________________
: શારદા દર્શન
૬૫૭ ધર્મરૂપી કલ્પવૃક્ષના ફળે છે. અર્થાત્ ધર્મરૂપી કલ્પવૃક્ષના એટલા બધા ફળ હોય છે કે તેનું વર્ણન એક જીભથી કરી શકાતું નથી. આવા ધર્મરૂપી કલ્પવૃક્ષની પ્રાપ્તિ માટે ભગવાને શાસ્ત્રમાં ઉપદેશેલા ધર્મની આરાધના કરે.
આપણે ગજસુકુમારને અધિકાર ચાલે છે. તેમાં સમિલ બ્રાહ્મણની પુત્રી સેમા સારા શણગાર સજીને તેની સરખી સાહેલીઓની સાથે ઘેરથી નીકળીને રાજમાર્ગ ઉપર રમવા માટે આવી. તે સેનાના દડાથી રમી રહી છે. સેનાના દડાથી રમતી સેમા તેની સખીઓ વચ્ચે કેવી દેખાતી હતી? જાણે સેનાની ધ્વજા ફરકતી ન હોય ! જાણે અત્યારે આકાશમાં વીજળી ચમકતી ન હોય ! જાણે નયન નેહર કપુલત્તા જ ન હોય! જાણે રત્નની માળાઓ ભેગી કરી ન હોય! તેવી તે સમા તેની સખીઓની વચ્ચે શેભતી હતી. તેનું રૂ૫ સુવર્ણ ચંપકની કળ જેવું અને નીલકમળની પાંખડીઓ જેવું શોભતું હતું.
સર્વ વિદ્યાઓમાં જાણે શબ્દ વિદ્યા, રસ વૃત્તિઓમાં કૌશિકી વૃત્તિ, છુંદેમાં ઉન્નતિ, જ્ઞાતિઓમાં વૈદભી, સૂર લહરીઓમાં પંચમ સૂર, સર્વ વીણાઓમાં મહાઈ વીમ મહાન ગણાય છે, તેમ બધી કન્યાઓમાં આ સોમા કન્યા ચંદ્રમા સમાન શોભતી હતી. તેની કાયા સશક્ત, સુંદર અને નીરોગી હતી, તેના નયનમાં તેજસ્વિતા હતી, તેનું લલાટ ભવ્ય દેખાતું હતું. તેનું વક્ષસ્થલ સાહસ અને શૌર્યના પ્રતીક સમું દેખાતું હતું. તે સ્ત્રીઓની ચૈસાડ કળામાં, અક્ષરજ્ઞાન, વ્યાકરણ, સંગીત, ચિત્રકલા, રાજને તિ, ધનુર્વિધા, શસ્ત્રકળા, ધર્માનુકુલ નીતિશાસ્ત્ર વિગેરે વિદ્યામાં પારંગત હતી. આ સેમાં દરેક કાર્યમાં ખૂબ પ્રવીણ અને હોંશિયાર હતી. આ બધું તેની પૂર્વની પુનાઈનું ફળ હતું.
સખીઓ અને દાસીઓની વચમાં ચંદ્ર અને સૂર્ય સમાન શેભતી રોમા સેનાના ગેડી દડાથી રમી રહી છે. રમવાની મસ્તી જામી છે. આનંદ-કિલેલ કરી રહી છે. અહીં તેમની રમતને બરાબર રંગ જામે છે. તે સમયે શું બને છે, “તેf જ તે સમi રાજા દુિનેની સમો, પરિમા જાજા !” સોમા સોનાના ગેડીદડે રમતી હતી તે કાળને તે સમયે બાર એજન લાંબી અને નવ યોજન પહોળી દ્વારકા નગરીમાં અજ્ઞાનના તિમિરને ટાળી જ્ઞાનની જ્યોતિ જગાવનાર, ભવ્ય જીને ભવસાગરથી તારવા નૌકા સમાન, અનાથના નાથ, કરૂણસિધુ નેમનાથ ભગવાન શામાનુગ્રામ વિચરતાં વિચરતાં તેમના શિષ્ય પરિવાર સાથે દ્વારકા નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં પધાર્યા.
એ સમયમાં તીર્થકર ભગવાન અને તેમના સંતે શહેરમાં વસ્તીમાં ઉતરતાં ન હતાં પણ વસ્તીથી દૂર ઉતરતાં હતાં કારણ કે સાધુ-સાવીઓ જેટલાં ગૃહસ્થના નિવાસથી
દૂર રહે તેટલી સાધનામાં વધુ શાંતિ રહે છે. જેટલા વધુ ગૃહસ્થના પરિચયમાં રહેવાય છે. શા-૮૩