________________
શાદા દર્શન માટે કેડે પડશે. તે કરતાં આગ લગાડશે ત્યારે જે સુરંગ દ્વારા બહાર નીકળી જઈશું તે એ એમ માનશે કે તે આગમાં બળી ગયા. એટલે એનું કાળજું ઠરશે ને આપણી શોધ કરાવતે અટકશે. આ રીતે આપણે સુખેથી રહી શકીશું, અને આ બ્રાહ્મણને મારવાથી શું ? એ તે ચિઠ્ઠીને ચાકર છે. શૂરા સૈનિકે કીડી ઉપર કટક ન ચલાવે. સિંહ મૃગલાને મારે તેમાં તેની શૂરવીરતા દેખાતી નથી પણ જે હાથીને મારે તે સિંહની શૂરવીરતા દેખાય છે. તેમ તમે આવા શૂરવીર થઈને મૃગલા જેવા બ્રાહ્મણને મારે તેમાં શભા નથી પણ તેર વર્ષ પૂરા થયા પછી સામી છાતીએ દુર્યોધનને તમારું બળ બતાવજો.
આ પ્રમાણે હિતશિખામણ આપી ધર્મરાજાએ ભીમ અને અર્જુનને ઠંડા પાડયા. આ તરફ સુરંગ તૈયાર થઈ ગઈ સુરંગમાં પ્રવેશ કરવાનું દ્વાર હતું તેના ઉપર ભીમને સૂવાને પલંગ રાખ્યું હતું. એ દ્વાર એવી રીતે બનાવ્યું હતું કે કેઈને ખબર ન પડે. રાત્રે પાંડે, કુંતાજી, દ્રૌપદી બધા સુરંગમાં જતાં હતાં. આગ લાગે ત્યારે કેવી રીતે જવું, આ સમયે તકલીફ ન પડે તે માટે સુરંગમાં ઉતરીને ચાલતાં હતાં. ઉપર મહેલ છે અને નીચે ગુપ્ત રીતે સુરંગ તૈયાર થઈ છે તે વાતની પુરેચનને કંઈ જ ખબર નથી. એ એના કાર્યને સફળ કરવાના આનંદમાં મગ્ન હતા. તે દરરોજ પાંડ પાસે આવીને મીઠી મીઠી વાત કરતા હતા. જ્યાં સુધી એના કપટની ખબર ન હતી ત્યાં સુધી સૌ તેની સાથે પ્રેમથી બેલતાં હતાં પણ હવે તેના પ્રત્યે પ્રેમ આવે? હવે તે ઉપરથી પ્રેમ બતાવતાં હતાં, પણ એ માનતે હતું કે મેં પાંડને કેવા મારા બનાવી દીધા છે. હવે એમને મારા ઉપર અવિશ્વાસ નથી એટલે મારું કામ જલ્દી કરી લઉં. જ્યારે વદ ચૌદશને દિવસ આવે તેની પુરેચન રાહ જોવા લાગ્યો ને દુર્યોધનને પણ તેણે સમાચાર મેકલાવી દીધાં કે આ દિવસે હું આ કામ કરીશ.
આ તરફ પાંડ પણ સાવધાન બની ગયા છે. એ વિચાર કરવા લાગ્યા કે ચૌદશના દિવસના બદલે કદાચ વહેલો આગ લગાડે તે! માટે સજાગ રહેવું જોઈએ. એટલે ભીમ મહેલના ધાબા ઉપર ચઢતે. અર્જુન અગાશીમાં આંટા મારતે. સહદેવ, નકુળ વિગેરે છૂપી રીતે ધ્યાન રાખવા લાગ્યા, અને કુંતાજી તથા દ્રોપદી વિગેરે આપત્તિમાંથી ક્ષેમકુશળ બચી જવાય તે માટે પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. સુપાત્રે દાન આપવા લાગ્યા. હવે પુરેચન કેવી રીતે આગ લગાડશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.