતા હૈ? મેને કહ દિયા ને કે ચલે જાઓ યહાં સે, ચલ ઉઠ યહાં સે! સૂનતા નહીં હૈ! કર્યો હમકે પરેશાન કર રહા હૈ? આમ ઘણું શબ્દો કહ્યાં, પણ રાજાએ નિશ્ચય કર્યો છે કે ગમે તેમ થાય તે પણ મારે આ ગુરૂને છેડવા નથી. એટલે એ તે ઢીંચણભર મહાત્માના ચરણમાં મરતક અડાડીને બેસી રહ્યા છે. રાજા જેવા રાજા મહાત્માના ચરણમાં પડીને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શિષ્ય બનાવવા કરગરે છે. રાજાને પરિવાર દૂર બેઠા બેઠા બધું જોયા કરે છે કે આપણું મહારાજા આટલું કરગરે છે છતાં મહાત્મા એમના સામું જોતાં નથી. ધન્ય છે મહારાજાની ક્ષમાને !
મહાત્મા મનમાં વિચાર કરવા લાગ્યા કે આ રાજા હવે જાય તેમ લાગતું નથી. જે હું આ સ્થાન છેડીને ચાલ્યા જઈશ તે એ મારી પાછળ આવશે. માટે હું તેને ચમત્કાર બતાવી દઉં તે અહીંથી બલા ટળે. રાજા મહાત્માને શિષ્ય બનવા ઈચ્છે છે ત્યારે મહાત્મા તેને બલા સમજે છે. એમને જગતની જે જાળથી અલિપ્ત રહીને આત્મકલ્યાણ કરવાની કેવી લેગની હશે ! રાજાને કાઢી મૂકવા મહાત્મા કેવા કેવા શબ્દો કહે છે છતાં રાજા તેમના ચરણમાંથી મસ્તક ઉપાડતું નથી, તે એમને બ્રહ્મજ્ઞાન મેળવવાની કેવી લગની હશે! પંદર દિવસ સુધી રાજા મહાત્માની પાસે ઘૂંટણીયાર મસ્તક નમાવીને બેસી રહ્યા પણ તેમનું