________________
શારદા દર્શન થાકેલા હોવાથી બધા સૂઈ ગયા. બધાને ભૂમિ ઉપર સૂતેલા જોઈને ભીમનું વજ જેવું હૃદય પીગળી ગયું. તેના મનમાં કેવા વિચાર આવવા લાગ્યા !
હે કર્મરાજા! તે અમારી કેવી દશા કરી ? તને કંઈ શરમ ન આવી? જે યુધિષ્ઠિર છત્રપલંગમાં મખમલની તળાઈમાં સૂતાં હતાં તે આજે આ જંગલની ઉંચી નીચી ને કાંકરાવાળી જમીન પર પથ્થરનું ઓશીકું કરીને સૂતાં છે. જેમની આગળ નિત્ય નવા નાટક થતા હતા અને સંગીતનાં મધુર સૂર સંભળાતા હતાં, તેની પાસે આજે જંગલી પશુઓની કારમી ચીસે સંભળાય છે. જેમના શરીર ઉપર જ ચંદનનાં વિલેપન થતાં હતા, તેમના શરીર ઉપર મેલના થર જામ્યા છે. જે રેજ અંગ ઉપર નવા વચ્ચે પહેરતા હતા, તેમના શરીર ઉપર ફાટયાતૂટ્યા કપડાં છે. જે ધર્મરાજાના ચરણમાં મોટા મેટા રાજાએ નમતા હતા, તેમની પાસે આજે પિતાના કુટુંબ સિવાય કેઈ નથી. જે અર્જુન વિમાનમાં બેસીને વિદ્યાધરની માફક આકાશમાં ઉડતું હતું તે ગરીબ માણસની માફક જંગલમાં રઝળે છે. સદા સુખમય જીવન વીતાવનારા સહદેવ અને નકુળ ગરીબ મુસાફરની જેમ સુઈ રહ્યાં છે. પાંચ પાંચ પાંડેની માતા અને પાંડુરાજાની પત્ની આજે નિરાધાર બનીને જમીન ઉપર સૂતી છે. પાંચ પાંચ પતિની પત્ની પાંચાલી પણ એક ગરીબ ગાય જેવી થઈને કાંકરામાં સૂતી છે. જેના અંગ ઉપર કિંમતી રત્નના આભૂષણે શોભતા હતા. તેના અંગે એક પણ આભૂષણ નથી. અરેરે...આ ભીમ જે ભડવીર જીવતે ને જાગતે બેઠો હોય છતાં એના કુટુંબની આવી દશા? આ પ્રમાણે વિચાર કરતાં ભીમનું હૃદય ભરાઈ ગયું. તેની આંખમાં આંસુ ઉભરાઈ ગયા ને આંખે લાલચેળ બની ગઈ. આ પ્રમાણે ભીમ બધાને સૂતેલાં જેતે જાય છે ને ચારે તરફ ચેકી કરી રહ્યો છે.
ત્યાં શું બનાવ બન્યા? બરાબર મધ્યરાત્રીને સમય થતાં જાણે પૃથ્વી ધમધમ થવા લાગી. ચારે તરફ વીજળી જેવા પ્રકાશના ઝબકારા થવા લાગ્યા. ડીવારમાં એક ભયંકર રાક્ષસી ત્યાં આવી પહોંચી. તે તાડ જેવી ઉંચી હતી તેની આંખે મેટી બિહામણી અને પીળી હતી. છરી જેવા જેના દાંત હતાં. સૂપડાં જેવાં કાન હતાં, બેસી ગયેલું ચપટું નાક હતું. આવી ભયાનક રાક્ષસી ભીમની સામે આવીને ઉભી રહી. તે આવી હતી ભીમને ડરાવવા પણ તેનું રૂપ જોઈને મુગ્ધ બની ગઈ. તેના પ્રત્યે મેહ જાગ્યા એટલે રાક્ષસીનું બિહામણું રૂપ બદલીને અપ્સરા જેવું સુંદર રૂપ બનાવી દીધું. ક્ષણ પહેલાં રૂપ જોઈને છાતી ફાટી જાય તેવું બિહામણું રૂપ હતું ને એટલી વારમાં આવું મનેહર રૂપ બનાવી દીધું. આ જોઈને ભીમને ખૂબ આશ્ચર્ય થયું. કાપો માણસ હેત તે ડરને માર્યો ભાગી જાત પણ ભીમે તે નીડરતાથી પૂછ્યું કે હે બાઈ ! તું કેણ છે ? અને આવી અંધારી રાત્રીમાં આવા ગાઢ જંગલમાં એકલી શા માટે આવી છે ? ત્યારે રાક્ષસીએ કહ્યું, હે નાથ ! તમે મને પ્રેમથી બેલા. મારે તિરસ્કાર ન કરે, તમારું રૂપ જોઈને હું
શા-૮૫