________________
શાદ ને જાઉં એવો વેગ ઉપડ્યો છે. સમ્યફદષ્ટિ આત્મા કર્મના ઉદયથી સંસારમાં પડ્યો હોય પણ
જ્યાં દેવ-ગુરુ અને ધર્મનું નામ સાંભળે ત્યાં એના રૂંવાડા ખડા થઈ જાય. એમને સંસારના સમગ્ર સુખે તુચ્છ દેખાય છે. જેમ કાદવમાં પડેલું તેનું કટાતું નથી તેમ સમ્યક્દષ્ટિ જ્ઞાની આત્મા સંસાર રૂપી કાદવથી લેપાયે હોવા છતાં તેનાથી અલિપ્ત બનવાની ભાવના રાખે છે. તે માટેનો પુરૂષાર્થ પણ કરતાં રહે છે, પણ જે અજ્ઞાની મિથ્યા દષ્ટિજીવે છે તે સંસારના કાદવમાં ગળાબૂડ ખેંચી જાય છે. સમ્યફદષ્ટિ જ પાપકર્મોથી ડરે ત્યારે અજ્ઞાની અને પાપને ડર લાગતું નથી. એ કર્મબંધન કરતાં પાછા પડતા નથી. પછી કર્મરાજા એના ઉપર એવી સત્તા જમાવે છે કે એને સાચી દિશા સૂઝવા દેતા નથી. પરિણામે તે જેને ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે.
કૃષ્ણ વાસુદેવ પ્રભુના દર્શને જવા માટે તૈયાર થયાં ત્યારે તેમના લઘુ બંધવ ગજસુકુમારે પૂછયું–મેટામાઈ! આપણી નગરીમાં આટલે બધે ઉત્સાહ શેને છે? આટલા બધાં માણસો હર્ષભેર ક્યાં જઈ રહ્યા છે ? ને તમે પણ તૈયાર થઈને કયાં જાઓ છો ? તમારા મુખ ઉપર આટલે બધે આનંદ મેં કદી જોયે નથી. આજે અલૌકિક આનંદ કેમ દેખાય છે? ત્યારે કૃષ્ણજીએ કહ્યું – મારા લઘુ બંધવા! આજે આપણી નગરીમાં સ્વ–પર કલ્યાણકારી ભવ્ય જીના નાથ, અધમ ઉદ્ધારણ, પતિતપાવન, નેમનાથ ભગવાન પધાર્યા છે. તેમના દર્શન કરવા માટે હું જાઉં છું. નગરજનો પણ ત્યાં જઈ રહ્યાં છે. ત્યારે ગજસુકુમારે કહ્યું–મોટાભાઈ! હું પણ તમારી સાથે ભગવાનના દર્શન કરવા આવીશ. આ સાંભળીને કૃષ્ણજીને આનંદ થયે, અહો ! હું પૂરો ભાગ્યવાન છું કે મારો લઘુ બંધ હજુ તે ઉગીને ઉભે થાય છે, આવા બાલુડાને ધર્મ શું કહેવાય તેની ખબર પણ ના હોય તેને બદલે ભગવાનનાં દર્શન કરવા તૈયાર થયે ! સમકિતી આત્મા પોતે ધર્મ કરે છે ને બીજાને ધર્મ કરતાં જોઈને ખૂબ આનંદ અનુભવે છે, અને જે ધર્મ નથી સમજતાં તેને ધર્મ પમાડવાની કેશિષ કરે છે. વધુ શું કહું, સમકિતી આત્માના દિલમાં એવી ભાવના હોય છે કે મારા ઘરનો એક પણ મેમ્બર ધર્મ પામ્યા વિનાનો રહી જ ન જોઈએ. એક પણ જીવ જે ધર્મ પામ્યા વિના રહી જાય તે તેના દિલમાં ખૂબ ખેદ થાય છે. ગજસુકુમારે કહ્યું–મોટાભાઈ! મને તમારી સાથે ભગવાનના દર્શન કરવા લઈ જાઓ. તેથી કૃષ્ણવાસુદેવને ખૂબ આનંદ થયે.
“ गयसुकुमालेणं कुमारणं सद्धि हथिखंघ वरगए सकोरंट मक्लयामेणं छत्तेणं धरेज्जજાળf સેવવામા fહું વધુa fહું ૨” કૃષ્ણવાસુદેવ સ્નાનાદિ કરી વિભૂષિત થઈને ગજસુકુમારની સાથે હાથી ઉપર બેઠાં, તેમના માથે કેરંટ પુષ્પોની માલાથી યુક્ત છત્ર ધરવામાં આવ્યું ને શ્વેત કલરનાં શ્રેષ્ઠ ચામર વીંઝાવા લાગ્યા. ભગવાનના દર્શને જવા