________________
શારદા દર્શન જન્મનાં વૈરી બનીએ તે જન્મને બંધ કરી શકીએ. આ કાર્ય મનુષ્ય સિવાય બીજું કઈ કરી શકતું નથી. આમ તે જન્મ લે તે ખરાબ છે. જન્મ કે લે તે જાણે છે ને? જેને કર્મો બાકી હોય તે જન્મ લે છે. જેના આત્મા ઉપર એક પણ કર્મ બાકી નથી તેને કદી જન્મ લેવું પડતું નથી. જે જન્મ ન લે હોય તે કર્મ સામે કેસરિયા કરીને કર્મને કાઢે. એ કર્મો ક્યારે છૂટે ? પાપ કરવાનું બંધ થાય ત્યારે ને ? જે મનુષ્ય મન-વચન અને કાયાથી પાપકર્મ કરે નહિ, કરાવે નહિ ને પાપ કરનારને અનુમોદન આપે નહિ, તે આત્મા ઉપર પાપને મેલ ચૂંટે નહિ એટલે કર્મબંધન થતું અટકી જાય, અને જે પુરાણું કર્મો આત્મા ઉપર લાગેલાં છે તેને દૂર કરવા માટે સંયમની સાથે તપ જોઈશે. તપ અને સંયમ એ અજન્મ દશા પ્રાપ્ત કરવા માટેના અમોઘ સાધને છે. માનવજન્મ પામીને જે મનુષ્ય તપ અને સંયમની ઉગ્ર સાધના કરે તે ઓછામાં ઓછા ત્રણ, પાંચ કે પંદર ભવે અવશ્ય અજન્મ દશા પ્રાપ્ત કરી શકે..
જન્મ જેને ગમે નહિ તેને અબ્રહ્મચર્ય ગમે નહિ.” આપણું જૈન શાસ્ત્રોમાં અહિંસા, સત્ય, અચૌર્ય અને અપરિગ્રહને જેમ ધર્મ કહ્યો છે, તેમ બ્રહ્મચર્યને પણ ધર્મ કહ્યો છે, અને હિંસા, અસત્ય, ચૌર્ય, પરિગ્રડ વિગેરેને અધર્મ કહ્યો છે, તેમ અબ્રહ્મચર્ય એ પણ એક અધર્મ જ છે ને? કારણ કે અબ્રહ્મચર્ય એ અનેક જીવોના જન્મ-મરણનું કારણ છે. જેને જન્મ-મરણ ગમે નહિ તેને અનેક જીના જન્મ-મરણનું કારણ અબ્રહ્મચર્ય ગમે ખરું? પિતાના જીવનને જેણે સુંદર અને સારભૂત બનાવવું હોય તેણે જન્મના વૈરી બનવું પડશે, પણ જેને જન્મ ખરાબ લાગતું નથી તે જન્મથી ડરતે નથી અને જન્મને વૈરી બનતું નથી.
બંધુઓ ! માનવ જન્મને સાર શોધ હોય તે આ વાત સદા દિલમાં રાખજે ને વિચારજે કે જન્મ એ આત્મા ઉપર રહેલા કર્મોની હયાતીનું ચિહ્ન છે. વિચાર કરો કે આપણે કેમ જમ્યા ? આત્મા ઉપર કર્મ હતો માટે જન્મ્યા. એટલે આપણે કર્મવાળા તે ખરાં ને? આત્મા કર્મવાળે છે કે નથી તેનું પ્રતિક જન્મ છે. કર્મ બાકી નથી તે જન્મ નથી. આપણે સિદ્ધ ભગવંતને પ્રાર્થના કરતાં કહીએ છીએ ને કે હે પ્રભુ ! તમે કેવા છે?
તમે મેક્ષ નગરનાં નિવાસી બની ગયાં છે અને અમે તે હજુ સંસારમાં જન્મ મરણ કરતાં એક ગતિમાંથી બીજી ગતિમાં પ્રવાસ કરી રહ્યાં છીએ. પ્રભુ ! તમારું સુખ કેવું મઝાનું છે કે જ્યાં જન્મ, જરા, મરણ, રોગ, શેક, ભૂખ, તૃષા, ટાઢ, તાપ કાંઈ નહિ, આ બધી ઉપાધિથી છૂટવું હોય તે પાપકર્મથી અટકે ને સ્વભાવમાં કરે. વિના ઠેકાણું નહિ મળે ને અટક્યા વિના અમરતા નહિ મળે. અમરતા જોઈએ છે ને ? હા. તે શેનાથી અટકે ? પાપકર્મથી ને આશ્રવથી અટકે ને સંવરના ઘરમાં આવીને સ્વભાવમાં ઠરી જાઓ, નદી કે તળાવના પાણીમાં જે કઈ વસ્તુ પડી ગઈ હશે તે પાણ ડામાડોળ હશે.