________________
શારદા દર્શન કેટલું? અરે, કઈ સંત કહે કે પાંચ મિનિટ ઉપાશ્રયે આવજે, ત્યારે કહે છે કે મને સમય નથી પણ જ્ઞાની પુરુષે કહે છે કે જ્યાં ધર્મ છે ત્યાં સુખ છે. ધર્મ વિના ત્રણ કાળમાં સુખ મળવાનું નથી. યાદ રાખજે, સંતના બેલાવ્યાં ઉપાશ્રય નહિ આવે પણ કાળરાજાના બોલાવ્યા જવું જ પડશે, ત્યારે ટાઈમ મળશે ને? એક દષ્ટાંત યાદ આવે છે.
સંસાર રસમાં ખુંચેલે જીવડે” -એક શહેરમાં એક શ્રીમંત શેઠ રહેતાં હતાં. બસ, સંપત્તિ મેળવીને સંસારનું સુખ ભોગવવું એ એમના જીવનનું લક્ષ હતું. એક દિવસ એ શેઠને ઘેર કેઈ અવધૂત ભેગી ફરતા ફરતા ભિક્ષા માટે આવ્યા. આ ગી ખૂબ જ્ઞાની અને આત્માથી હતા. આ સમયે શેઠ ઘરમાં હાજર હતા. એમને સત્સંગ કરવાને સમય ન હતે પણ પિતાને ઘેર કેઈ સાધુ-સંન્યાસી પધારે તે તેમને આદર સત્કાર કરતા હતા. શેઠે મહાત્માને આવતાં જોયાં એટલે સામા જઈ વિનયપૂર્વક હાથ જોડીને કહ્યું. આપ મારે ત્યાં ભેજન કરવા માટે પધારે. મને લાભ મળે. આ તે અન્ય ધર્મના સંન્યાસી હતાં એટલે શેઠની વિનંતીને સ્વીકાર કરીને તેને ઘેર ભેજન કર્યું. સંતપુરુષે કેટલા પરોપકારી હોય છે કે લે થોડું ને આપે ઝાઝું. આ મહાત્માએ વિચાર કર્યો કે મેં આ શેઠને ઘેર ભેજન કર્યું છે તે હવે તેનું કલ્યાણ થાય તે માર્ગ બતાવું. એ વિચાર કરીને શેઠને કહ્યું. શેઠ! મારે તમારી સાથે છેડી વાતચીત કરવી છે. શેઠ સમજી ગયા કે આ મહાત્માને મારી સાથે બીજી શું વાતચીત કરવાની હોય? કહેશે કે દાન કરે, પુણ્ય કરે, તપ કરે, ભગવાનનું ભજન કરે પણ મને અત્યારે ક્યાં ટાઈમ છે ? પણ એ શું કહે છે તે સાંભળી લઉં, પછી જવાબ આપીશ.
શેઠે સંતને કહ્યું: બે મહાત્મા ! તમારે મને શું કહેવું છે? મહાત્માએ કહ્યું ભાઈ! મારે તમને બીજું કાંઈ કહેવું નથી. માત્ર એટલું જ કહેવું છે કે તમે ગળાબૂડ સંસારમાં ખૂંચેલા છે. તેમાંથી તરવા માટે વધુ નહિ માત્ર ૧૫ મિનિટ સત્સંગ કરે. ત્યારે શેઠે કહ્યું, મારે વહેપાર બહુ મટે છે એટલે મારા માથે કામને બેજો ખૂબ રહે છે, અત્યારે મને જમવાનો સમય પણ મુશ્કેલીથી મળે છે તે સત્સંગ કરવાનો સમય ક્યાંથી મળવું ? આજે તે મને ટાઈમ નથી. તે આપ પંદર દિવસ પછી આ તરફ પધારો તે હું સત્સંગને લાભ લઈશ. શેઠની વાત સાંભળીને મહાત્મા ત્યાંથી વિદાય થયા. એ તે એમની પ્રવૃત્તિમાં લીન બન્યા. પંદર વીસ દિવસ થયાં એટલે ફરતાં ફરતાં સંત પાછા શેઠને ઘેર આવ્યા. ખરી રીતે તે શેઠે મહાત્માને વાયદ આપે હતે. એટલે શેઠે તેમની તપાસ કરવી જોઈએ પણ શેઠની ઈચ્છા જ ન હતી. મહાત્માજી શેઠના ઘેર આવ્યા. શેઠે તેમને ભેજન માટે આગ્રહ કર્યો ત્યારે મહાત્માએ કહ્યું, મેં ભેજન તે કર્યું છે પણ તમે મને કહ્યું હતું ને કે પંદર દિવસ પછી પધારે. એટલે હું આવ્યો છું. તે તમને સત્સંગ કરવાને ટાઈમ છે? ત્યારે શેઠે કહ્યું આજે તો મારે લગ્નમાં જવાનું છે ને કામ પણ ઘણું છે. માટે ફરીને પધારજે. મહાત્મા પાછા ચાલ્યા ગયા. થોડા દિવસ પછી ફરીને