________________
શિાતા શબ
આ દશા જોઈ કાળે કલ્પાંત કરવા લાગ્યા. અરેરે....કેવા કર્મઉદયમાં આવ્યા. આ વગડામાં પણ અમને સુખે રહેવા દેતા નથી. કંઈને કંઈ વિનો આવે છે. બેટા ભીમ! તું તે અમારા બધાનું રક્ષણ કરનાર છે. ઉઠ, ઉભે થા. તારા વિના અમારું રક્ષણ કણ કરશે! એમ બોલીને કુંતામાતા અને દ્રૌપદી ખૂબ રડવા લાગ્યા. ધર્મરાજા, અર્જુન બધા ભીમને પવન નાંખવા લાગ્યા, પાણી છાંટવા લાગ્યા, ને કુંતાજી તથા દ્રૌપદીને છાના રાખવા હિંમત આપે છે. હવે ભીમ ભાનમાં આવશે ને પછી શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૮૭ ભાદરવા વદ અમાસ ને બુધવાર
તા. ૧૨-૧૦-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! રાગ દ્વેષના વિજેતા, મોક્ષ માગના પ્રણેતા, પરમાર્થદશી, રૅલેક્ય પ્રકાશક વિતરાગ ભગવંતે એ જગતના છના કલ્યાણને માટે અમૂલ્ય સિદ્ધાંત પ્રરૂપ્યા. આપણે ગજસુકુમારને અધિકાર ચાલે છે. તેમનું રૂપ, યૌવન, બુદ્ધિ વિગેરે જેઈને કૃષ્ણના મનમાં થયું કે આ કન્યા મારા નાના ભાઈને ગ્ય છે. એમ વિચાર કરીને આજ્ઞા કરી કે હે દેવાનુપ્રિયે ! તમે સેમિલ બ્રાહ્મણને ત્યાં જાઓ. અને તેની પાસે જઈને એમ કહો કે જે આ તમારી પુત્રી કુંવારી હોય તે કૃષ્ણ વાસુદેવ એમના નાના ભાઈ ગજસુકુમાર સાથે તેને પરણાવવા ઈચ્છે છે. આ પ્રમાણે તમે જઈને કહે અને જે તે રાજીખુશીથી હા પાડે તે “સોમં રારિ છે, જેફિન્ના નૈતિક વિવદ, તા: ઘણા ચણરુમીસ્ટ માંથી અવિરત ” તેની પુત્રી સમાને લઈને કન્યાઓના અંતઃપુરમાં પહોંચાડો. આ સેમાં કન્યા ગજસુકુમારની ભાર્યા થશે. આ પ્રમાણે કહ્યું. કૃષ્ણ વાસુદેવની આજ્ઞા પ્રમાણે તે રાજસેવક સેમિલ બ્રાહ્મણની પાસે ગયા, અને તેની પાસે તેની પુત્રી સમાની યાચના કરી, પોતાની પુત્રીનું કૃષ્ણ વાસુદેવ તરફથી ગજસુકુમાર માટે માંગુ થવાથી બ્રાહ્મણ ખુશ થયે, અને પ્રસન્ન ચિત્તે તે કન્યાને તે રાજપુરૂષોને સેંપી દીધી અને તેમણે તે કન્યાને કૃષ્ણ વાસુદેવના કન્યાના અંતઃપુરમાં રાખી. આમ બનવાથી સોમિલ બ્રાહ્મણને આનંદ થયે. કારણ કે પિતે ખૂબ ધનવાન હતા, એકની એક દીકરી હતી, અને પુત્રી પણ ખૂબ હોંશિયાર અને ૬૪ કળામાં પ્રવીણ હતી. રૂપમાં પણ અનુપમ હતી. એટલે તેને માટે યોગ્ય મુરતીઓ તે શોધવાનું હતું. ત્યાં સામેથી માંગુ આવ્યું એટલે શા માટે ભૂલે? આજે તમે પણ દીકરા માટે કેવી કન્યા પસંદ કરશે? કેટલી વસ્તુઓ જુએ છે? A (એ) એઈઝ. ઉંમર કેટલી છે? મેટી તે નથી ને? તંદુરસ્ત છે ને? B (બી) બ્યુટીકુલ કેવી સૌંદર્યવાન છે? નમણી-દેખાવડી બરાબર છે ને? C (સી) કેરેકટર, ચારિત્રમાં કેવી છે? તેની ચાલચલગત કેવી છે? D (ડી)