________________
શારદા દેશન
૧૫૭
ગુણુ ભૂલતાં નથી ને અવગુણી અવગુણ છેડતાં નથી. તે અનુસાર પાંડવા ગુણુવાન છે એટલે દુર્ગંધનનાં ગુણુ જુએ છે, પણ દુર્ગંધન દુગુ ણી છે એટલે તેણે પાંડવાને જુગારમાં અધુ' હરાવીને જંગલમાં માકલી દીધાં છતાં તેના અંતરમાંથી અશાંતિની આગ એલવાતી નથી એટલે હજુ પાંડવાના વિનાશ કરવાની યુક્તિ શોધવા લાગ્યા, પણ પાંડવાના હજુ પુણ્યના દીપક જલતા છે એટલે કાઈ ને કાઈ રીતે તેમને સમાચાર મળી જાય છે. ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, શકુનિ, કણ વિગેરે પાંડવાના નાશ કરવાની યુક્તિ ગોઠવતાં હતાં. તેમાં પુરેચન નામના પુરોહિતને કહેતા હતાં કે તમે જલ્દી વારણાવતી જાઓ ને કોઇ પણ રીતે પાંડવાના વિનાશ થાય તેવું કામ કરે. કેવી રીતે મારવા તે વાત પણ નક્કી કરી અને કહ્યુ` કે—
લાખ કાષ્ટ કા મહલ બનાએ, રાલ તેલ ચુત ખાસ, આગ લગાકર ઉન પાંડવકા, ઉસમે કરા વિનાશ હા...શ્રોતા...
હું પુરેચન ! તમે વારણાવતી નગરીમાં જઈ ને લાખના સુ ંદર મહેલ બનાવે. નીચે લાખ અને ઉપરથી એવા રંગરેગાન લગાવી દો કે જેથી કોઈને ગંધ ન આવે કે આ મહેલ શાના મનાવેલેા છે. લાખ અને કાષ્ટને ભવ્ય, મનેહર અને આકષ ક મહેલ બનાવીને અવસર જોઈને ચૌદસના દિવસે તેમને બાળી મૂકો. આ બધી રજેરજ વાત વિદુરજીએ જાણી પત્રમાં લખીને એક ગુપ્ત દૂતને વારણાવતી મેકલી દીધા. ધર્મરાજાએ પત્ર વાંચ્યા. તેમાં વિદુરજીએ લખ્યુ હતુ કે હું પાંડવા! તમને મારી નાંખવા માટે દુર્ગંધને આ કાવત્રુ રચ્યું છે. તમારા પ્રત્યે ખેાટો પ્રેમ વ્યક્ત કરી તમને ભૂલાવામાં નાંખીને છેતરશે. તમને પુરોચન દ્વારા તે વારણાવતીમાં લાવ્યેા છે અને એ નવા બનાવેલા મહેલમાં તમને રાખીને કોઈ પણ કૃષ્ણ ચતુર્દશી એટલે વદ ચૌદશના દિવસે મહેલમાં આગ લગાડી તમને સૂતા બાળી નાંખવા તેમ તેણે નક્કી કર્યુ છે. આ વાત મે કોઇની પાસેથી સાંભળેલી નથી પણ મારા કાનકાન સાંભળી છે. માટે તમે બધા સાવધાનીથી રહેજો, સ્હેજ પણ પ્રમાદ કરશે નહિ અને દરેક મહિનાની વદ ચૌદશના દિવસે તમે ખૂબ સાવધાન રહેજો. આ પ્રમાણે વિદુરજીએ વિગતવાર સમાચાર પત્રમાં લખ્યા હતાં તે ધર્મરાજાએ ધ્યાનપૂર્વક વાંચ્યા.
પત્ર વાંચીને ધમ રાજાએ ભીમ, અર્જુન, સહદેવ, નકુળ, કુંતાજી, દ્રૌપદી વિગેરેને ખેલાવીને વિદુરજીએ લખેલા સમાચાર વાંચાવ્યા, આ વાત જાણીને પાંચે ભાઈ એને ખૂબ ક્રોધ આન્યા. સૌથી પહેલાં તેમણે મહેલની તપાસ કરી તે ખરેખર લાખના જ મહેલ હતા. જેમ દુર્યોધને અંદરથી કપટ રાખીને ઉપર પ્રેમ બતાવ્યે તેમ આ મહેલ પણ ઉપરથી રંગરોગાન કરી ર'ગીલેા બનાવ્યે છે પણ અંદર તે લાખ અને લાકડું' જ છે, એટલે આગ લગાડે ત્યારે બળતાં વાર ન લાગે. ભીમે ક્રોધાયમાન થઈ ને કહ્યુ. મેટાભાઈ ! હવે આપ અમને રજા આપે તે શત્રુને મારી ગદાના સ્વાદ ચખાડીને આવું. અર્જુને પણુ ભીમને સાથ આપ્યા, પણ ધર્મરાજાએ કહ્યું ભાઈ ! એ દુષ્ટ અન્ય પણ આપણે એના