________________
સાજી દાન
fr
તારુ' કામ નથી. તુ' અહીંથી ચાલી જા. એમ કહી બધી ભેગી થઇને તેને ગડદાપાટુ મારવા લાગી. છેકરો કહે મારી મમ્મીને કેમ મારા છે ? મને મારી મમ્મી પાસે જવા દો. કાળેા કેર મચી ગયા ત્યારે તેના સસરાએ કહ્યું, તમે શા માટે આ બિચારી દુઃખિયારીને આટલું બધુ દુ:ખ આપેા છે? એ દુઃખિયારીને દુભવીને તમે સુખી નહિ થાએ. આ ખાખે। એને સોંપી ઢો. ખૂબ કહ્યું પણ ઘરના બધા એક બાજુ થઈ ગયા છે ને સસરા એકલા પડી ગયા. એટલે એમનુ શુ ચાલે ?
વહુ સસરાના ચરણમાં પડીને કહે બાપુજી ! મને ગમે તેમ કરશેા પણ હું આ ઘર છેડીને ક્યાંય જવાની નથી. મારા પિયર અગર ખીજે કયાંય નહિ જાઉ. મને તમારા ઘરની વહુ ન ગણા તે કાંઇ નહિ, એક નાકરડી તરીકે તા રાખા! છેવટે સસરાએ એક નાનકડું મકાન તેને લઈ આપ્યું ને સસરા આ મા-દીકરાનું પૂરું ધ્યાન રાખવા લાગ્યા અને મા દીકરા આનંદથી રહેવા લાગ્યા. સમય જતાં દીકરો માટે થયા ને ભણવા લાગ્યા. છેકરી જેમ જેમ ભણતા ગધે તેમ તેમ તેને ઘરના વાતાવરણના બધા ખ્યાલ આવતા ગયા. એક દિવસ તે કાલેજથી ઘેર આવ્યા ત્યારે તેની માતાની આંખમાં આંસુ જોયા. માતાને પૂછ્યું કે હું ખા! તું આજે આટલી બધી કેમ રડે છે? તને શુ એ આવ્યું..? પશુ ધ્રુસ્કે રડતી માતા કાંઈ ખેલી શકી નહિ. છેકરો સમજી ગયા કે મારી માનું જે રૂદન છે તેનું મુખ્ય કારણ મારા પિતાજી ગુજરી ગયા પછી ભયંકર દુઃખા પડયા છે તે છે. એમ વિચારી રડતાં રડતાં દીકરાએ કહ્યું, હૈ ખા ! હવે તારા દુઃખના દિવસો ગયા. આ રીતે ખૂબ ખૂબ આશ્વાસન આપ્યું અને પેાતાના મનમાં નિણ ય કર્યું કે મારી માને હું ક્યારે પણ દુઃખી નહિ થવા દઉં. ખરેખર તે રીતે છેકરા ખૂબ ભણ્યા. માટા એંજિનિયર બન્યા અને પુણ્યના સિતારા પ્રગટતાં લક્ષ્મીજી નીરની માફ્ક આવવા લાગ્યા, અને ઘર વૈભવશાળી બની ગયુ.. સારી એક કન્યા સાથે લગ્ન થયા. પુત્ર અને પુત્રવધુ સાસુની અસ્ખલિત પ્રેમથી સેવા કરવા લાગ્યા. સૌ કુટુ ખીજનાની આંખ ઉઘડાવી દીધી. ટૂંકમાં બહેને સમભાવે દુઃખ વેચા તે સુખના દિવસેા આવ્યા.
આપણે આ દૃષ્ટાંતથી એ સાર ગ્રહણ કરવા છે કે માતાને સંતાન પ્રત્યે કેટલું વાત્સલ્ય હાય છે ! માતાને આટલા કષ્ટ પડયાં છતાં પુત્રને ખાતર આપઘાત ન કર્યાં. નાની ઉંમરમાં વિધવા થઈ છતાં નિર્મળ ચારિત્ર પાળ્યું, માતાના સંતાનેા ઉપર આવા પ્રેમ હોય છે પણ સંતાનો મોટા થતાં ઘણીવાર માતા-પિતાના ઉપકારને ભૂલી જાય છે. વહાલા ભાઈઓ ! ભલે ખીજું બધું ભૂલી જો પણ મા-બાપને કદી ભૂલશેા નહિ. માતાપિતાની સેવા કરવી તે સંતાનાની મુખ્ય ફરજ છે. એ ફરજ અદા કરશે તે કરજમાંથી મુક્ત ખની શકશે.
શા-૮૧