________________
૨૬૦
શારદા દર્શન
બંધુઓ! તમે સાંભળ્યું ને કે શેઠને ગુરૂદેવ પ્રત્યે કેટલી ભક્તિ હશે! અહીં વનપાલકે કુણુવાસુદેવને વધામણી આપી કે હે મહારાજા ! જેમના દર્શનથી દુઃખ દૂર થાય છે, પાપી પાવન બની જાય છે ને ભવના ફેરા ટળી જાય છે તેવા ત્રિલેકીનાથ શાસનપતિ, નેમનાથ ભગવાન પરિવાર સહિત ઉદ્યાનમાં પધાર્યા છે. આ વધામણી સાંભળીને કૃષ્ણ વાસુદેવનાં સાડા ત્રણકોડ મરાય ખીલી ઉઠ્યા, ને હૈયામાં અલૌકિક આનંદ થયે. માથે મુગટ રાખીને જેટલાં આભૂષણ અંગ ઉપર પહેરેલા હતાં તે બધા વધામણી આપવા આવનાર વનપાલકને દઈ દીધા, શેઠે ગુરૂ પધાર્યાની વધામણી આપવા આવનારને રૂ. (૩૧૦૦૦) દઈ દીધા, તે આવા ત્રિખંડ અધિપતિ વાસુદેવ તે કેટલું આપે ! વાસુદેવના અલંકારે કેટલા કિંમતી હાય ! કૃષ્ણવાસુદેવને મનાથ ભગવાન ઉપર અખૂટ શ્રદ્ધા હતી. ભગવાન કે ભવગાનના સંતે આગળ ત્રણ ખંડનું રાજ્ય તેમને મન તુચ્છ હતું. વધામણી આપવા આવનાર વનપાલકનું દરિદ્ર ટળી ગયું. હવે હું તમને પૂછું છું કે તમને કોઈ માણસ અગર તમારે નાનો દીકરે દોડતે હર્ષભેર વધામણી આપવા આવે કે બાપુજી! ઉપાશ્રયમાં મહારાજ સાહેબ પધાર્યા છે, તે તમે તેને શું આપશે? કઈ દિવસ આપ્યું છે ખરું? “ના,” પણ જે કઈ એવી વધામણી આપવા આવે કે તમારા દીકરાની વહુએ બાબાને જન્મ આપે છે તે હૈયું નાચી ઉઠે ને વધામણું આપવા આવનારને કંઈને કંઈ આપી દેશે, પણ વિચાર કરજો કે આ વધામણી તમને તારનાર નથી, સંસારમાં ડૂબાડનારી છે. હવે એટલું નકકી કરજો કે તમને કેઈ સાધુ-સાધ્વી પધાર્યાની વધામણી આપવા માટે આવે તે તમે વધુ ન આપી શકે તે ખેર, પણ તમારા ખિસ્સામાં હોય તે આપી દેવું. (હસાહસ) કેમ બધાં હસ્યા? (તામાંથી) અવાજ -અરે, અમારા ખિસ્સામાં તે કંઈક વાર ઘણું હાય.
અરે, મારા ભાઈ ! દેવ, ગુરૂ અને ધર્મની ભક્તિમાં તમને ઉત્કૃષ્ટ ભાવ આવશે. તે તમારા કર્મો ખપી જશે, અનંતા કર્મોની નિર્જરા થશે. દેવ-ગુરૂની ભક્તિમાં ખર્ચેલાં નાણું એ જ સાચા નાણાં છે. બાકી તો બધા કાંકરા છે, જે તમારા હાથે દાનમાં વાપરશે તે જ તમારું છે. કૃષ્ણ વાસુદેવ દેવ-ગુરૂ અને ધર્મની ભક્તિમાં નાણાંને વ્યય કરતાં પાછું વાળીને જોતાં ન હતાં. ભગવાનને જોઈને કૃષ્ણ વાસુદેવ ગાંડાઘેલાં થઈ જતા હતા. તેમનું હૈયું નાચી ઉઠતું હતું, કે હે પ્રભુ! હું તારી શું ભક્તિ કરું! શું તારા ગુણ ગાઉં!
અંબરમાં ચમકે અસંખ્ય સિતારા, પાર કદી પામે નહિ એને ગણનારા, ગુણ તારા ઝાઝાં ને થોડું મારું જ્ઞાન કેમ કરી ગાઉં..
પ્રભુ પધાર્યાની વધામણી સાંભળીને કૃષ્ણ વાસુદેવ સિંહાસનેથી ઉભા થઈ ગયા, ને જે દિશામાં ભગવાન બિરાજમાન હતાં તે દિશા તરફ મુખ રાખીને તિખુત્તોને પાઠ ભણી