________________
૧૫૮
શારદા દર્શન તેટલી સાધનામાં બેટ પડે છે, એટલા માટે ભગવંતે દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે હે મારા શ્રમણે અને શ્રમણીએ ! જે તમારે નિર્મળ ચારિત્ર પાળવું હોય તે, “સિદ્ધિ સથવું ન જ્ઞા, ગુઝા સાÉÉ સંથ !” ગૃહસ્થને અતિ સંસર્ગ ન કરે. હા, ગૃહસ્થ તમારી પાસે આવે છે તેને ધર્મ પમાડવાની વાત કરે પણ બીજી આડી અવળી વાતે કરીને સ્વાધ્યાય-ધ્યાન કરવાને અમૂલ્ય સમય બગાડે નહિ. જે તમને સંસર્ગ કરવાનું મન થાય તે સંતેને સંગ કરે. જેથી તમારા આત્મામાં જાગૃતિ આવે, નેમનાથ ભગવાનના અઢાર હજાર (૧૮૦૦૦) સંત હતાં, આવા મેટા વિશાળ સાધુ સમુદાય સહિત નેમનાથ ભગવાન દ્વારકા નગરીની બહાર ઉદ્યાનમાં પધાર્યા.
ઉદ્યાનમાં વનપાલકો રહેતાં હતાં, તેમનાથ ભગવાન પધાર્યા એટલે તરત વનપાલકે એ ભગવાનને ઉતરવાની આજ્ઞા આપી, અને પાટ–પાટલા વિગેરે પઢીયારી ભગવાનને કલ્પતી. ચી આપી. પાટીઆરી વસ્તુ એટલે તમે સમજે છે ? જે વસ્તુ લઈને પાછી આપી શકાય તે પઢીયારી વસ્તુ કહેવાય. દા. ત. પાટ, પાટલા, બાજોઠ વિગેરે. આ ચીજો સાધુ સાથે લઈને ફરતાં નથી. એ જે જે ધર્મસ્થાનકમાં જાય ત્યાં શ્રાવકેની આજ્ઞા લઈને વાપરે છે. સેય, કાતર વિગેરે ચીજોની જરૂર પડે ત્યારે ગૃહસ્થને ઘેરથી લઈ આવે ને સૂર્યાસ્ત પહેલાં ગૃહસ્થને પાછા સેપી દે છે. દવા વિગેરે ઔષધિ પણ સાધુથી રાતના ન રખાય. સવારે લઈ આવે ને સાંજે પાછી ગૃહસ્થને સેંપી દે. આ બધી વસ્તુઓ પઢીઆરી છે અને આહાર, વસ્ત્ર વિગેરે ચીજો લીધા પછી ગૃહસ્થને પાછી આપી શકાય નહિ. ઉદ્યાનપાલકે ભગવાનને પાટ-પાટલા વિગેરે ચીજો આપી. ત્યાર પછી તરત કૃષ્ણવાસુદેવને ભગવાન પધાર્યાની વધામણી આપવા માટે ગયે. વનપાલકને ભગવાન કે ભગવાનના સંત પધારવાની વધામણી આપવા જવાને ઉમંગ હોય છે. કારણ કે જેમના આગમનથી રાજા મહારાજાઓના દિલ આનંદિત થઈ જતાં હોય, જેમના ચરણમાં તેઓ શિર ઝૂકાવતા હેય તેમની વધામણી આપવા જવાને ઉમંગ હોયને? અને એ મહારાજાએ ભગવાન પધાર્યાની વધામણી આપવા આવનારને ન્યાલ કરી દેત આ તે રાજા મહારાજાની વાત છે પણ એ સમયનાં શ્રાવકે પણ એવા હતાં.
વર્ષો પહેલાં ખંભાતમાં બનેલી વાત છે. એક વખત કોઈ મોટા આચાર્ય મહારાજ ખંભાત શહેરના નાકે પધાર્યા. આ વાતની ખબર પડતાં એક નેકર દેડો એના શેઠને મહારાજ પધાર્યાની મંગલ વધામણી આપવા આવ્યું. આચાર્ય ભગવંત પધાર્યાની વધામણી - સાંભળીને શેઠ ખુશખુશાલ થઈ ગયા, અને વધામણી આપવા આવનાર નેકરને એક ચાવીને ગૂડે આપીને કહ્યું કે આ ગૂડામાંથી તું ગમે તે એક ચાવી કાઢી લે, એ ચાવી. જેની હોય અને તેમાં જે માલ ભર્યો હોય તે બધું તને ભેટ આપી દઉં છું. નોકરે મૂડામાંથી એક મોટી ચાવી કાઢી. ચાવી જેઈને શેના મનમાં થયું કે આ બિચારે અજ્ઞાની