________________
૨૮:
શારદા દર્શન
પછી પાંડવાએ કૃષ્ણને પાછા ફરવા કહ્યું, ત્યારે કૃષ્ણુજીએ કહ્યું. ના, હું તા થાડા સમય તમારી સાથે રહીશ. એમ કહીને કૃષ્ણ પાંડવાની સાથે ગયા.
વડીલાને, નગરજનોને સૌને વિદ્યાય કરીને પાંડવા, કુંતાજી, દ્રૌપદી અને કૃષ્ણજીએ ત્યાંથી આગળ પ્રયાણ કર્યું. એ સમયે અત્યારની માફક ડામરના રોડના સીધા રસ્તા ન હતાં. ખાડા-ટેકરા, કાંટા ને કાંકરાવાળા વિષમ રસ્તા હતા. કચારેક ખીણમાં ઉતરવુ પડતું તા કયારેક ઉંચા ડુઇંગરા ઉપર ચઢીને ઉતરતાં હતાં. પગમાં કાંટા ભેાંકાઈ જતાં ને લાહી નીકળતાં હતાં. આવા કષ્ટ વેઠતાં વેઠતાં વનની કેડીએ આગળ ચાલી રહ્યા છે. ચાલતા ચાલતા કૃષ્ણે યુધિષ્ઠિરની રત્નની વીટી જોઈને આશ્ચર્યથી પૂછ્યું, ભાઈ ! આ વીંટી કયાંથી લાવ્યા ? મારી પાસે પણ આવી વીંટી નથી. આ વી'ટીમાં વિન્ન નિવારણ કરવાનો, ઝેર ઉતારવાનો વિગેરે ઘણાં ગુણા છે, ત્યારે ધમ રાજાએ કહ્યું મારા પિતાજીએ આપી છે. તેમણે વિશાલાક્ષ નામના વિદ્યાધરનું કોઈ કાર્ય કર્યું હશે તેના ઉપકારના ઋણમાંથી મુક્ત થવા માટે વિદ્યાધરે મારા પિતાજીને પ્રેમથી આ વીટી ભેટ આપેલી છે, તે પિતાજી પહેરતાં હતાં પણ વનવાસમાં રક્ષણ માટે મને આપી છે.
આ પ્રમાણે સત્ય હકીકત સાંભળીને કૃષ્ણજી ખુશ થયા. માર્ગીમાં કષ્ટ ઘણું પડે છે પણ કૃષ્ણજી સાથે હતાં એટલે તે સૌને આનંદ કરાવતા હતા. પરસ્પર વાતચીત તેમજ આનંદપ્રમાદ કરતાં ઘણાં દિવસે તે નાસિક શહેરમાં પડેોંચી ગયા. હવે તેમને જૈતમુનિનાં દાન થશે ને કેવા આન થશે તેના ભાવ અવસરે,
વ્યાખ્યાન ન ૮૦
ભાદરવા વદ ૪ ને શનિવાર
તા. ૧-૧૦-૭૭
સુજ્ઞ બધુંઆ, સુશીલ માતા ને બહેનેા! અનંતજ્ઞાની ભવ્ય જીવાનાં કલ્યાણુ માટે ફરમાવે છે કે.
चारि परमंगाणि, दुलहाणीह जंतुणो । माणुसतं सुई सद्धा, संजमम्मिय वीरियं ॥
ઉત્ત. અ. ૩ ગાથા ૧.
આ સંસારમાં જીવને મનુષ્ય જન્મ, શાસ્ત્રની વાણીનુ શ્રવણુ, વીતરાગ વચનમાં શ્રદ્ધા, અને વીયનું સ ંયમમાં ફારવવુ' એટલે સંયમની પ્રવૃત્તિ એ ચાર ઉત્તમ અંગાની તથા આ સિવાય આ ક્ષેત્ર, જૈન કુળમાં જન્મ, પાંચ ઇન્દ્રિએની પૂર્ણÖતા, નિચગી શરીર, ધ