________________
શારદા દર્શન
પર૯ માનવાના નથી. છેવટે તેમને શૂળીએ ચઢાવવા લઈ જાય છે, પણ ત્યાં સમભાવથી તેમનું કર્મ પૂરું થાય છે ને સત્યને જ થાય છે.
ભગવંત કહે છે કે પવવત્યુ પાયમા ! લખ વામા નલ્થિ મેવા અપના, તવના ઘા શોતા ! હે ગૌતમ! પૂર્વભવમાં પાપ કરીને કર્મો બાંધ્યા અને એને પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત ન કર્યું તે એને ભગવ્યા વિના અથવા તપથી ખપાવ્યા વિના એને છૂટકારો થતું નથી એટલે જેણે જેવા રસે અને પરિણામે કર્મ બાંધ્યા છે તેને ખપાવ્યા વિના મોક્ષ મળતો નથી. મોક્ષ એટલે શું તે જાણે છે ને? જ્જન વર્મા : આઠે આઠ કર્મોથી છૂટકારો થવો તેનું નામ મોક્ષ. બેલે, મોક્ષ જોઈએ છે ને ? જે મક્ષ જોઈ તે હોય તે પાપનો ડર રાખે ને કર્મ ન બંધાય તેની ખૂબ સાવધાની રાખે.
આપણા ચાલુ અધિકારમાં દેવકી રાણીએ ઉત્તમ સ્વપ્નને વધાવી લીધું. વધાવ્યું એટલે ધર્મારાધના કરી. એમના દિલમાં આનંદ સમાતો નથી. સવાર પડતાં દેવકીરાણી પિતાના પતિ વસુદેવ રાજા પાસે આવ્યા અને બે હાથ જોડીને તેમને જે સ્વપ્ન આવ્યું હતું તે વાત કહી સંભળાવી. આ સાંભળીને વસુદેવે કહ્યું. હે દેવકી ! હવે તારા કેડ પૂરા થશે. તમે સ્વપ્નમાં તેજસ્વી. કેશરી સિંહ જે છે. તેથી તમારી કુંખે સિંહ જે પરાક્રમી પુત્ર જન્મશે. જેમ સિંહને જોઈને શિયાળીયા ભાગી જાય છે તેમ તમને જે પુત્ર થશે તે કર્મરૂપી શિયાળીયાને ભગાડશે. આ તેજસ્વી વિરપુત્ર થશે. આ પ્રમાણે વસુદેવ રાજાએ સ્વપ્નનું ફળ કહ્યું. તુ મિયા મં તુ નિં વિતા” પતિના મુખેથી સ્વપ્નનું ફળ સાંભળીને દેવકીરાણીને ખૂબ આનંદ થશે. હવે મારા મનનાં મને રથ પૂરા થશે. હર્ષથી આનંદ પામતી દેવકીરાણી ગર્ભનું સુખપૂર્વક પાલન કરવા લાગી. જે માતાના ગર્ભમાં પુણ્યવાન જીવ આવ્યું હોય તેને વિચાર પણ સારા આવે છે. તેને ધર્મ કરવાનું, દાન દેવાનું ને સંતાના દર્શન કરવાનું મન થાય છે. આવા સમયે માતા જે ધર્મારાધના કરે, શાસ્ત્રનું વાંચન કરે તે બાળકને સારા સંસ્કાર પડે છે અને જે માતા રગડા ઝઘડાને કંકાસ કરે છે તે તેનું સંતાન પણ એવું બને છે. દેવકીરાણી ઉત્તમ વિચારો સાથે ગર્ભનું પાલન કરવા લાગી. આગળ શું બનશે તે વાત અવસરે.
ચરિત્ર -નળરાજાએ કુબેરને હરાવ્યું અને પિતે ગાદી ઉપર બેઠાં. આ વાતની દેશોદેશમાં ખબર પડી એટલે ભરતાર્ધના રાજાએ જે તેમના તાબામાં હતા તે બધા કિંમતી ભેટણ લઈને આવ્યા, અને નળરાજાને પ્રણામ કરી ક્ષેમકુશળ પૂગ્યા. થેડા દિવસ રોકાઈ પિતાના સ્થાને ચાલ્યા ગયા. નળરાજા ન્યાયપૂર્વક રાજ્યનું પાલન કરવા લાગ્યા. નળરાજાની કીર્તિ ચારે તરફ ફેલાઈ ગઈ. સમય જતાં સંસાર સુખ ભોગવતાં દમયંતીને એક પુત્ર થયે તેનું નામ પુષ્કલકુમાર પાડયું. નળરાજાએ ઘણાં વર્ષો સુધી રાજ્ય કર્યું. એક વખત નળરાજાના પિતા નિષધરાજા દેવ થયા હતાં તેમણે નળરાજા પાસે આવીને કહ્યું. હે નળરાજા! આ રાજ્ય લક્ષમી અસ્થિર છે, આયુષ્ય ક્ષણિક છે. સંસારમાં જીવને શ-૬૭