________________
શારદા દર્શન | ચરિત્ર -દ્રૌપદીન ભાઈ ધૃષ્ટદ્યુમ્ન પાંડે અને દ્રૌપદીને તેડવા માટે આવ્યું હતું. બધાને ખૂબ આગ્રહ કર્યો પણ ગયા નહિ પછી ભાણેજેને લઈને દૃષ્ટદ્યુમ્ન પિતાજી પાસે આબે ને બધી વાત કરી. દ્રૌપદીના માતાપિતાને ખૂબ દુઃખ થયું. આપણે રાજભવનમાં બેઠા છીએ ને આપણું કુમળી કુલ જેવી દીકરી અને જમાઈઓ વનવગડાનાં દુઃખો વેઠશે! પાંચે ય ભાણેજોને દ્રુપદ રાજાએ હૈયા સાથે ચાંપી દીધા. તે પાંચે ય પુત્ર દાદા પાસે રહેવા લાગ્યાં. આ તરફ ધૃષ્ટદ્યુમ્નના ગયા પછી એક અનુચર સમાચાર લઈને આવ્યા કે કૃષ્ણ તમને મળવા માટે આવે છે. કૃષ્ણજી પધારવાની વધામણી સાંભળીને પાંડે, કુંતામાતા, દ્રૌપદી સને ખૂબ આનંદ થયે. અમે જંગલમાં છીએ તે વાત પણ તેઓ ભૂલી ગયા, અને કૃષ્ણના આગમનની રાહ જોવા લાગ્યા.
એટલામાં શ્રીકૃષ્ણ હાથી, ઘોડા, સૈન્ય વિગેરે લઈને આવી પહોંચ્યા. કૃષ્ણજી આવતા દેખાયા એટલે બધા દેડીને તેમના સામે ગયા ને એકબીજા ભેટી પડ્યા. કૃષ્ણને જોઈને જેમ બાળકને માતા મળે તેટલે આનંદ પાંડને થે. સૌની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. કૃષ્ણ વાસુદેવે આવીને કુંતાફેઈ અને પાંડુરાજાને પ્રણામ કર્યા. પાંડવોએ કૃષ્ણને પ્રણામ કર્યા. અહીં વનવગડામાં શ્રીકૃષ્ણને સત્કાર કરવા લાયક પાંડવે પાસે કોઈ ચીજ ન હતી. ફક્ત અંતરનો આદર ને પ્રેમ હતે. પ્રેમના પુપિથી વધાવ્યા ને બેસવા માટે એક આસન આપ્યું. તેના ઉપર કૃષ્ણજી બેઠા એટલે બધા તેમને વીંટળાઈને બેસી ગયા. પાંડવે, દ્રૌપદી વિગેરેની આવી દશા જોઈને કૃષ્ણનું હૈયું ભરાઈ ગયું. સી ડીવાર મૌન રહ્યા પછી કૃષ્ણ ધર્મરાજાને કહ્યું. તમે દુર્યોધન સાથે જુગાર રમ્યાં અને રાજ્ય, અદ્ધિ બધું હારી ગયા ને વનવાસ આવ્યાં. તે વાતની મને જાણ થઈ ત્યારે અત્યંત દુઃખ થયું પણ એ દુર્યોધને તમને જુગાર શા માટે રમાડ્યા? અને રમવામાં કેવું કપટ કર્યું છે તેની પૂરી માહિતી મને મળી છે.
મિલ ગયે સિદ્ધ અરૂ સાધક કપટી, શકુની કણું યે દેઈ
પિયુક્ત દુર્યોધન બેલી, લૂંટ લિયા સબ જેઈ હે... શ્રોતા
એ દુષ્ટ દુર્યોધનને ને શકુનિ અને કર્ણ બને કપટી ઉત્તર સાધક મળી ગયા. એના સહવાસથી જ તે જીતી ગયું છે. તમે જ્યારે જુગાર રમતા હતા ત્યારે એક બાજુ શકુનિ અને બીજી બાજુ કશું બંને ઉભા રહેતા હતા અને તમે પાસા નાંખતા હતા ત્યારે એની વિદ્યાના બળથી તમારા સવળી પાસા અવળા કરી નાખતા હતા, અને દુર્યોધનના અવળા પાસા સવળા કરી નાંખતા હતા. એ બંને જણાએ આવું કામ કર્યું છે. તમે ઈન્દ્રપ્રસ્થ ગયા ને જુગાર રમ્યા પણ મને આ વાતની જાણ ના કરી. તમે મને ખબર આપી હતી તે હું ત્યાં આવી જાત અને આ સમયે જે હું તમારી પાસે રહેતા તે હું જોઈ લેત કે