________________
૬૩૭
શારદા દર્શન કે તેમને બેલાવે કે ન બોલાવે, કોઈ માન આપે કે ન આપે પણ તે તે બધાને પ્રેમથી બેલાવતા હતા. એવા ગુણીયલ ને ગંભીર હતાં. એક વખત શેઠને સંઘજમણું કરવાની ઈચ્છા થઈ એટલે તેમણે સંઘની આજ્ઞા લીધી, અને નકકી કર્યું કે આ દિવસે સંઘજમણ થશે. શેઠ ગુણીયલ હતા એટલે તેમની ખૂબ પ્રશંસા થતી હતી. તેમાં સંઘ કરવાનું નક્કી થતાં વાત બહાર પડી કે શેઠ સંઘજમણ કરે છે. એટલે વધુ પ્રશંસા થવા લાગી. આ ગામમાં એક ઈર્ષાળુ અને અભિમાની શ્રાવક રહેતું હતું. આ શેઠની વાહવાહ થાય, એમના ગુણ ગવાય તે એનાથી સહન થતું ન હતું. એને ઘેર લગ્ન પ્રસંગ હતો એટલે એને પણ સંઘ જમાડવાની ઈચ્છા હતી, પણ શેઠનું સંઘજમણું બહાર પડ્યું એટલે અભિમાની શ્રાવક શેઠને નીચા પાડવા માટે જેના તેના માટે બેલવા લાગ્યું કે શું એ માટે શ્રીમંત એટલે એમને સંઘ પહેલે થાય ! બસ, જ્યાં જુઓ ત્યાં એમનું જ માન ! એમનાં જ ગુણલા ગવાય ? અમારું તે કંઈ માન નહિ. એમ બેલવા લાગે ને શેઠને જ્યાં ને ત્યાં વગોવવા લાગ્યું.
દેવાનુપ્રિયે ! સાંભળજો. ઈર્ષ્યા અને અભિમાન કેટલી બૂરી ચીજ છે ! ઈર્ષાળુ માણસને બીજાના ગુણની પ્રશંસા સહન થતી નથી એટલે તેમને કેમ કરીને હલકા પાડું તે માટે તે ઉપાયે શોધતા હોય છે, પણ યાદ રાખે. બીજાને હલકા પાડવા જતાં પહેલાં પિતાને હલકા પડવું પડશે. કૃષ્ણ વાસુદેવના ગુણની દેવલેકમાં પ્રશંસા થઈ ત્યારે ઈર્ષાળુ દેવથી સહન ન થયું એટલે કૃષ્ણની પરીક્ષા કરવા માટે સડેલી કૂતરીનું રૂપ લઈને આવ્યો. એમની પરીક્ષા કરતાં કરશે પણ પહેલાં પિતાને દેવનું ઉત્તમ શરીર છોડીને કેડાથી ખદબદતી સડેલી કૂતરીના શરીરમાં પ્રવેશ કરવો પડ્યો ને ? આ રીતે દરેક બાબતમાં વિચાર કરે કે હું બીજાનું અહિત કરવાનો વિચાર કરું છું. એનું અહિત થતાં થશે પણ મારું અહિત તે પહેલાં થશે. આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે બીજાનું અહિત કરવાને મનમાં વિકલ્પ સરખે ન કરે. તમારાથી બને તે કોઈના ગુણ ગાજે પણ કેઈન અવગુણ ના બાલશે. બને તે કેઈની પ્રશંસા કરજે પણ નિંદા ન કરશો. કેઈનું સુખ જોઈને ખુશ થજે પણ ઈર્ષ્યાથી બળશો નહિ.
પેલો ઈર્ષાળુ શ્રાવક શેઠને માટે ગમે તેમ બેલવા લાગે, ત્યારે સારા માણસે એને રકવા લાગ્યા કે આવા પવિત્ર શેઠનું આટલું બધું વાંકુ શા માટે બેલે છે? આ વાત શેઠના કાને આવી. તેમના મનમાં થયું કે આ બિચારે મારા નિમિત્તે કેટલા કર્મો બાંધી રહ્યો છે. લાવ, હું તેના ઘેર જાઉં ! શેઠની કેટલી સરળતા છે ! આવા સજજન અને સરળ વ્યક્તિઓના ગુણને પ્રભાવ એ પડે છે કે દુર્ગણી માણસ ગુણવાન બની જાય છે. સરળ શેઠ અભિમાની શ્રાવકના ઘેર ગયા. શેઠને પિતાને ઘેર આવતા જોઈને તે ઘરમાંથી બહાર નીકળે ને હર્ષભેર શેઠના સામે ગયે. પધારે.... પધારે કહી તેમને આદર સત્કાર