________________
૬૨૬
શારદા દર્શન જતા લેકો પૂછવા લાગ્યા કે મહારાજ ! આ માથું ફાટી જાય તેવા તડકામાં આ ઝાડને બાથ બીડીને કેમ ઉભા રહ્યા છે? ત્યારે ગુરૂએ કહ્યું કે શું કરું ? આ ઝાડ મને વળગી પડ્યું છે તે છૂટતું નથી, ત્યારે કે એમને છોડાવવા લાગ્યા પણ મહારાજ છેડતા નથી. લેકે બેલવા લાગ્યા કે મહારાજ જ્ઞાની છે ને આ કરે છે? આમ કરતાં વાત ગામમાં પ્રસરી ગઈ પેલા ચેલાના કાને વાત આવી. તેના મનમાં થયું કે મારા ગુરૂ તે જ્ઞાની, ગુણીયલ ને ગંભીર છે. તે આવું ન કરે ને આમ કેમ કર્યું! લાવ, હું તેમની પાસે જાઉં. એ ગુરૂ પાસે આવ્યા ને કહ્યું- ગુરૂદેવ ! આ શું ? ત્યારે ગુરૂએ સમય જોઈને કહ્યું. ભાઈ! શું કરું ? આ ઝાડ મને વળગી પડ્યું છે, ત્યારે કહે છે અરે, ગુરૂદેવ ! આપ કેવી વાત કરી છે? આપ ઝાડને વળગી પડ્યા છે કે ઝાડ આપને વળગ્યું છે? ત્યારે ગુરૂએ કહ્યું –ભાઈ મારી વાત રહેવા દે પણ તું સંસારને વળગે છે કે સંસાર તને વળગે છે? (હસાહસ) ચેલે ચતુર હતા તે સમજી ગયે કે મારા ગુરૂએ મને ઠેકાણે લાવવા માટે જ આમ કર્યું છે. ગુરૂદેવ કેવા કરૂણાવંત છે ! કે મારું કલ્યાણ કરાવવા માટે આવા ધમધખતા તડકામાં ઊભા રહ્યા. તરત જ શિષ્ય ગુરૂના ચરણમાં પડી ગયું ને પિતાની ભૂલની ક્ષમા માંગી પ્રાયશ્ચિત લઈને ફરીને દીક્ષા લીધી ને આત્માનું કલ્યાણ કર્યું.
દેવાનુપ્રિયે! જરા વિચાર કરે. પેલા મહારાજની માફક તમે સંસારને વળગેલા છે કે તમને સંસાર વળગેલે છે? સાચું બેલો. તમે પોતે સંસારને વળ્યાં છે. ભલે તમે ન બેલે, પણ એટલું યાદ રાખજો કે સંસાર તમને નથી વળગે પણ તમે એને વળગ્યા છે. અનેક ઉપાધિઓથી ભરેલે આ સંસાર છે. તમે તેની મમતા ઓછી કરે. જેટલી મમતા છે તેટલું બંધન છે. માટે સમજીને સંસારથી સરકી જાઓ તે સાચું સુખ મેળવી શકશે.
સોમિલ બ્રાહ્મણની પત્ની સમશ્રીએ પુત્રને જન્મ આપે. એને ઘેર તે પુત્રી પણ પુત્ર જેવી હતી. તેનું નામ સેમાં હતું. આ સમા પુનમના ચંદ્રનું જેવી સૌમ્ય હતી. ઘણાં બાળકે એવા પુણ્યવાન હોય છે કે તેમને જોઈને માણસને રમાડવાનું મન થાય છે. આ સમા સૌને વહાલી લાગતી હતી. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : પાંડેની સાથે ઘણુ માણસે વનમાં આવ્યા છે. શ્રીકૃષ્ણ પણ આવી ગયા છે. ભીષ્મપિતા, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર, વિદુરજી બધા કહે છે કે અમે તમારી સાથે આવીએ, પણ પાંડેએ કહ્યું-આપ વડીલેની અમારા ઉપર કૃપાદષ્ટિ છે એટલે અમને કંઈ વધે નહિ આવે. તેર વર્ષ તે કાલે પસાર થઈ જશે. આપ બધા પાછા વળે. પાંડુરાજાને પાછા જવાની ઇચ્છા ન હતી પણ ધર્મરાજા, વિદુરજી, ભીષ્મપિતા વિગેરેએ ખૂબ સમજાવ્યા એટલે પાછા વળવાનું નક્કી કર્યું, સાથે માદ્રી રાણીને જવાનું કહ્યું, ત્યારે