________________
દર
શારદા દેશને
દર્શન
ધન્ય હૈ મેરી કલા કુશલતા, મૂરખ દિયા બનાય, ચતુર્દશી અંધેરી કે દિન, ફ્રેંગા ઉન્હેં જલાય હો...શ્રોતા....
અહા ! હુ` કેવા હેાંશિયાર છું! મારી બુદ્ધિથી મેં આવા બુદ્ધિશાળી પાંડવાને મૂર્ખા બનાવી દીધા છે. ખસ, હવે તેા કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે હું જલ્દી એમને જલાવી ઉ. હવે સ્હેજ પણ વિલ'ખ કરવા નથી. કારણ કે જો કોઈ વાત ફાડનાર મળી જાય તા બધી બાજી બગડી જાય ને મારી મહેનત બધી ધૂળમાં મળી જાય. આમ કલ્પના કરતા એના પાપકાયની સિદ્ધિ કરવાના મનોરથ સેવતા હતા પણ પાંડવા એનાથી સાવચેત મનીને બધું ધ્યાન રાખતાં હતાં. કુંતામાતા અને દ્રૌપદી તાજેમ બને તેમ વિશેષ ધર્મારાધના કરતાં હતાં. સાધુ–સંતના ચાગ મળે તે સુપાત્ર દાન દેતા. કોઈ દીનદુ:ખીની સેવા કરતા અને પ્રભુને પ્રાથના કરતાં હતાં કે સૌને સદ્ગુદ્ધિ મળજો, પણ કદી એમ નથી ઓલ્યા કે આ પાપી દુર્ગંધને અમને ભિખારી કરીને જંગલમાં કાઢી મૂકયા અને હજી પણ અમારો વિનાશ કરવા ઉઠયો છે તા એના વિનાશ થજો. કુંતામાતા અને દ્રૌપદી બંને સતી સ્ત્રીઓ હતી. તે ધારે તેા પલકારામાં એને બતાવી દેત, પણ મહાન આત્માઓ કોઈનુ અહિત થાય તેવું ઈચ્છતા નથી. તે દુશ્મનનું પણ ભલુ ઈચ્છે છે.
“ અજાણી સાત વ્યક્તિ આવતા કુંતા માતાએ આપેલા આદર : ' એક દિવસ એક વૃદ્ધ માતા, તેના પાંચ પુત્ર અને એક પુત્રવધૂ એમ સાત માણસનું કુટુંબ ઘણે લાંબેથી મુસાફરી કરીને થાકયા પાકયા મહેલ પાસે આવીને ઉભા રહ્યા. તેમનાં મુખ ઉપર થાક, ભૂખ અને તરસની વ્યથા દેખાતી હતી. તે જોઈ ને કુંતામાતાને ખૂબ દયા આવી. તેથી તેમને મહેલમાં ખોલાવ્યા ને સ્નાનાદિ કરીને પ્રેમથી જમાડચા, ત્યારે વૃદ્ધાએ કહ્યુંઃ ખા ! અમે અહીંના અજાણ્યા છીએ ને ખૂબ થાકી ગયા છીએ તે આપને હરકત ન હોય તા મહેલના એક ખૂણામાં અમે પડચા રહીશુ. કુંતામાતાએ કહ્યું: બહેન ! અમને કાંઈ હરકત નથી. મહેલ ઘણેા વિશાળ છે. ખુશીથી રહેા. તમે પણ અમારા જેટલાં જ છે. મારે પાંચ પુત્રો ને એક વડુ છે તેમ તમારે પણ છે. આપ ખુશીથી રહેા. એમ કહીને એક અલગ રૂમ તેમને રહેવા માટે આપી.
સાત માણસનું કુટુંબ ત્યાં સુખપૂર્ણાંક રહેવા લાગ્યું. કુંતામાતા અને દ્રૌપદી પણુ સમજતાં હતાં કે દુઃખીની દયા કરી તેમની સેવા કરવી. શાતા ઉપજાવવી એ માનવમાત્રને ધર્મ છે. આપણે કોઈને શાતા ઉપજાવીએ તો આપણને શાતા મળે. કોઈ ને દુઃખ આપીએ તા દુઃખ મળે, એમ શુભાશુભ કમનાં ફળ સમજીને શુદ્ધ ભાવથી તેમની સેવા કરવા લાગ્યા. પોતે જે જમે તે તેમને જમાડતા. તેમની સાથે સ્હેજ પણ ભેદભાવ રાખતા નથી. પણ કુંતામાતા એમને વાત કહેવી ભૂલી ગયા કે તમે વદ ચૌદશના દિવસે આ મહેલમાં રહેશે નહિ. ખરેખર, આવનાર જીવના કાઈ ગાઢ કમ'ના ઉદય હશે કે તેથી એ વાત