________________
શારદા દર્શન આવી કપરી શરતનો પાંડેએ સ્વીકાર કરી લીધું. પાંડવ ઈન્દ્રપ્રસ્થ આવ્યાં ત્યારે હર્ષભેર આવ્યાં હતાં પણ બધે હર્ષ હવામાં ઉડી ગયે. તેમને એક ક્ષણ ત્યાં રહેવું ગમતું નથી. એટલે પાંડે હસ્તિનાપુર જવા તૈયાર થયા. પાંચ પાંડેની સાથે દ્રૌપદીને પણ વનમાં જવાની વડીલેએ રજા અપાવી એટલે પાંચ પાંડ સહિત દ્રૌપદી ઇન્દ્રપ્રસ્થ છોડીને હસ્તિનાપુર જવા નીકળ્યા. પાંડ અને દ્રૌપદી પગે ચાલીને જાય છે કારણ કે અત્યારે તેમની પાસે કઈ સાધન રહ્યું નથી, પણ ભીષ્મપિતાજીએ વિચાર કર્યો કે પગપાળા ચાલીને જતાં આ કુમળા કુલ જેવા છેકરાઓ થાકી જશે. આ તે એમના ભાવિએ ભૂલવાડ્યા, એટલે જુગાર રમ્યા બાકી આ પવિત્ર આત્માઓ જુગાર રમે તેવા નથી. ધર્મરાજા આદિ પાંચે પાંડવે ગુણની ખાણ છે. એમને પગે ચાલતા જવા દેવાય નહિ. દુર્યોધને તે તેમને એટલું પણ ન કહ્યું કે મારે રથ લઈ જાઓ, પણ ભીષ્મપિતાએ પિતાનો રથ તેમને બેસવા માટે આપ્યું. જ્યારે ઇન્દ્રપ્રસ્થથી પાંડવો નીકળ્યા ત્યારે આખી નગરીના લેકે કાળા પાણીએ રડવા લાગ્યા. અહે! આપણી નગરીમાં આવ્યાં ત્યારે તેમના મુખ ઉપર કેટલું તેજ હતું ! અને અત્યારે નિરાધાર બનીને ચાલ્યા જાય છે. આખી નગરીનાં લેકે તેમને વળાવવા માટે ગયા.
વનવાસ જતાં પહેલા માતા પિતાને મળવા જતા પાંડે -પાંડવ હસ્તિનાપુર પહોંચે તે પહેલા સમાચાર પહોંચી ગયા કે ધર્મરાજા દુર્યોધન સાથે જુગાર રમ્યા અને જુગારમાં રાજપાટ સર્વસ્વ હારી ગયા છે. આ સાંભળીને પાંડુરાજા અને કુંતામાતાને ખૂબ આઘાત લાગે. આખે રાજ્ય પરિવાર કળી ઉઠે કે આ શું થયું ? પાંડ અને દ્રૌપદી રાજ્ય લક્ષ્મી હારીને ઉદાસીન ચહેરે વનવાસ જતાં પહેલાં માતા પિતાને મળવા માટે હસ્તિનાપુર આવી રહ્યા છે.
થડા દિવસમાં પાંડે હસ્તિનાપુર પહોંચી ગયા, અને માતા-પિતા આદિ સમસ્ત રાજપરિવારને મળ્યા. પાંડુરાજાએ કહ્યું –બેટા! તમે કદી જુગાર સમજતાં નહતા ને ઈન્દ્રપ્રસ્થ જઈને આ શું કર્યું ? રમ્યા તે રમ્યા પણ કેટલી હદ કરી ! પુત્રને ખૂબ ઠપકો આપે. ધર્મરાજાએ ભૂલની માફી માંગી, પછી કહ્યું-પિતાજી! હવે અમને વનવાસ જવાની રજા આપો. પાંડવ કેટલા ધર્મનિષ્ઠ છે! આપેલા વચનનું પાલન કરવામાં કેવા દઢ છે કે હસ્તિનાપુરમાં આવીને પાણી સરખું પીધું નહિ, ફક્ત માતા-પિતાને પગે લાગી જવાની તૈયારી કરી. આખા હસ્તિનાપુરમાં હાહાકાર મચી ગયે. કુંતા માતા પણ કાળા પાણીએ રડવા લાગ્યા. નગરજનો કહેવા લાગ્યા કે આપણું પવિત્ર મહારાજા યુધિષ્ઠિર વિગેરે વનવાસ જશે ને આપણા ઉપર દુર્યોધન રાજ્ય કરશે. આપણે એવા પાપી રાજાના રાજ્યમાં રહેવું નથી. આપણે પણ વનમાં જઈશું. પાંડુરાજા અને કુંતામાતા કહે છે બેટા! તમે વનવાસ જશે તે અમે પણ તમારી સાથે આવીશું. બેટા! તારા વગર હું નહિ રહી શકું. બધા પાંડની સાથે જવા તૈયાર થયા. પાંડે વનવાસ જવા શસ્ત્ર આદિ સજીને તૈયાર થયા છે હવે કેવી રીતે પ્રયાણ કરશે તેના ભાવ અવસરે.