________________
શારદા દર્શન " सयाओ गिहाओ पडिनिक्खमइ पडिनिक्खमित्ता जेणेव शयमग्गो तेणेव उवागच्छइ" ! પિતાના ઘેરથી નીકળી અને સખીઓ અને દાસીઓની સાથે રમતી ખેલતી- રાજમાર્ગ ઉપર આવી. દ્વારકા નગરી બાર એજન લાંબી અને નવ જન પહેળી ખૂબ વિશાળ હતી. તેમાં મોટા મોટા રસ્તાઓ હતા. એ રાજમાર્ગો ઉપરથી હજારો વાહને પસાર થતાં હતાં. હજારે નરનારીઓ પણ ત્યાંથી આવતા જતાં હતા. આવા મોટા રાજમાર્ગ ઉપર આવી. “વવાછિત્તા મિસ ઇનિં-તૂસ માં ૨ જિ ” માં એક સેનાને દડો સાથે લાવી હતી તે કાઢીને રાજમાર્ગ ઉપર સખીઓની સાથે સેનાના દડાથી રમત રમવા લાગી. તમને બધાને બોલબેટ રમવામાં તે ખૂબ રસ આવે છે ને? જ્યારે મુંબઈમાં મેચ રમાતી હોય ત્યારે તમે બધા ખાવાપીવાનું પણ ભૂલી જાઓ છો ને કામધંધો પણ છોડી દે છે. એમાં તમને કંઈ મળવાનું ખરું? છતાં પૈસા ખર્ચીને એ જેવાને કેટલે રસ છે? જે ત્યાં જઈ શકતા નથી તે બધા ટી. વી. ઉપર જોવા બેસી જાય છે. એ જેવામાં આબે દિવસ પસાર થઈ જાય તે પણ ખબર પડતી નથી. જ્યાં એક પાઈ મળવાની નથી, કલ્યાણ થવાનું નથી તેને માટે કેટલા પૈસાની ખુવારી? કેટલા કિંમતી સમયની ખુવારી કરે છે. આટલે રસ જે આત્માને માટે ધર્મ કરવામાં આવે તે કલ્યાણ થઈ જાય.
બોલબેટ રમતાં જે આઉટ થઈ જાય, હારી જાય તે એક બાજુ ઉપર ઉભે રહી જાય છે ને બીજે રમે છે. હું તે તમને બધાને કહું છું કે જો તમે સમજે તે એ બલબેટની રમત પણ શિખામણ આપે છે કે હે જીવ! જે તું અભિમાનથી ફુલાઈશ તે મારી માફક ચતુર્ગતિ સંસારમાં ફેંકાવું પડશે, અને મને બેટથી જેમ આમથી તેમ ઉછાળે છે તેમ તારે પણ દડાને માર ખાવું પડશે. મારામાં હવા ભરી છે તેથી મારી આ દશા થઈ છે, તેમ તારામાં પણ જે અભિમાનની હવા ભરી હશે તે તારી મારા જેવી દશા થશે. માટે અભિમાનની હવા કાઢીને તું નમ્ર બની જા. જે નમે છે તે સૌને ગમે છે. નમ્ર માણસને ફેંકાઈ જવું પડતું નથી. માટે જ્ઞાની કહે છે કે તમે ગમે તેટલા ધનવાન બને, જ્ઞાનવાન બનો કે મેટા કલાકાર બને પણ કદી અભિમાન કરશે નહિ. અભિમાન આવ્યું એટલે વિકાસ થતું અટકી જાય છે.
એક ચિત્રકારને પુત્ર ખૂબ હોંશિયાર બન્યું. સારા સારા ચિત્ર બનાવીને તે એના પિતાજીને બતાવવા લાગ્યું. એના પિતાજી એને કંઈક ને કંઈક ખેટ બતાવતાં હતાં. બાપના મનમાં એવા ભાવ હતાં કે મારે પુત્ર કેમ વધુ હોંશિયાર બને. તે બધા ચિત્રકારોમાં પ્રથમ સ્થાન મેળવે એવી તેમની ઈચ્છા હતી. એટલે કંઈક ને કંઈક ખામી હોય તે બતાવ્યાં કરે. જ્યારે બીજા લેકે એના ખૂબ વખાણ કરતાં કે કેવું સુંદર ચિત્ર દોર્યું છે. જાણે જીવતું જાગતું માણસ ન હોય ! લોકોના મુખેથી પ્રશંસા સાંભળીને છોકરાના મનમાં અભિમાન આવ્યું કે હવે મને બધું આવડી ગયું. પિતાના મનમાં થતું કે હવે મારી