________________
૨૮૮
શારદા દર્શન કરવા લાગ્યા. રાજાના મનમાં એક જ લગની હતી કે જે મને કેઈ સાર એગ્ય ગુરૂ મળી જાય તે આ રાજપાટ છેડીને તેમના ચરણમાં બેસી જાઉં. રાજાને ઘણુ મહાત્મા મળ્યા પણ તેમાં કોઈ પ્રમાદી હોય, કઈ માન-સન્માનની ઈચ્છા રાખતા હોય, કઈ વાતને ગપાટા મારતા હોય તેથી તેમાં રાજાનું મન હર્યું નહિ. તેથી રાજા તેમની પાસેથી નિરાશ થઈને ચાલ્યા જતાં.
કેઈ મહાન મહાત્મા પધાર્યા છે તેમ જાણ થતાં રાજાની જાગેલી ભાવના” –એક વખત રાજાને ખબર મળ્યા કે મારા નગરથી બે ત્રણ માઈલ દૂર પર્વત ઉપર કે મહાત્મા પધાર્યા છે. તે કેઈની સાથે વાતચીત કરતાં નથી. કદાચ કઈ તેમની પાસે જાય તે પણ તેને દૂરથી કહી દે છે કે “યહાં મત આના” બસ, એ તે ધ્યાનમાં જ મસ્ત રહે છે. કેઈ તેમને ભજન કરવાનું આમંત્રણ આપે તે પણ સ્વીકારતા નથી. એમને લાગે કે હવે ભૂખ સહન થતી નથી ત્યારે માત્ર શરીર ટકાવવાના હેતુથી ગામમાંથી ભિક્ષા લઈને પાછા ચાલ્યા જાય છે. આ સાંભળીને રાજાના મનમાં થયું કે આ મહાત્મા સાચા લાગે છે. જેને લકરંજન, લેકે સાથે બેટી વાતચીત કે લેકેના વંદન, સન્માન ગમતા નથી, પ્રશંસા સાંભળવાની ઈચ્છા નથી, અને એકાંત ધ્યાનાવસ્થામાં મગ્ન રહે છે. માટે મને લાગે છે કે એમને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું હશે. તે મારા ભાગ્યેય જાગ્યાં. હવે હું જલદી તેમની પાસે જાઉં ને તેમના ચરણમાં મૂકીને તેમની પાસેથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. પણ પાછે મનમાં વિચાર થયે કે એ તે એમની પાસે કેઈને જવા દેતા નથી તે મને કેવી રીતે જવા દેશે! પણ મારે બ્રહ્મજ્ઞાન મેળવવું જ છે તે હું તેમની સેવાભક્તિ કરીશ, વિનય કરીશ. પછી તે મારી ચેગ્યતા જેશે તે જરૂર મને તેમની પાસે રાખશે ને બ્રહ્મજ્ઞાન આપશે.
બીજે દિવસે રાજા પહાડ ઉપર રહેલા મહાત્મા પાસે જવા તૈયાર થયા ત્યારે પ્રધાન, મંત્રીઓ બધા કહેવા લાગ્યાં કે મહારાજા ! એ મહાત્મા તે બહુ કડક છે. કોઈને તેમની પાસે દર્શન કરવા પણ આવવા દેતા નથી ને આપ કેવી રીતે જશે? રાજાએ કહ્યું, જેવું જશે. મને ત્યાં જવાની ખૂબ ઈચ્છા છે. માટે મને જવા દે, ત્યારે પ્રધાન–રાણીઓ વિગેરે પરિવાર કહે છે, અમે પણ આપની સાથે આવીએ છીએ. રાજાએ ઘણું ના પાડી પણ બધા રાજા સાથે ગયા ને બધા પહાડ ઉપર ચઢવા લાગ્યા. પહાડના શિખર ઉપર ચઢીને જોયું તે દૂર એક મહાત્મા ઝાડ નીચે બેઠા હતા. મહાત્માને જોઈને રાજાને ખૂબ આનંદ થયે. બસ, હવે મને મારા સાચા ગુરૂ મળી ગયા. હવે જલ્દી જાઉં ને તેમના ચરણે અર્પણ થઈ જાઉં, ને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. રાજા હર્ષભેર ઝડપથી આગળ વધ્યા. પાછળ તેમનો પરિવાર ચાલે છે. આટલા બધા માણસે ચાલે એટલે અવાજ તે થાય ને? આ મહાત્માએ અવાજ સાંભળે ને નજર કરી તે મેટું લાવ-લશ્કર આવે છે. રાજા નજીક