________________
શારદા દર્શન એમ કહીને તેણે ભીમને ચાક્ષસી અને ઉદ્યોતની વિદ્યાઓ શીખવાડી. એટલે ભીમે તરત તેને અજમાશ કર્યો તે ઘોર અંધકારમાં તેને પ્રકાશ પ્રકાશ દેખાવા લાગ્યું. ભીમને વિદ્યા મળવાથી ખૂબ આનંદ થયે.
હિડંબને ઉછળેલ કેધ” –હિડંબાને ગયા ઘણીવાર થઈ પણ પાછી ન આવી એટલે તેને ભાઈ હિડંબ રાક્ષસ ધરતી ધ્રુજાવતે, અટ્ટહાસ્ય કરતે ત્યાં આવ્યો ને હિડંબાને સુંદર રૂપ ધારણ કરી ભીમની સાથે પ્રેમથી વાત કરતી જોઈને સમજી ગયે કે નકકી તે આ પુરૂષના પ્રેમમાં પડી ગઈ લાગે છે. માટે પહેલાં તેને મારી નાંખીને પછી એના પ્રેમીને મારી નાખું. કેધથી તેની આંખ લાલચેળ કરી, ભ્રકુટી ચઢાવી, બિહામણું રૂપ ધરીને કહે છે કે પાપણી ! હે કુળબંપણ હિડંબા ! મેં તને શું કરવા મેકલી હતી ને તું શું કરી રહી છે? હું ત્રણ ત્રણ દિવસથી ભૂખ્યો છું તેથી તેને શિકારની ખેજ કરવા મેકલી, ત્યારે તું તે એના પ્રેમમાં પડીને મને ખબર આપવા પણ ન આવી. તેના પ્રેમમાં તું ભાઈને ભૂલી ગઈ! બસ, હવે તને પહેલી મારીને ખાઈ જાઉં પછી એ પુરૂષને મારુ,
એમ કહીને હિડંબાને મારવા માટે તેના ભાઈએ હાથ ઉંચે કર્યો એટલે ભીમે કહ્યું. તે ' નીચ ! તું તારી નિર્દોષ બહેનને શા માટે મારે છે? એને મારતાં પહેલાં મને તે લાગે છે
કે તારું મોત આવ્યું છે. હું મારી સામે સ્ત્રીની હત્યા થતી સહન નહિ કરી શકું, ત્યારે હિડંબે કહ્યું કે જે તારામાં જેમ હોય તે મારી સામે લડવા તૈયાર થઈ જા. ભીમે કહ્યું કે તું હાથમાં શસ્ત્ર ધારણ કર, હું પાંડુપુત્ર ભીમ છું. પાંડે કદી શસ્ત્રરહિત માણસે ઉપર પ્રહાર કરતા નથી. અમે ન્યાયથી લડવાવાળા છીએ. - “ભીમ અને હિડંબનું ભયંકર યુદ્ધ”:-ભીમની વાત સાંભળીને હિડંબે એક વૃક્ષ મૂળમાંથી ઉખાડીને હાથમાં લીધું ત્યારે ભીમે પણ એક વૃક્ષ ઉપાડ્યું, અને પિતાના ભાઇઓ, માતા, પત્ની બધા થાક્યા પાક્યા ઊંઘી ગયા છે તે જાગી ન જાય તે માટે મૌન રહીને રાક્ષસ સામે લડવા લાગે. રાક્ષસે ભીમ ઉપર જેરથી પ્રહાર કર્યો એટલે ભીમ મૂછી ખાઈને પડી ગયે, પણ તરત જ ભાનમાં આવતાં ભીમે જોરથી રાક્ષસ ઉપર પ્રહાર કર્યો. એટલે તે બેભાન થઈને પડ્યો, એમ ત્રણ-ચાર વખત બન્યું. એક વખત ભીમે ગુસ્સે થઈને રાક્ષસને ફટકાર્યો એટલે બેભાન થઈને ભૂમિ ઉપર પડ્યો. ઘેડીવારે ભાનમાં આવતાં રાક્ષસે ભીમ ઉપર ક્રોધે ભરાઈને મેરી ગર્જના કરીને ભીમ ઉપર પ્રહાર કર્યો એટલે ભીમ નીચે પડી ગયે ને બેભાન બની ગયે. આ બધે અવાજ સાંભળીને યુધિષ્ઠિર વિગેરે સૂતેલા જાગી ગયા તે ભીમને ભૂમિ ઉપર પડે છે. સામે બિહામણે રાક્ષસ જે ને તેની પાસે એક સુંદર સ્ત્રી ઉભેલી જોઈ. તેને પૂછયું કે આ બધું શું છે? એટલે હિડંબાએ બધી વાત કરી. કુંતામાતા, યુધિષ્ઠિર બધા દેડીને ભીમ પાસે ગયા. કુંતાજીએ ભીમનું માથું ખેળામાં લીધું. યુધિષ્ઠિર, અર્જુનજી બધા પવન નાખવા લાગ્યા, અને કુંતાજી પુત્રની