________________
શારા દર્શન શ્રેષ્ઠીપુત્રના મનમાં હતું કે હું પરદેશમાં જઈને ખૂબ ધન કમાઈને દેશમાં આવું ને બધાને બતાવી આપું કે હું કે ધન કમાઈને આવે ! હું કે હોંશિયાર છું. વહાણ ભાંગી જવાની સાથે એને મનનાં મોરના ભૂકા થઈ ગયાં. શેઠને પુત્ર સમુદ્રમાં પડ્યો, પણ એટલા એના સદ્ભાગ્ય કે હાથમાં એક પાટીયું આવી ગયું. ભાઈસાહેબ પાટીયાના સહારે દરિયામાં તરવા લાગ્યા. એના હૈતીયાની ગાંઠ ધીમે ધીમે ઢીલી પડી ગઈ, પણ હવે શું કરવું ? એ જોતીયાની ગાંઠ પકડવી કે પાટીયું પકડવું? ચારે બાજુ સાગરના પાણુ ઉછાળા મારી રહ્યા છે. હવે જે પાટીયું છેડીને જોતીયું પકડવા જાય તે મામલે ખલાસ થઈ જાય. બધું તે ગયું પણ ભેગે પોતે પણ દરિયામાં ડૂબી જાય. ભાઈ સાહેબનું
તીયું પણ પાણીમાં તણાઈ ગયું. નગ્ન થઈ ગયે. પણ શું થાય? બીજો કોઈ ઉપાય ન હતું. તેણે એક જ વિચાર કર્યો કે જીવતે સામે કિનારે પહોંચી જઈશ તે કઈ ને કઈ અંગ ઢાંકવા વસ્ત્રનું દાન કરનારો મળી જશે, પણ જે પાટીયું છેડી દઈશ તે ડૂબી મરીશ, તેના કરતાં ભલે મારું જોતીયું ગયું પણ મારે પાટીયું છોડવું નથી.
શ્રેષ્ઠીપુત્રે બેતીયું જતું કર્યું પણ પાટીયું મજબૂત પકડી રાખ્યું, તે ચાર પાંચ દિવસે કિનારે પહોંચ્યું. એને નગ્ન જોઈને કોઈ દયાળુએ વસ્ત્રને ટુકડો આપે તે પહેરી લીધે. એણે ભગવાનને ઉપકાર માનતાં કહ્યું મારા હાથમાં પાટીયું આવ્યું તે બચ્ચે, પણ છેતીયું બચાવવા ગયા હતા તે મરી જાત. બંધુઓ ! આ દૃષ્ટાંત ઉપર જે વિચાર કરીએ તે આપણને તેમાંથી ઘણે બેધ મળે તેમ છે. જીવાત્માએ સંસારરૂપી સમુદ્રમાં પડેલા છે. મહાન પુણ્યગે જૈન ધર્મ રૂપી પાટીયું આપણું હાથમાં આવ્યું છે. આ ધન, માલ, બંગલા, વૈભવ, બગીચા, પુત્ર-પરિવાર, બધાં પેલા છેતીયા જેવા છે. જે ધર્મ રૂપી પાટીયાને છોડી દઈને છેતીયા સમાન ધન આદિ મેળવવા અને સાચવવામાં પડી જશે તે સમજી લેજો કે ચતુર્ગતિ રૂપી વિકરાળ ભવસાગરમાં ડૂબી જશે. પછી નરકમાં રી રૌ વેદના ભેગવવી પડશે. તિર્યંચમાં પશુ અને પક્ષી માં જન્મીને પરાધીનપણે દુઃખ ભેગવવા પડશે. મનુષ્યમાં પણ રોગગ્રત અવસ્થા, ગરીબાઈ વિગેરે દુઃખ આવશે. આવા દુઃખ ભેગવવા ન હોય તો ધર્મ રૂપી પાટીયું છોડશે નહિ.
હું તમને પૂછું છું કે ભરદરિયે શ્રેષ્ઠ પુત્ર જેવી દશા થાય તે તમે કોને પકડશે ? પાટીયાને કે છેતીયાને ? ત્યાં તે તમને તમારો જીવ વહાલે છે. ધોતીયું જતું કરીને પણ જીવ બચાવશો. કારણ કે તમે સમજે છે કે “જીવતે નર ભદ્રા પામે.” જીવતા હશું તો બધું મેળવશું. એવી રીતે આત્માને ભવસાગરથી તારવા માટે આ વિચાર કરે. કદાચ પાપકર્મના ઉદયે ઘરબાર, પૈસા બધું ચાલ્યું જાય પણ કદી ધર્મને છોડશે નહિ, ત્યારે એ વિચાર કરો કે ભલે બધું ચાલ્યું ગયું પણ ધર્મ રૂપી સદ્ધર પાટીયું મારા હાથમાં આવી ગયું છે તે તેને શા માટે છોડું? આ તે બધું વહેલું કે મેડું જવાનું છે તે