________________
શા દર્શન વંદન કર્યા ને પછી પ્રભુને ગુણામ કર્યા કે હે પ્રભુ! તું કે ને હું કે ! તારા ગુણ અનંતા છે. તારા ગુણ ગાવાની મારામાં શક્તિ નથી. હું અલ્પજ્ઞ તારા ગુણો કેવી રીતે ગાઈ શકું? છતાં મારી શક્તિને વિચાર કર્યા વિના તારા ગુણ ગાવા તૈયાર થયે છું. જેમ ભક્તામર સ્તોત્રમાં માનતુંગાચાર્ય બેલ્યા છે કે,
सोऽहं तथापि तव भक्तिवशान् मुनीश, कर्तुं स्तवं विगतशक्तिरपि प्रवृत्तः। प्रीत्यात्म वीर्यमविचार्य मृगो मृगेन्द्र, नाभ्येति किं निज शिशोः परिपालनार्थम् ।
હે મુનિઓના નાથ એવા કષભદેવ પ્રભુ ! આપની સ્તુતિ કરવા, આપના ગુણ ગાવા - માટે હું અસમર્થ છું પણ આપના પ્રત્યેની ભક્તિથી હું આપની સ્તુતિ કરવા તત્પર થયે છું. જેમ મૃગ સિંહ આગળ કંઈ શક્તિમાન નથી છતાં પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માટે સિંહને સામને કરવા તૈયાર થાય છે, તેનું કારણ એ જ છે કે એ મૃગલાને તેના બચ્ચા પ્રત્યે અથાગ પ્રીતિ છે. તેથી તે પોતાની શક્તિને વિચાર કરતું નથી. જ્યાં પ્રીતિ અને ભક્તિ હોય છે ત્યાં માણસ પોતાની બુદ્ધિ કે શક્તિને વિચાર કરતું નથી, તે રીતે કૃષ્ણ વાસુદેવને નેમિનાથ ભગવાન પ્રત્યે અપૂર્વ ભક્તિ અને પ્રીતિ હતી તેથી તે પ્રભુના આગમનની વધામણી સાંભળીને હર્ષઘેલા બની પ્રભુના ગુણગાન કરવા લાગ્યા. આ જોઈને વનપાલક આશ્ચર્યચકિત થઈગયે. અહ, મહારાજાને ભગવાન પ્રત્યે કેટલી ભક્તિ છે. તે હું પણ આવા ભગવાનની ભક્તિ કરું, તેમ વિચારી હર્ષ પામતે ભગવાનના ગુણગાન કરતે વનપાલક ચાલ્યા ગયે. સારી દ્વારકા નગરીમાં લેકેને ખબર પડી ગઈ કે ભગવાન નેમનાથ ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળીને નગરજનેનાં હૈયાં હર્ષનાં હિલેળે ચડ્યાં, અને માણસના ટેળેટેળા હર્ષભેર પ્રભુના દર્શને જવા લાગ્યા.
આ તરફ સોમા તેની સખીઓની સાથે સોનાના દડાથી રમત રમી રહી છે. એને ગેડીદડા રમવાને આનંદ છે. કૃષ્ણ વાસુદેવને પ્રભુ પધાર્યાને આનંદ છે. હવે કૃષ્ણ વાસુદેવ ભગવાનના દર્શન કરવા માટે જશે ત્યારે શું બનશે તેવા ભાવ અવસરે.
ચરિત્ર:-પાંડવેને દુર્યોધનના કપટની ખબર પડી ગઈ હતી, તેથી એ કપટજાળમાંથી બચવાને ઉપય તેમણે શેધી લીધું હતું. એટલે નિશ્ચિતપણે તેઓ આનંદથી મહેલમાં રહેતાં હતાં. પુરેચન તેમની પાસે અવારનવાર આવીને જાણે તેમને સગે ભાઈ ન હોય તેટલો પ્રેમ બતાતે હતા, ને મીઠી મધુરી વાત કરતા હતા, પણ પાંડે સાવધાન બની મનમાં સમજતા હતા કે તારે મીઠું મીઠું બોલીને અમને જલાવવા જ છે ને! પણ એ બાહ્ય દેખાવથી તેની સાથે પ્રેમભર્યો વર્તાવ રાખતાં. આ જોઈને દુષ્ટ પુરેચન મનમાં મલકાતે વિચારે છે કે,