________________
શારદા દર્શન
પેલા મહારાજ બાર વર્ષે આવ્યાં છે. એમના સગાવહાલાં, મિત્રે બધા દર્શન કરવા આવવા લાગ્યા. મહારાજ સૌને ધર્મ સમજાવતાં. એક દિવસ મહારાજ ગૌચરી કરાંનું પિતાનું ઘર હતું ત્યાં આવ્યા. એટલે એમની માતા રડતી રડતી કહેવા લાગી-બેટા! તેં તે મને રડતી મૂકીને દીક્ષા લઈ લીધી. તે કંઈ વિચાર ન કર્યો ? કે જે માતાએ ઘંટીના પિડા ફેરવી કેટલું દુઃખ વેઠીને ઉછેર્યો, ભણુ, ગણાવ્યો ને પરણ, તેમની માટે સેવા કરવી જોઈએ. મા-બાપની સેવા કરવી એ દીકરાને ધર્મ છે. ત્યાં વૃદ્ધ પિતા આવ્યા ને રડતા રડતા કહે છે દીકરા ! તે તે દીક્ષા લઈ લીધી પણ મારે આ ઉંમરે કેટલા વેતર કરવા પડે છે! આ ઘરડા બાપના સામું તે જે. આ ઉંમરે બાપની સેવા કરવાની હોય છે. દીક્ષા લઈને ચાલ્યા જવાય ! બાપ આમ કહેતે હતું ત્યાં એરડામાંથી એની પત્ની રડતી રડતી આવીને કહેવા લાગી-સ્વામીનાથ ! તમે તે મને મૂકીને ચાલ્યા ગયા. તમારા ગયા પછી આ ઘરમાં મારી કંઈ કિંમત નથી. તમારા વિના મારી વાત ફણ સાંભળે ? તમારા વિના મને નવી નવી સાડીઓ કોણ લાવી આપે ? તમારા વિના આ સંસારમાં મારું કોણ? જરા મારા સામું તે જુઓ ? આ વૃદ્ધ માતાપિતા પણ તમારા વિયોગથી કેટલા ભૂરે છે! ત્યાં એના બે છોકરા આવ્યાં ને કહેવા લાગ્યા. બાપા! હવે તમને અમે નહિ જવા દઈએ, એમ કહીને વળગી પડયા. આ સાધુને અનુકૂળ પરિષહ આવ્યું. ચારે બાજુથી બધા ઘેરાઈ વળ્યા, ને કરૂણ રૂદન કરવા લાગ્યા. અહીં એક કવિનું પદ યાદ આવે છે કે દીક્ષા લેનારને શું કરવું જોઈએ?
સગપણ સંસારીનાં ભૂલવાં પડે, મુક્તિનો મારગ છે ત્યારે જડે, બહેની કેવા હશે, મા શું કરતાં હશે, જે જે યાદ આવે ના સંસાર.
જેણે સંસાર છોડ્યું છે તેણે બધું ભૂલવું જોઈએ, પણ યાદ કરવું ના જોઈએ. તેના બદલે અહીં બધાને રડતા જોઈને સાધુનું મન પીગળી ગયું ને બોલ્યા, કે તમે બહુ રડે છે માટે હું કપડાં ઉતારીને પાતરામાં રજોહરણ અને મુહપત્તિ બધું બાંધીને ખૂણામાં મૂકી દઉં. સંત તે સેવાળના આરા સમાન સંસારમાં લપસી પડ્યા.
આ તરફ ગુરૂ રાહ જોવા લાગ્યાં કે હજુ મારો શિષ્ય ગૌચરી કરીને કેમ ન આવ્યો? ત્રણ ચાર કલાક થયા પણ શિષ્ય ન આવ્યું ત્યારે ગુરૂ શોધવા નીકળ્યા. શોધતાં શોધતાં એને ઘેર આવ્યા ને શિષ્યને પૂછયું–કેમ ભાઈ! આ શું? ત્યારે કહે છે ગુરૂદેવ! તે ગૌચરી કરવા આવ્યો ને આ બધા મને વળગી પડયાં છે. હવે મારાથી છૂટી શકાય તેમ નથી. ગુરૂએ ઘણું સમજાવ્યું પણ માન્ય નહિ એટલે ગુરૂ તે ચાલ્યા ગયા, પણ મનમાં વિચાર કર્યો કે ગમે તેમ કરીને પણ ચેલાને ઠેકાણે લાવે. બીજે દિવસે એક સૂકાઈ ગયેલા ઝાડના ઠૂંઠાને બાથ બીડીને મધખતા તડકામાં ગુરૂ ઉભા રહ્યા. ત્યાંથી આવતા
શા-૬