________________
શાહ દર્શન
દા પછી ભીષ્મપિતાએ કહ્યું. દીકરાઓ! તમને છોડીને જવાનું મન થતું નથી. હું તે તમારી સાથે આવીશ. મારે પાછા જવું નથી. ત્યારે યુધિષ્ઠિરે તેમના ચરણમાં મસ્તક નમાવીને કહ્યું, ના, આપને આ ઉંમરે અમારી સાથે લઈ જવા નથી. આપ જેવા વડીલ પુરૂષ રાજ્યમાં હશે તે સંભાળ રાખશે. આપ વિના સાચી સલાહ કેણું આપશે? આપ અમને એવી હિત શિખામણ આપ કે તે અમે સાથે લઈને જઈશું અને માનીશું કે આપ અમારી પાસે છે. ત્યારે ભીષ્મપિતાએ કહ્યું. ધર્મરાજા! કામ, ક્રોધ, મદ, લેભ, હાંસી, અજ્ઞાન, અસત્ય, હિંસા, અદત્તાદાન વિગેરે દુર્ગુણે અનર્થની ખાણ જેવા છે. માટે તમે તેને ત્યાગ કરજો અને દાન, જ્ઞાન, સુકૃત્ય અને સજજનોનો સંગ કરજે. દરરોજ ધમ ધ્યાન કરજે, અને ખૂબ સંપીને પ્રેમથી રહેજો ને બાર વર્ષ પૂર્ણ કરી ક્ષેમકુશળ આવીને રાજ્ય સંભાળજો. ભીષ્મપિતાજીની શિખામણ હૃદયમાં ધારણ કરીને તેમને નમન કરીને ઇમરાજા દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય પાસે આવ્યા. તેમણે પણ પાંડે સાથે રહેવાની ઈચ્છા પ્રદર્શિત કરી પણ યુધિષ્ઠિરે તેમને સમજાવીને જવાની રજા આપી.
પછી ધર્મરાજા ધૃતરાષ્ટ્રના ચરણમાં નમ્યા ત્યારે ધૃતરાષ્ટ્ર પણ કહ્યું, હું તમારી સાથે આવું છું. ત્યારે ધર્મરાજાએ કહ્યું, ના કાકા ! તમારે નથી આવવું. હવે આપ બધા પાછા વળે. ખૂબ કહ્યું ત્યારે ધૃતરાષ્ટ્ર પાછા જવા તૈયાર થયા ત્યારે ધર્મરાજાએ કહ્યું, કાકા ! દુર્યોધનને મારા તરફથી એટલે સંદેશે કહેજો કે તે હસ્તિનાપુર આદિ દરેક રાજ્યની પ્રજાનું પુત્રની જેમ પાલન કરે અને એવી રીતે રાજ્ય કરે કે જેનાથી વડીલેની કીતિ ઉજજવળ બને. જુઓ, આ પવિત્ર પુરૂષની કેટલી પવિત્રતા છે! પિતે વગડામાં બેઠે બેઠે પણ પ્રજાની કેટલી ચિંતા કરે છે! ધર્મરાજાની વાત સાંભળીને ધૃતરાષ્ટ્ર શરમાઈ ગયા ને મનમાં વિચાર કરવા લાગ્યા કે જ્યાં આ પાંડવે ગુણ ગુણના ભંડાર અને ક્યાં દુર્ગુણથી ભરેલ મારે દુર્યોધન! એ મૌન બેસી રહ્યા. પછી ધર્મરાજા વિદુરજી પાસે આવ્યા ને તેમને નમન કરીને પૂછયું કે હું વૃદ્ધ માતાપિતાને સાથે લઈને જાઉં કે મૂકીને જાઉં ? ત્યારે વિદુરજીએ કહ્યું કે ભાઈ! આમ તે તમારા વિયોગથી પાંડુરાજા ખૂબ ગૂરશે પણ આ ઉંમરે તેમને તમે વગડામાં ક્યાં ફેરવશે ? તમે પાંડુરાજાને પાછા મોકલી દે અને સાથે માદ્રીને મોકલે. એ તેમની સેવા કરશે. તમે પાંચ ભાઈ કુંતાજી અને દ્રૌપદી આટલા જાઓ. હજુ સત્યવતી, વિગેરે તથા પ્રજાજને પાંડેની સાથે જવા આગ્રહ કરશે અને પાંડ બધાને વિદાય આપશે ને કણ કણ જશે તેના ભાવ અવસરે.