________________
૫૭૨
શારદા દેશન
સાબરમતી નદીના કિનારે આવેલા ગલીયાણા નામે નાનકડા ગામમાં વિક્રમ સંવત ૧૯૪૨ના કારતક સુદ ૧૧ ના પવિત્ર દિવસે થયા હતા. આ ગલિયાણા ગામમાં મેટા ભાગે ગરાશિયા રાજપૂતાની વસ્તી હતી. આ પવિત્ર ભૂમિમાં જેત.ભાઈ નામે એક રાજપૂત ગરાસિયા કિસાન વસતાં હતાં. તેમના પત્નીનુ નામ યાકુંવરબેન હતું. ખ'ને આત્માએ સરળ હૃદયી અને પવિત્ર હતા. જેમ કાદવમાં કમળ પેદા થાય છે. તેમ આ દંપતીને ઘેર સમય જતાં એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. કહેવત છે ને કે પુત્રના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ ખારણામાં તે અનુસાર પુત્રને જન્મ થતાં જ તેના લક્ષણ પરખાઈ આવે છે.
બંધુએ ! કુળમાં દિપક સમાન તેજસ્વી પુત્ર આવે છે તેા તેના સારાએ કુળને ઉજ્જવળ બનાવે છે, સુલક્ષણી વહુ આવે છે તેા વડીલેાની સેવા અને તેમની આજ્ઞાનું પાલન કરીને કુળમાં લક્ષ્મી દેવીની માફક પૂજાય છે ને ઘરનાં બધા મણુસા તેના ગુણાનુ આચરણ કરે છે. પૂ. ગુરૂદેવ એમના કુળમાં દીપક સમાન હતા. જુએ, એ પવિત્ર પુરૂષને જન્મદિન પણ પવિત્ર હતા. કારતક સુદ ૧૧ ના દિવસ એટલે વૈષ્ણુવામાં તે દિવસ દેવઉઠી અગિયારસના ગણાય છે. તેમનું ચાતુર્માંસ તે દિવસે પૂર્ણ થાય છે એટલે તે મેાટી અગિયારસ મનાય છે. આપણું ચાતુર્માસ કારતક સુદ પૂનમના દિવસે પૂર્ણ થાય છે પણ એ ચાતુર્માસની છેલ્લી અગિયારસ હાવાથી આપણામાં પણ તેનુ ઘણું મહત્ત્વ છે. આવા પવિત્ર દિવસે પૂ. ગુરૂદેવને જન્મ થયા હતા.
બાલપણુ માં માતપિતાના પહેલા વિયેાગ : “ તેમનું નામ રવાભ.ઇ પાડવામાં આવ્યું હતુ. રવા એટલે પ્રકાશ. કાને ખબર હતી કે આ નાનકડા રવા રત્ન જેવા તેજસ્વી ખનશે ! આ નાનકડું ગાલિયાણા ગામ છોડીને ખંભાત સંપ્રદાયના નાયક બનશે ! આ ખેતરની ખેડ છેડીને માનવ જીવનરૂપી ક્ષેત્રમાં ખેડ કરી મેાક્ષનાં અમૂલ્ય મેાતી પકાવશે ! આ નાનકડા બાલુડા કેવા પુણ્યાત્મા મનશે તેની પહેલેથી કાઈ ને ખબર હાતી નથી, પણ માનવનુ' ઉપાદાન જાગે છે ત્યારે તેને નિમિત્ત મળતાં સંત સમાગમ થાય છે અને આત્મા ક‘કરમાંથી શ‘કર, નરમાંથી નારાયણ, જનમાંથી જનાર્દન આત્મામાંથી પરમાત્મા, માનવમાંથી મહામાનવ અને સાધકમાંથી સિધ્ધ બને છે, તેમ આ રવાભાઈને કેવુ' નિમિત્તે મળ્યુ તે તમને તેમના જીવન ચરિત્રનુ' શ્રવણ કરવાથી સમજાઈ જશે. જેતાભાઈ ને ત્યાં રવાભાઈ સિવાય એક પુત્ર અને પુત્રીના જન્મ થયેલેા. આ સ'તાનાનું સુખ એમના માતા-પિતાના ભાગ્યમાં જોવાનું નહિ ને સ'તાનેાના માતા-પિતાનુ' સુખ લખાયેલું નહિ એટલે ત્રણે માત્રુડાઓને બાલપણમાં રડતા મૂકીને માતા પિતા સ્વગે' સિધાવી ગયા.
“ રવાભાઈનું વટામણમાં આગમન ” :– તેમના કાકા કાકીના આશ્રયે ત્રણ બાળકો માટા થવા લાગ્યા. રવાભાઈનાં જીવનમાં ખાલપણથી જ વિનય, નમ્રતા, ગ'ભીરતા, વિગેરે ઉત્તમ ગુણા તરી આવતાં હતાં. તેમને મૂળ ધમ સ્વામીનારાયણ હતા. કુટુંખમાં