________________
શારદા દર્શને આપ ગમે ત્યાં રહેશે પણ હું તે આપની આજ્ઞા શિરોમાન્ય કરીને આપને દાસ બનીને રહીશ. આપ તે કુરુવંશના આધારસ્થંભ જેવા છે. સૂર્ય સમાન તેજસ્વી છે માટે આપ જે કરશે તે હું નહિ કરી શકે. આપ તે અમારા વડીલ છે, ઉદાર દિલના છે એટલે મારે ગુને માફ કરશે. અહાહાકપટી માણસે શું નથી કરતા? દુર્યોધનના દિલમાં પાંડવે પ્રત્યે ઝેર ભરેલું છે પણ ઉપરથી મીઠું મીઠું બોલીને આવા સમાચાર કહેવડાવ્યા.
કૃષ્ણ યુધિષ્ઠિર બાત, સુનીને હદય બહુ હર્ષાયા. સ્વયં સરલ સરલ લખે સબકે, ચાલ ઉસી સંગ આયા. હું–શ્રોતા
પુરોચનની વાત સાંભળીને કૃષ્ણજી અને યુધિષ્ઠિરને ખૂબ આનંદ થયે. કારણ કે તેઓ બધા સરળ હતાં. જે સરળ હૃદયનાં માણસ હોય છે તેઓ બધાને પિતાને જેવા સમજે છે, પણ કંઈ બધા સરખા હોતા નથી. પુરેચનને કહ્યું કે અમારે શું કરવું તે વિચાર કરી લઈએ. કૃષ્ણ અને યુધિષ્ઠિરે ઓરડામાં જઈને વિચાર કર્યો કે શું કરવું? કારણ કે પાંડવે જે કંઈ કાર્ય કરતાં હતાં તેમાં સૌથી પહેલાં કૃષ્ણજીની સલાહ લેતાં. કૃષ્ણજીએ કહ્યું. ભાઈ! છદ્મસ્થ માણસ ભૂલને પાત્ર છે. એણે ભૂલ કરી છે પણ હવે તેને આટલે બધે પશ્ચાતાપ છે તે કંઈ નહિ. તમે હસ્તિનાપુર જવાનું રહેવા છે, અને વારણુવતીમાં જાઓ.
કૃષ્ણજીની સલાહથી પાંડનું વારણુવતીમાં આગમન -કૃષ્ણજીની વાત માન્ય કરીને સૌ વારણાવતી જવા તૈયાર થયા. પુરેચનને સાથે લઈને બધા વારણાવતી ગયા. વારણાવતી નગરીમાં ખબર આપ્યા કે પાંડવે અહીં પધારે છે. આવા પવિત્ર પુરૂષે પિતાની નગરીમાં પધારે છે તે જાણીને ત્યાંના પ્રજાજનોને ખૂબ આનંદ થયે. જ્યાં પુણ્યવાન પુરૂષનાં પગલાં થાય છે ત્યાં શેકમય વાતાવરણ હેય તે પણ અનંદમય બની જાય છે. તેમ અહીં સૌને હર્ષ થયે અને આખું નગર શણગાર્યું, અને ખૂબ હર્ષભેર તેમનું સ્વાગત કર્યું.
“લાખના મહેલમાં ઉતારે" -વારણાવતમાં એક ને ભવ્ય મહેલ બનાવવામાં આવ્યું હતું. તે મહેલમાં પાંડેને ઉતાર્યા. પાંડે પધારતાં નગરમાં આનંદ આનંદ છવાઈ ગયે. તેઓ આનંદથી રહેવા લાગ્યા. ઈન્દ્રપ્રસ્થથી દુર્યોધન તેમને મળવા માટે વારણાવતી નગરીમાં આવ્યું ને પાંડ પ્રત્યે ખૂબ પ્રેમ બતાવ્યું. તેણે યુધિષ્ઠિરના ચરણમાં પડીને માફી માંગી અને આંખમાં આંસુ સારીને કહેવા લાગે. મોટાભાઈ આ પાપીને ક્ષમા કરે. યુધિષ્ઠિરે કહ્યું, ભાઈ! એમાં તમારે દોષ નથી. મારા કર્મને ઠેષ છે. એમ કહી શાંત ર્યા. થોડા દિવસ દુર્યોધન ત્યાં રોકાયે તે પાંડવેને માટે ઘણી સારી સારી ચીજ લાવ્યું હતું,