________________
(૨૪
શારા દર્શન આ સંસાર અને સંસારનાં સુખની પાછળ તમે દોડી રહ્યાં છે પણ યાદ રાખજે, કે અંતે એ તમને પછાડશે અને ગમે તેટલું સુખ મળશે પણ તૃષ્ણનો અંત આવશે નહિ પણ જેમ જેમ સુખ મળતું જશે તેમ તેમ તૃષ્ણ વધતી જશે અને એક પછી એક ઉપાધિઓ પણ વધતી જશે. આવા સંસારને તમે શું વળગી પડ્યાં છે ! શ્રાવકને કહીએ કે દેવાનુપ્રિયો ! સંસારને મેહ છોડે. ત્યારે કહે છે મહાસતીજી! વ્યાખ્યાન સાંભળીએ ત્યારે મન થાય છે પણ હવે શું કરીએ ? ઉપાધિઓ વળગી પડી છે. તમે એને વળગ્યા છે કે એ તમને વળગી છે તેને વિચાર કરે. એક ન્યાય આપીને સમજાવું.
એક વખત એક યુવાને કઈ જ્ઞાની ગુરૂને ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. જે સંયમ માર્ગ સ્વીકારે છે તે પહેલેથી સમજીને સ્વીકારે છે કે સંયમમાં મારે બાવીસ પરિષહ વેઠવા પડશે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવાને બે પ્રકારના પરિષહ બતાવ્યાં છે. એક અનુકૂળ પરિષહ અને બીજે પ્રતિકૂળ પરિષહ, તેમાં ભૂખ-તરસ, વધ-બંધન આક્રોશ વચનને, કેઈ અપમાન કરે, તિરસ્કાર કરે, કેઈ માર મારે, આ બધાં પ્રતિકૂળ પરિષહ છે. સત્કાર-સન્માન વિગેરે અનુકૂળ પરિષહ છે. તે સેવાળના આરા જેવા છે. કેઈ માણસ તમારે દુશ્મન છે તેનાથી તમે સાવધાન રહે છે, પણ જે જીગરજાન મિત્ર છે તેનાથી તમે સાવધાન રહે ખરા? ના. કેઈ વાર મિત્ર થઈને ગળા પર છરી ફેરવી દે છે ને ? એવી રીતે પ્રતિકૂળ પરિષદે આવે છે ત્યારે સાધક આત્માઓ સાવધાન રહીને પરિષહ સમભાવથી સહન કરે છે તે તેનાં કર્મો ખપી જાય છે, પણ અનુકૂળ પરિષહ આવે ત્યારે જે સાવધાની ન રહે તે સાધક સંયમથી પછડાઈ જાય છે. જેમ કેઈ સાધુ પાસે આવીને કહે શું મહારાજ તમારું' જ્ઞાન છે! શું તમારું ચારિત્ર છે ! તમે કેવા મહાન છે ! આ રીતે ખૂબ પ્રશંસા કરે, ગુણ ગાય ત્યારે અંદરથી હરખાય પણ ઉપરથી બોલે કે ના ભાઈ..ના, મારામાં એવું કાંઈ નથી. તમે મારા એવા ગુણલા ન ગાશે. આ માન અને પ્રશંસામાં તણાવું તે અનુકુળ પરિષહ છે.
પેલા યુવાને દીક્ષા લીધી, દીક્ષા લઈને ઘણું જ્ઞાન મેળવ્યું. ફરતાં ફરતાં બાર વર્ષે પિતાના ગામમાં પધાર્યા. ભગવાન કહે છે હું મારા શમણે અને શ્રમણીઓ ! જે તમારે જલદી કલ્યાણ કરવું હોય તે તમે ગૃહસ્થનો પરિચય ન કરશે. જેટલું વધુ પરિચય કરશે તેટલી તમારી સાધના ગુમાવશે. ગૃહસ્થમાં પણ જ્યાં પિતાનાં સગાવહાલા હાય તેમનાથી તે દૂર રહેવું જ સારું કારણ કે સંયમી આમા તે સગાવહાલાને નેહ છોડીને દીક્ષા લે છે, પણ સગાવહાલાઓને તેમના પ્રત્યેને રાગભાવ હોય છે. એટલે એમને જોઈને કહે–મહારાજ ! તમારું શરીર બહુ સૂકાઈ ગયું છે. જુએ, તમે દીક્ષા લીધી ત્યારે કેવા હતાં ને કેવા થઈ ગયા? આ સમયે જે સાધક મક્કમ હેય તે વધે ન આવે પણ જે રહેજ કાપ કે દેહલક્ષી હોય તે તેની સાધનામાં ખામી આવે છે,