________________
દર
શારદા દર્શન દુર્યોધન કે જીતે છે! જે બુધ પાસે હોય તે રાહુની તાકાત નથી કે ચંદ્ર ગ્રહણ કરી શકે ! પણ તમારા એવા પાપકર્મને ઉદય હશે એટલે કેઈને મતિ સુઝી નહિ. એણે કપટ કરીને તમને જુગારમાં હરાવ્યા એટલેથી તેને શાંતિ ન વળી તેથી દ્રૌપદીને એટલે ખેંચીને સભામાં લાવ્યા ને તેની સાડી ખેંચીને નગ્ન કરવા ઉડ્યો. આ બધું સાંભળીને મને તે ક્રોધ કે વ્યાપી ગયે છે. તે એ તમે કેમ જોઈ શક્યા ? આમ તે આ ભીમ અને અર્જુન
ક્યાં ઝાલ્યા રહે તેવા છે! એ બંને દુર્યોધનને ચપટીમાં ચાળી નાંખે તેવા છે, પણ તમે સત્યવાદી અને દઢપ્રતિજ્ઞ પુરૂષ છે એટલે તમે તેમને રોક્યા હશે! બાકી તેઓ આવું અપમાન સહન કરી શકે તેમ નથી. તમે મને જે રજા આપે તે હું વૈરને બદલે લેવા જાઉં ને દુર્યોધનને બતાવી દઉં.
ત્યારે ધર્મરાજાએ કહ્યું. આપના ક્રોધની સામે ખુદ દેવનું પરાક્રમ પણ વ્યર્થ છે. તે પછી દુર્યોધનની શું તાકાત છે કે આપની સામે ટકી શકે ! પણ હું વચનથી બંધાએલે છું ને આપ એની સામે લડવા જાઓ તે લેકેમાં આપણી નિંદા થશે. માટે મોટાભાઈ! આપણે એવું કરવું નથી, અને એનો શું દોષ છે? દેષ માત્ર મારે છે. હું ત્યાં ગયે ને બધાના આગ્રહથી જુગાર રમવા બેઠો તે હાયે ને? જુગાર રમ્યા જ ન હતા તે આવું બનત? માટે મારી ભૂલ પહેલી છે. મારી ભૂલની શિક્ષા મને ભગવી લેવા દે. આમ કહીને કૃષ્ણને ક્રોધ શાંત કર્યો.
પછી ધર્મરાજા બધા ભાઈઓને સાથે લઈને ભીષ્મપિતા પાસે આવ્યા ને તેમને વિનયપૂર્વક નમન કરીને કહ્યું. પિતાજી! આપ તે કુરુવંશના મુગટમણી સમાન છે, અને અમારા વડીલનાં વડીલ છે. અમારા ભાગે અમારે વનવાસ વેઠવાનો પ્રસંગ આવ્યું છે તે આપ અમને એવી હિત શિખામણ આપ કે અમે આપની કૃપાથી આ વનવાસરૂપી
ખનો મહાસાગર પાર કરી શકીએ. અમને વનવાસમાં કેઈ વિન ન આવે અને અમે બાર વર્ષ વનવાસ અને તેરમું વર્ષ ગુપ્તપણે વીતાવીને ક્ષેમકુશળ પાછા આવીએ. યુધિષ્ઠિરને વિનય વિવેક વિગેરે ગુણે જેને ભીષ્મપિતાએ તેમની પ્રશંસા કરતાં કહ્યું કે મને લાગે છે કે સજજન અને દુર્જન બંનેની જગતને પીછાણ કરાવવા માટે તમે જુગાર રમ્યા છે. બાકી ક્યાં તમે આવા ગુણવાન અને ક્યાં દુર્ગણ સમાન જુગાર! જેના ભાઈએ જગતને જીતવાની કળાથી યુક્ત છે તેવા યુધિષ્ઠિર કદી જુગાર રમે ખરા? આ તે ભાવિભાવ. ઘડી પળ એવી ભજવાઈ ગઈ ને ન બનવાનું બન્યું. આ પ્રમાણે પાંડની પ્રશંસા કરી.
તબ ગાંગેય કહે તુમારે સંગ, મેં ભી ચલૂ ઇસ કાલ, ધર્મરાજને રેકા કકર, ઘર કી કરે પતિપાલ, હોતા