________________
શારદા દર્શન
વ્યાખ્યાન નં. ૮૧
પ
ભાદરવા વદ ૫ને રવીવાર
તા. ૨-૧૦-૭૭
સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેનો ! અનંતજ્ઞાની સČજ્ઞ ભગવંતાએ જગતના કલ્યાણ માટે સિદ્ધાંત પ્રરૂપ્યાં છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થએલી શાશ્વતીવાણી, સર્વજ્ઞ ભગવંતની વાણી અવિસંવાદી હૈાય છે. સવા ભગવતે જગતની સમક્ષ વસ્તુઓને નજર સમક્ષ દેખે છે એટલે પેાતાના પૂર્ણજ્ઞાનમાં જે વસ્તુનુ' જેવુ' સ્વરૂપ તેમને દેખાયું તે પ્રમાણે તેમણે ઉપદેશ કર્યાં. સČજ્ઞ ભગવ ંતના વચનોનો સ ંગ્રહ તેનું નામ શાસ્ત્ર છે. શાસ્ત્રનું વાંચન આત્માને શુદ્ધ મનાવે છે. માટે શાસ્રના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખો. શાસ્ત્રના વચનોનો સહારો લઈ, તેના ઉપર શ્રદ્ધા કરી અનેક જીવા સસાર સાગરને તરી ગયા છે. શાસ્ત્રનો એકેક શબ્દ મત્ર સ્વરૂપ છે. અજ્ઞાની મનુષ્ય ઇચ્છિત સુખની પ્રાપ્તિ માટે મંત્ર જાપ કરે છે, મયંત્રવાદીએ સત્તુ વિષ ઉતારવા માટે જાપ કરે છે ને સંતુ ઝેર ઉતારે છે. જ્યારે સોંસારનાં વિષયાના વિષ ઉતારવા માટે શાસ્ત્રના વચને મહાન મંત્ર છે. જો તમારે આ વિષ ઉતારવું હોય તે સંસારમાં રહેવા છતાં આ એક મંત્રનું રટણ કરી કે “ તો ડ ૢ નથિ મે જોરૂ, નામન્તલસર્।” આ સંસારમાં હું એકલા છું. મારું કોઈ નથી ને હું કોઈનેા નથી. આ ધન, ઘરમાર, વૈભવવિલાસ બધું મૂકીને એક દિવસ જવાનુ છે. જીવને પરલોકમાં જો કોઈ આધારભૂત હોય તેા ધર્મ છે. બીજી કોઈ પરલેાકમાં શરણ થવાનું નથી. આવું ચિંતન કરતાં રહેશે! તે સંસારમાં અનાસક્ત ભાવથી રહી શકશે, પણ આવું રટણ હૃદયના ભાવપૂર્વક થવુ' જોઇએ. ઉપલક ભાવથી નહિ. બેલે, તમારા અંતઃકરણથી આવું રટણ થાય છે ? કે સવારથી ઉઠીને આ મારું....આ મારું કરો છે. યાદ રાખજો કે મારાપણાની મમતા જીવને અતિમાં લઈ જશે. જ્યાં મમતા છે ત્યાં માર છે. માટે સમજીને મમતા છોડો. જે મહાનપુરૂષોએ સંસારની મમતા છોડી છે તે સુખી થયા છે.
રાજકુમાર મૃગાપુત્ર રાજવૈભવશાળી હોવા છતાં એક વખત સ ંતના દર્શનથી જાગી ગયા. દીક્ષા લીધી. તમારે તે સંસારમાં રહેવુ છે, માયા રાખવી છે ને કલ્યાણુ કરવુ' છે તે કેવી રીતે ખને? એક મ્યાનમાં બે તલવાર સમાઈ શકતી નથી તેમ સંસારમાં રહી સંસારના મેહ રાખીને આત્મકલ્યાણ થઈ શકતું નથી. વૈરાગ્યને પ્રાપ્ત કરી શુદ્ધભાવથી સંયમનુ' પાલન કરવું' એ જ માનવભવ પામ્યાની સાથ કતા છે. આવુ' જાણવા છતાં જે મનુષ્ય સંસારના મેહમાં પડીને સ્વ તરફ પુરૂષાર્થ કરવામાં વિલખ કરે તેા તે પોતાનુ જ નુકશાન કરે છે. જેનું ચિત્ત વીતરાગપ્રભુના વચનમાં તરખેળ રહે છે તેને સસારની અસારતા સમજાય છે અને જેને સ'સારની અસારતા સમજાય છે તેને સંસારની ભયંકર જકડામણુમાંથી છૂટવાનું અવશ્ય મન થાય છે. બાકી સસારનાં ભૌતિક સુખામાં અટવાયેલા