________________
૪
શાહ હસન તમાશમાં મુગ્ધ બની છું ને મેં મનથી નિર્ણય કર્યો છે કે તમારા સિવાય હું કોઈને પરણીશ નહિ. હું તમને મનથી વરી ચૂકી છું. હવે હું કોણ છું ને શા માટે આવી છું તે વાત રાક્ષસી ભીમને કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
આજે મહાન તપસ્વી પૂ. ગુલાબચંદજી મહારાજ સાહેબની પુણ્યતિથિ છે. તે મહાન પુરુષના જીવનમાંથી આપણે આત્મામાં લેવા જેવા ઘણુ ગુણે હતાં. (પૂ. મહાસતીજીએ મહાન ચારિત્રસંપન્ન તપસ્વી પૂ. ગુલાબચંદજી મહારાજની જીવનઝરમર એવી સુંદર રીતે રજુ કરી હતી કે સંભળનારના હૈયાં ડોલી ઉઠ્યાં હતાં)..
વ્યાખ્યાન નં. ૮૬ ભાદરવા વદ ૧૨ ને રવિવાર
તા. ૯-૧૦-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે ભવ્ય છના હિત માટે હાકલ કરીને કહે છે કે હે આત્માઓ! અત્યાર સુધી કુગતિ રૂપી રાત્રિના ગાઢ અંધકારમાં ઘણું રખડયા. હવે મનુષ્યગતિ રૂપી પ્રભાત પ્રગટયું. અંધકાર નષ્ટ થયે ને પ્રકાશ પથરાયે. માટે સાચા માર્ગે આવી જાઓ. કયાં સુધી ભવમાં ભમશે? કઈ માણસ ઘેરથી કેઈ સ્થળે જવા માટે મોડો નીકળે. તેના મનમાં હતું કે ઉતાવળે ચાલીને સમયસર ધારેલા સ્થાને પહોંચી જઈશ, પણ અધવચ રાત્રિ પડી ગઈ. રાત્રિના ગાઢ અંધકારમાં તે ભૂલે પડયો. આમ તેમ ઘૂમવા લાગે. આમ કરતા રાત્રિ પૂરી થઈને પૃથ્વી ઉપર સૂર્યને પ્રકાશ પથરાયે, અને સામે સીધે માર્ગ દેખાવા લાગ્યો. છતાં તે માણસ સીધા માર્ગે ન ચાલતાં આડાઅવળા માર્ગે ચાલે તે તમે તેને કે કહેશે ? મૂખે ને? આ જવની પણ એવી જ દશા છે. રજની વીતી છે જાતિ વિકસી છે, વનમાં ન ઘૂમતે હે માનવી, કુગતિ મીટી છે ને મનુષ્ય ગતિ પામ્યું છે, તે કુપચે ના ભમતો હે માનવી
મુગતિ એટલે રાત્રિ અને મનુષ્યગતિ એટલે પ્રભાતને પ્રકાશ. જ્ઞાની કહે છે કે નરક, તિર્યચ, નિશૈદ વિગેરે કુગતિ રૂપી રજની વીતી ગઈ. હવે મનુષ્ય ગતિ રૂપી ચેતિ પ્રગટ થઈ છે. તે હે ભવવનમાં ભૂલા પડેલા મુસાફીર ! હવે કુમાર્ગ છેડીને સન્માર્ગે આવી જા. આ સંસાર એક ગહન વન છે. તેમાં મોહને વશ થયેલા અજ્ઞાની જીવે ભૂલા પડી જાય છે. તેને સાચે માર્ગ સૂઝતું નથી, ત્યારે મહાનુપુરુષે ત્યાગની ટોચે ચઢીને તેમને પડકાર કરીને કહે છે કે જે તમારે તમારા આત્માની સાચી સંપત્તિ મેળવવી હોય તે અમારા માર્ગે આવી જાઓ, ને વિષયકષાયથી ભરેલા સંસારને ત્યાગ કરે.