________________
૧૨૭
શારદા દર્શન સત્યવતીએ કહ્યું કે હું તમારી સાથે આવીશ. તેમને પણ યુધિષ્ઠિરે સમજાવીને રજા આપી. ઘણું નગરજનો પણ સાથે આવ્યા હતાં. તેમને પણ ધર્મરાજાએ પાછા વળવા કહ્યું, ત્યારે નગરજનો આંખમાં આંસુ સારીને કહેવા લાગ્યાં કે અમે તે જ્યાં આપના ચરણકમળ હશે ત્યાં જ રહીશું, આપને છોડીને અમે નહિ જઈએ, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું- હે મારા પ્યારા પ્રજાજનો ! તમારી અમારા પ્રત્યે લાગણી છે તેને અમે અનાદર કરી શકતા નથી પણ જંગલમાં જેટલા ઝાઝા માણસ હોય તેટલાને સાચવવાની ચિંતા રહે, અને ક્યારેક ઉપાધિમાં મૂકાઈ જવાનો પ્રસંગ આવે માટે આપ બધા સમજીને પાછા વળે, અને અમે અમારા માર્ગે આગળ પ્રયાણ કરીએ. આ પ્રમાણે કહીને પાંડે અને દ્રોપદી બધા ભીષ્મપિતા, પાંડુરાજા, ધૃતરાષ્ટ્ર, વિદુરજી, દ્રોણાચાર્ય, સત્યવતી, માદ્રી વિગેરેના ચરણમાં પડયા.
રડતી આંખે પાંડવોને આપેલી વિદાય સૌએ રડતી આંખે પાંડને આશીષ આપ્યા અને ધર્મરાજાએ માદ્રીને કહ્યું–માતાજી! તમે પિતાજીની ખૂબ સેવા કરજે. માદ્રીએ પણ નકુળ અને સહદેવને કહ્યું કે તમે તન-મનથી તમારા વડીલ ભાઈએ તથા કુંતામાતાની ખડે પગે સેવા કરે છે, ત્યારે પાંડુરાજાએ કુંતાજીને ભલામણ કરતાં કહ્યું કે હે દેવી! આ મારા દીકરાઓને નેંધારા મૂકીને જાઉં છું. તમે તેમનું ધ્યાન રાખજે ને દ્રૌપદીને પણ દીકરીની જેમ સાચવો. આ રીતે ખૂબ ભલામણ કરીને પાંડુરાજાએ પોતાની આંગળીએથી એક વિઘર રત્નની વીંટી કાઢીને યુધિષ્ઠિરની આંગળીએ પહેરાવી દીધી ને કહ્યું–બેટા! આ વીંટીમાં ઘણું ગુણ છે. તેના પ્રભાવથી તમને જંગલમાં કઈ જાતનું વિઘ નહિ આવે. માટે તમે એને બરાબર સાચવજો. આટલું બેલતાં પાંડુરાજાનું હૈયું ભરાઈ ગયું. રડતાં રડતાં ગદ્ગદ્ સ્વરે કહેવા લાગ્યાં કે બેટા ! તમે સાચવીને જજે. તમારા વિના મને કેમ ગમશે? તમે જંગલમાં દુઃખ કેવી રીતે સહન કરશે? તમે કુમળા ફુલ જેવા જંગલમાં બેસશે ને હું મહેલમાં રહું ! અરેરે.હું તે યુધિષ્ઠિરને ગાદીએ બેસાડીને દીક્ષા લેવાનો હતો પણ મને દીક્ષા લેવા ન દીધી. તમે કહ્યું હતું કે પિતાજી! અમે તમારી સેવા કરીશું પણ મારી સેવા કરવાને બદલે મને છોડીને વનવાસ ચાલ્યા અને મારે આ ઉંમરે આવું દુઃખ જેવાનો વખત આવ્યે. આના કરતાં મેં દીક્ષા લીધી હતી તે આવું દુઃખ જેવાને વખત તે ન આવત ને જ્યાં મારું માન્યું છે ત્યાં દુઃખ છે ને? આ પ્રમાણે ખૂબ કલ્પાંત કરતાં કહ્યું–મને જવાની બિલકુલ ઈચ્છા નથી પણ તમે કહે છે તેથી અનિચ્છાએ જવું પડે છે. એમ કહી પાંચેય પુત્રને પાંડુરાજાએ બાથમાં લઈ લીધા ને માથે હાથ મૂકીને આશીર્વાદ આપીને કહ્યું. હું જાઉં છું. તમે વનવાસના તેર વર્ષ પૂરા કરીને ક્ષેમકુશળ પાછા આવીને તમારા મુખનાં દર્શન કરાવજે. આ પ્રમાણે કહીને સૌએ પાંડ પાસેથી વિદાય લીધી. બધાને વિદાય કર્યા