________________
શારદા દર્શન
૬૭૭ ગયું ન હતું. એનાં મનમાં થયું કે સ્ત્રીનું જે થવું હોય તે થાય. મને બેલાવે કે ન બોલાવે તેની મને પરવા નથી પણ મારા સ્વધમી બંધુ રાજા છેટી રીતે દંડાય તે મારાથી કેમ સહન થાય? એના ઉપર આ રાજા અચાનક લડાઈ કરે અને હું જાણવા છતાં એને ચેતાવું નહિ તે હું તેને સ્વધર્મી બંધુ શેને? જેના હૃદયમાં આવું ધર્મનું ચૈતન્ય ધબકતું હોય તે ઉભે રહે ખરો ? જેના પ્રેમમાં પાગલ બન્યું હતું તેને કહેવા કે તેની રજા લેવા જાય ખરે? ક્ષણને વિલંબ કર્યા વિના ગુપ્ત રીતે મહેલમાંથી બહાર નીકળે.
પિતાને ઘેર આવી ઘેડા પર બેસીને સ્વધર્મી રાજાના દરબારમાં પહોંચે ને મહેલનાં દ્વાર ખખડાવ્યા. દ્વારપાળે પૂછ્યું, ભાઈ! તું કોણ છે ને અત્યારે કેમ આવ્યું છે? ત્યારે શ્રાવકે ગંભીરતાથી કહ્યું મારે રાજાનું અગત્યનું કામ છે. જલદી જગાડે. તરત દ્વારપાળે રાજાને જગાડડ્યા. એટલે શ્રાવક રાજા પાસે જઈને પ્રણામ કરીને ઉભો રહ્યો. રાજાએ પૂછ્યું. તમે કેણ છે? શ્રાવકે કહ્યું, હું તમારો સ્વયમી બંધુ છું. આવું સાંભળતાં રાજાએ બે હાથ જોડી શ્રાવકને નમસ્કાર કર્યા. આ રાજા સમકિતી હતા. તે પોતાના દેવ-ગુરૂ અને ધર્મ સિવાય કેઈને નમતા ન હતા. જેના તાબામાં રહેતા હતા તે રાજાને પણ નમતા ન હતા. તે રાજા સ્વધમીને નમ્યાં. અહીં અભિમાન કે અકડાઈ ન હતાં પણ ધર્મની ટેક હતી. રાજાએ પૂછયું કે અત્યારે રાતના એકાએક આપને આવવાનું કેમ બન્યું ?
શ્રાવકે કહ્યું, આ મેટા રાજા આપને સમ્યક્ત્વની ટેકમાંથી ચલિત કરવા અને તેમના ચરણમાં તમને નમાવવા સવારે જ તમારા ગામ ઉપર હલે કરવાના છે. એવી મંત્રણા અત્યારે તેમના મહેલમાં ચાલી રહી છે. તેથી આપને સમાચાર આપવા આવ્યો છું. રાજાએ પૂછ્યું કે તમને આ વાતની ખબર કેવી રીતે પડી? શ્રાવકે કહ્યું, કે આપ મારા ઉચ્ચ કેટીના સ્વમીંબંધુ છે એટલે આપની સામે અસત્ય નહિ બેલું. હું પરસ્ત્રીમાં મેહાંધ બની તેની ઈચ્છા પૂર્ણ કરવા રાજમહેલમાં ચોરી કરવા ગયા હતા, ત્યાં મેં આ ગુપ્ત વાતચીત સાંભળીને ચોરી કરવી પડતી મૂકીને આપને સમાચાર આપવા માટે આવ્યો છું. આપ જેવા દઢ સમ્યકત્વધારી સ્વધર્મબંધુના દર્શન થતા મારે મેહાંધકાર ટળી ગયે. ધન્ય છે પ્રભુના શાસનને! જેમાં આપનાં જેવા પવિત્ર નરરત્ન વસે છે. બસ, હવે આપને જે તૈયારી કરવી હોય તે કરી લે. રાજાએ વાત સાંભળીને તરત પિતાના ગામના દરવાજા બંધ કરાવી દીધા અને તાબડતોબ બધી તૈયારી કરી લીધી. બંધુઓ ! સાંભળજે. શ્રાવકની કેવી સાધર્મિક ભક્તિ ! સાધર્મિક પ્રત્યે કેવું મમત્વ! મારા સાધર્મિક બંધુ ઉપર આવી આફત ! પ્રાણથી પણ અધિક વહાલી માનેલી પ્રિયાને માટે હાર લાવવાનું કાર્ય છેડી રાતેરાત સાધર્મિક રાજા પાસે આવ્યો ને રાજાને મોટી આફતમાંથી ઉગારી લીધું. એણે એક જ વિચાર કર્યો કે મારા સ્વધર્મી બંધુ માટે મારા જીવનનું સર્વસ્વ ફના કરવાનું ભાગ્ય મને કયાંથી મળે?