________________
શરદા દર્શન બેલો. હું કહું છું કે તમારી પાસે કંઈક છે. વહેપારીએ ગળગળા થઈને કહ્યું, મારી પાસે કંઈ જ નથી. ત્યારે પાદરીએ કહ્યું, હું બતાવું. તમારી પાસે તમારો જીવ છે કે નહિ ? વહેપારીએ કહ્યું, હા, જવ તે છે. પાદરીએ કહ્યું, તે મને તમારે જીવ આપી દે. વહેપારીએ કહ્યું, જીવ આપી દીધા પછી મારી ગયેલી મિક્ત તે શું પણ મને કઈ દુનિયાભરનું રાજ્ય આપી દે તે પણ શું? જીવ આપી દીધા પછી થોડું ભેગવવાનું છે!
પાદરીએ કહ્યું એ કંઈ હું ન જાણું પણ તમે પહેલાં કહ્યું કે મારી પાસે કંઈ જ નથી ને હવે કબૂલ કરે છે કે મારી પાસે જીવ છે છતાં આપતા નથી. માટે શરતને ભંગ કર્યો. ઠીક છે, હું તમને જતા કરું છું પણ સાથે એ વાત સમજાવું છું કે તમે એમ માને કે હું જીવતે છું એટલે મહાન ભાગ્યશાળી છું. જે જીવના બદલામાં તમે દુનિયાનું રાજ્ય સેવા પણ તૈયાર નથી. તે વિચાર કરો કે તેની કિંમત વધારે ? સંપત્તિની કે જીવની? વહેપારીએ કબૂલ કર્યું કે સંપત્તિ કરતાં જીવની કિંમત વધારે છે, ત્યારે પાદરીએ કહ્યું, કે તે તમે જમા બાજુમાં એમ લખે કે જીવ એ મારી સૌથી અમૂલ્ય મિલક્ત છે. એ રીતે વહેપારીએ લખ્યું. ફરીને પાદરીએ પ્રશ્ન કર્યો કે તમારી પાસે કયા પ્રાણીનું શરીર છે? તે કહે છે કે મારી પાસે માનવનું શરીર છે, ત્યારે પાદરીએ કહ્યું, કે મારી પાસે એક વિદ્યા છે તેનાથી હું ધારું તે પશુ-પક્ષીનું શરીર બનાવી શકું છું. જે તમે કહો તે તમારું શરીર કોઈ પણ પશુ પક્ષીનું બનાવી દઉં, ને તમે કહો તેટલી સંપત્તિ તમને આપું. બેલે કબૂલ છે? ત્યારે વહેપારીએ કહ્યું, તમે તે કેવી વાત કરો છે? મનુષ્યનું શરીર ગુમાવીને ગમે તેટલી સંપત્તિ મળે તે પણ તેને શું કરવાની ? એને ઉપયોગ તે માનવનું શરીર હોય તે જ કરી શકાય છે, માટે મારે માનવનું શરીર ગુમાવીને સંપત્તિની જરૂર નથી, ત્યારે પાદરીએ કહ્યું, કે બીજી વખત શરતનો ભંગ થયે. હવે તમે જમાના ખાનામાં લખી દો કે, માનવનું શરીર એ મારી બીજા નંબરની અમૂલ્ય મિત છે. વહેપારીએ તે પ્રમાણે લખી દીધું.
પાદરીએ ત્રીજી વખત કહ્યું કે તમારું શરીર તે નિરોગી લાગે છે, પણ હું તમને એક એવું ઇજેકશન આપું, કે જેથી શરીરમાં કોઈ રોગ ઉત્પન્ન થશે. પછી તમને જેટલી સંપત્તિ જોઈશે તેટલી હું આપીશ. ત્યારે વહેપારીએ કહ્યું-હાથે કરીને રેગી બનવું ને મિલ્કત મેળવવી તે મને પસંદ નથી. રેગી અવસ્થામાં ધનવાન બનવા કરતાં ભલે ગરીબ રહેવું પણ નિગી અવસ્થામાં રહેવું કબૂલ છે. મારે રેગી બનીને ધનની જરૂર નથી. રોગગ્રસ્ત શરીરે હું ધન કેવી રીતે ભેગવું? પાદરીએ કહ્યું. ત્રીજી વખત શરતનો ભંગ થ. ઠીક, હવે જમાના ખાતામાં લખે કે નિરોગી શરીર એ મારી ત્રીજા નંબરની અલ્ય સંપત્તિ છે. પાદરીએ કહ્યું-ઠીક, તે એમ કરે કે તમે અમેરિકામાં જન્મેલા છે