________________
શાહા દશન લાગવાથી જમીન ઉપર બેસી ગયા. હવે આગળ ચાલી શકાય તેવી સ્થિતિ નથી. બધાની આંખમાં ચોધાર આંસુ વહેવા લાગ્યા. અરેરે....આપણા કર્મે આપણી કેવી કપરી દશા કરી ? રોજ નવા નવા ભજન જમનારા અને આજે લૂખી સૂકી રોટીના સાંસા પડ્યાં? અહીં આપણું કઈ નહિ. બંધુઓ ! દુઃખીયા માણસની સ્થિતિ દુઃખીયા સમજી શકે છે પણ જે સુખના સરોવરમાં સ્નાન કરતાં હોય તેને શું ખબર પડે કે ભૂખ્યા માણસના પેટમાં કેવી પીડા થાય છે તે ભૂખે જ સમજી શકે પણ જેનું પેટ ભરેલું હોય તેને ક્યાંથી ખબર પડે ?
તરસથી તરફડતા ભાઈઓ, માતા અને પત્ની માટે પાણુની શોધમાં ભીમ –બધાં ખૂબ ભૂખ્યાં ને તરસ્યા થયાં છે. તેમના મુખ સામું જોવાતું નથી. આ જોઈને ભમે કહ્યું બા, મોટાભાઈ! તમે બધા અહીં શાંતિથી બેસે હું આટલામાં ક્યાંય પાણી મળે તે લઈને જલદી આવું છું. ભીમ ઘણે દૂર ગયે પણ પાણી કયાંય મળતું નથી, નિરાશ થઈને ચારે તરફ દષ્ટિ કરવા લાગ્યા, ત્યારે ઘણે દૂર પક્ષીઓ ઉડતા જોયાં. તે ઉપરથી ભીમે અનુમાન કર્યું કે ત્યાં સરેવર હશે. એમ માનીને પક્ષી ઉડતા હતાં તે દિશામાં ગયે. ત્યાં એક મોટું સરોવર જેવું એટલે આનંદ થયે, ભીમ દેડ ત્યાં પાણી લેવા માટે ગયે. પાંદડાને માટે પડો બનાવીને તેમાં પાણી ભર્યું, આ કેવા વિનયવાન આત્માઓ હશે! ભીમે પડામાં પાણી લીધું પણ પિતે ભર્યા સરોવરમાંથી પાણી ન પીધું. આજે તે એમ થઈ જાય કે આટલે આવ્યા છીએ તે પાણી પીતા જઈએ. ભીમે એવો વિચાર ન કર્યો, એને પિતાને પણ ખૂબ તરસ લાગી હતી, છતાં એક જ વિચાર કર્યો કે મારી માતા, મારા મોટાભાઈ બધા પાણી વિના તરફડતા હોય ને હું પાણી પીઉં! નાના. તે પડામાં પાણી લઈને જલદી પહોંચી ગયા અને બધાને પાણી પીવડાવ્યું. થોડું વધ્યું તે પિતે પીધું. બધાને શાંતિ વળી એટલે ભીમે કહ્યું- હવે ધીમે ધીમે આગળ પ્રયાણ કરીએ, પણ કોઈને ચાલવાની હિંમત નથી. બધાને નરવશ થઈ ગયેલાં જઈને ધર્મરાજા ચિંતાતુર બની ગયા કે આ જંગલમાં કયાં સુધી બેસી રહીશું ને આ બધાને લઈને કેવી રીતે આગળ જવાશે? ભીમ ધર્મરાજાનું મુખ જોઈને સમજી ગયા ને કહ્યું મોટાભાઈ! તમે શા માટે ચિંતા કરે છે? હું તમને બધાને ઉચંકીને ચાલીશ, ચાલો ઊભા થાઓ.
દક્ષિણ અંધ માત બિઠાઈ, દાયે સ્કધ પર નાર,
લઘુ ભ્રાતા દેને કે પીઠ પર, દેન ભુજ આધાર, હે....શ્રોતા. જમણું ખભે માતા કુંતા અને બેસાડ્યા, ડાબા ખંભે દ્રૌપદીને બેસાડી, સહદેવ અને નકુળને બે બાજુ પીઠ ઉપર બેસાડ્યા અને બે ભુજાઓ ઉપર ધર્મરાજા અને અર્જુનને બેસાડ્યા. આમ છ જણને ઉંચકીને મહાન બળવાન ભીમ આગળ ચાલ્ય.