________________
શારદા દર્શન બની શકતું. અહીંથી કદાચ ધર્મના સંસ્કાર લઈને ગયા હશે, તે ભેડા ઘણું સંસ્કાર રહેશે.
ભગવાન કહે છે હે માનવ! તારી જિંદગી તે કાચી માટીના કુંભ જેવી છે. કાચી માટીના કુંભને જે સાચવીને એક રૂમમાં મૂકી દેવામાં આવે છે તે પણ ઘણાં વર્ષો સુધી ટકી શકે છે. પણ એને એટલે કાયાને વિશ્વાસ કરવા જેવો નથી. શરીર ગમે તેવું તંદુરસ્ત અને પહેલવાન જેવું હોય છતાં તેને વિશ્વાસ કરવા જેવો નથી. આપણે ઘણું વાર સાંભળીએ છીએ કે રસ્તામાં પડી ગયાં ને મરી ગયા. રાત્રે સાજા સારા સૂતા ને સવારે તે ઉઠયા જ નહિ. બેલે, આ દેહને વિશ્વાસ કરવા જેવો છે? “ના.” તે આવા ક્ષણિક જીવનમાં પ્રમાદ કરીને બેસી રહેવાય ખરું? આટલા માટે જ કહેવામાં આવે છે કે જ્યાં સુધી દેહમાં કસ છે, ત્યાં સુધી માલ લઈ લે. માલ લીધે હશે તે મૂલ્ય મળશે. બાકી તે પસ્તાવું પડશે.
અંતગડ સૂત્રમાં એવા ઘણાં જીવેને અધિકાર છે કે તેમણે માનવભવ પામીને આત્મકલ્યાણ કરવાની તકને ઓળખી છે. એ આત્માઓ સામાન્ય ન હતાં. મોટા રાજાના કુમાર હતાં. રાજાની રાણીઓ હતી. તેમણે કનકાવતી, રત્નાવલી વિગેરે તપ કર્યા છે. તમને એવા તપ સામાયિકથી કરાવું તે પણ થાકી જશે. ત્યારે એમણે ઉપવાસથી એવા તપ કર્યા છે. જેમ અગ્નિમાં સેનાને તપાવીને ગાળવામાં આવે છે તેમ એમણે તપ દ્વારા આત્માને તપાવીને કર્મોને ગાળી નાંખ્યા ને આત્માને સે ટચના સોના જે શુદ્ધ અને સ્વચ્છ બનાવ્યો, ને આત્માની સાધના કરવાની તકને ઓળખી. આ અવસર ફરીને નહિ મળે. કાલે ધર્મ કરીશ એ વિશ્વાસ કરીને તમે બેસી ના રહેશે. કાલ ઉપર તું રાખી મૂકે ધરમનાં કામ, ઇચ્છા ના રહે અધૂરી જે ઓ નાદાન સતાં સતા અંધારામાં જોજે મૃત્યુ ના થઈ જાય-મનની મનમાં ના રહી જાય,
આવતી કાલે કરશું તેવા ભસે ના રહેશે. જ્યારે ઈચ્છા થાય ત્યારે ધર્મના કાર્યો તસ્ત કરી લેજે. નહિતર મનની મનમાં રહી જશે. મેં તે એવા કંઈકને જોયા છે કે એમની મનની મનમાં રહી ગઈ ને તેઓ દુનિયામાંથી વિદાય થયા. માટે ખૂબ સાવધાન બને.
આપણે ગજસુકુમારને અધિકાર ચાલે છે. તેમાં સોમિલ બ્રાહ્મણની પુત્રી સમાએ સ્નાન કરીને શરીરે સુગંધીદાર પદાર્થોના વિલેપન કર્યા, સારા વસ્ત્રો અને દાગીના પહેર્યા ને સુંદર શણગાર સજીને તૈયાર થઈ તેની દાસીઓ અને સખીઓની વચ્ચે તે દેવાંગના જેવી શોભવા લાગી. એનું રૂપ જ એવું હતું કે એણે કંઈ શણગાર ન પહેર્યા હોય તે પણ શેભી ઉઠતી હતી. તે પછી જ્યારે શણગાર સજે એટલે કેટલી ભી ઉઠેT ઉત્ત. સૂત્રના બાવીસમા અધ્યયનમાં રામતીની વાત આવે છે કે તે કેવી સૌદર્ય. વાન હતી !
શા-૮૨