________________
૪૮
શારદા દર્શન જીવતાં છે ત્યાં સુધી તમે સુખે રાજ્ય ભોગવી શકશે નહિ. માટે હવે એ ઉપાય કરે જોઈએ કે તેમને જડમૂળમાંથી વિનાશ થઈ જાય.
આ વિચાર કરીને તેમણે પુરોચન નામના પુરોહિતને બોલાવ્યો અને તમારે વિનાશ થાય તે ઉપાય શોધીને તેને કહ્યું કે તમે વારણાવતી જાઓ ને ત્યાં જઈને પાંડને વિનાશ કરે. એમને આ વાતની ગંધ આવે નહિ ને તેમને નાશ થાય તેવું કામ કરવાનું છે. તે કામ શું કરવાનું છે તે સમાચાર વિદુરજીએ પત્રમાં લખ્યા છે. તે યુધિષિર વાંચશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૮૩ ભાદરવા વદ ૭ ને મંગળવાર
તા. ૪-૧૦-૭૭ અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવતે જગતનાં જીવે ઉપર કરૂણા કરીને સિદ્ધાંત સમજાવ્યા છે. ભગવંતના મુખમાંથી નીકળેલી વાણી તેનું નામ સિદ્ધાંત વીતરાગ પ્રભુની વાણું સત્ય અને નિશંક છે. આ વાણીનું શ્રવણ કરીને જે જ આચરણમાં મૂકે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે. ભગવાન મહ નિદ્રામાં પહેલા ને જાગૃત કરવા માટે કહે છે કે,
संबुज्ह किं न बुज्ज्ञह, संबोही खलु पेच्च दुक्लहा । नो हुवणमन्ति राइओ, नो सुलभं पुणरवि जीवियं ॥
સૂ. અ. ૨. ઉ. ૧ ગાથા ૧ હે ભવ્ય છે. તમે જાગે, સમજે અને બેધ પામે. સત્વ પ્રાપ્ત કરવાની આ અમૂલ્ય તક છે. જે ચતુર હેય તે હાથમાં આવેલી તકને ચૂકતે નથી. બાધબીજની પ્રાપ્તિ કરીને મેક્ષમાં જવાનું જે કઈ શ્રેષ્ઠ સ્થાન હોય તે મનુષ્યભવ છે. બીજા કોઈ પણ ભવમાં આવી આરાધના કરી શકાતી નથી, અને જીવનમાંથી જે રાત્રીઓ ને દિવસો ચાલ્યા જાય છે તે ફરી ફરીને પાછા આવતાં નથી. માટે હાથમાં આવેલા અમૂલ્ય અવસરને ગુમાવશે નહિ. મનુષ્યભવ તે મળે છે પણ સાથે તમારા એટલા સદ્ભાગ્ય છે કે જ્યાં આરાધના કરવાની જોગવાઈ મળે તેવી ભૂમિમાં જન્મ થયો છે. કંઈક મનુષ્પો અનાર્ય દેશમાં જન્મ્યા છે, તેમને ધર્મ શું ચીજ છે તેની પણ ખબર નથી. કંઈક આદેશમાં જૈન કુળમાં જન્મ્યા છે પણ અમેરિકા, જર્મન, જાપાન વિગેરે વિદેશમાં જઈને વસ્યા છે ત્યાં શું તેમને ધર્મ કરવાને વેગ મળે છે? ત્યાં સાધુ જઈ શકે છે, કે સુપાત્ર દાન દેવાને અવસર મળે છે? સત્સંગને લાભ મળે છે? ત્યાં કાંઈ નથી.