________________
શારદા દર્શન માટે કેઈ હાથી ઉપર બેસે છે, કઈ ઘોડા ઉપર બેસે છે, કઈ રથમાં બેસીને જાય છે ને જેને આવી કોઈ સગવડ ન હોય તે બધા પગે ચાલીને જાય છે. કૃષ્ણવાસુદેવ અને દ્વારકા નગરીમાં વસતાં શ્રીમંત શેઠીયાઓ પિતાપિતાના હોદ્દા પ્રમાણે હાથી, ઘડા કે રથમાં બેસીને ભગવાનનાં દર્શન કરવા જાય છે. તેઓને વૈભવને અભિમાન નથી, કે અમે આવા શ્રીમંત છીએ એ આડંબર બતાવવા માટે નહિ પણ લોકેને એમ સમજાવે છે કે અમારી પાસે ધન, બંગલા, બગીચા, પુત્ર-પરિવાર વિગેરે ભૌતિક સુખ છે પણ એમાં અમને સાચું સુખ દેખાતું નથી તેથી અમે જેમણે સાચું સુખ પ્રાપ્ત કર્યું છે એવા ભગવાનનાં શરણે જઈએ છીએ. અમારી પાસે આટલે વૈભવ હોવા છતાં જે સુખ અને શાંતિ નથી તે ભગવાન પાસે છે.
દેવાનુપ્રિયે! તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય કે સુખનાં સાધને હોય છતાં શાંતિ કે સંતેષ છે? ધુમાડાના ગોટેગોટા જોઈને કોઈ માણસ એમ વિચાર કરે કે મારે આ ધૂમાડાના ગેટને હાથમાં પકડવા છે તે પકડાય ખરા ? તેમ સંસારનાં સુખ ધુમાડાના ગોટાને બાચકા ભરવા જેવું છે. સાચું સુખ ત્યાગમાં છે, “રાંત સુઠ્ઠી મુળી વીતર ” વીતરાગ પ્રભુની આજ્ઞામાં વફાદાર રહેનાર મુનિ સાચા સુખી છે. ત્યાગી મુનિનાં સુખ આગળ ઈન્દ્રનું સુખ પણ તુચ્છ છે. મોટા મોટા ચક્રવતિઓ, રાજા-મહારાજાઓએ પણ સંસારનું સુખ છોડીને ત્યાગમાર્ગ અપનાવ્યું છે. મહાન પુણ્યના ઉદયે આવા વિતરાગી સંતે તમને મળ્યાં છે. તે તમે તેમની પાસે આવીને ધર્મના સ્વરૂપને સમજી લે. ધર્મનું બરાબર આચરણ કરે. યાદ રાખજો, બધું મળશે પણ ધર્મ નહિ મળે. ભવસમુદ્રમાં ડૂબતા અને ધર્મ સહાયક છે.
એક શ્રીમંત શેઠ હતાં. ધન વૈભવને તૂટો ન હતો. તેમને એક દીકરો હતો. તે ભણીને વહેપારમાં તૈયાર થઈ ગયે હતે. એક વખત તે એના પિતાને કહે છે મારે વહાણ લઈને પરદેશ કમાવા જવું છે. એના પિતાએ કહ્યું-બેટા! આપણે ઘેર સંપત્તિને તૂટો નથી. વળી તું એકને એક પુત્ર છે. માટે પરદેશ કમાવા મારે તને મેલ નથી. પણ છોકરે કહે છે કે મારે તે જવું જ છે. હઠે ચડ્યો એટલે બાપને રજા આપવી પડી. એણે જવાને દિવસ નક્કી કર્યો ત્યારે શેઠે કહ્યું–બેટા! એ દિવસ સારે નથી. તું અઠવાડિયા પછી જા, પણ છોકરાએ મેઈની વાત માની નહિ અને જે દિવસ તેણે નકકી કર્યું હતું તે દિવસે ઘેરથી નીકળે. ઘરમાંથી નીકળતાં તેને અપશુકન થયા, ત્યારે એના પિતાજીએ કહ્યું-બેટા! અપશુકન થાય છે, પાછો વળ, પણ અભિમાની છેક આપ કમાઈની ઇચ્છાથી વહાણુમાં બેસીને સમુદ્રની સફરે નીકળે. મધદરિયે વહાણ પહેપ્યું. અપશુકને ભાવ ભજવ્યાં. દરિયામાં ખૂબ આંધી આવી. ભયંકર તોફાન થયું ને તેનું વહાણ ખડક સાથે અથડાયું. વહાણ ભાંગીને ભૂકકે થઈ ગયું. ધન અને માલ સમુદ્રમાં તણાઈ ગયા.