________________
શારદા દર્શન
૧૭
સુખ ભોગવવું હાય તેટલું એક વર્ષીમાં ભેગવી લો. વર્ષ પૂરું થયા પછી પહેરેલા કપડે અહીથી વિદાય થવુ` પડશે. એક મૂઠ્ઠી ચણા પણ નહિ લઈ જવાય. અત્યાર સુધી જેટલા રાજાઓને મૂકી આવ્યા તેમ આપને પણ વર્ષ પૂરું થતાં મૂકી આવીશું. ખાકી એક વર્ષ સુધી તમારે જે કરવું હેાય તે કરી શકે છે. તેમાં કોઈ રૂકાવટ નથી. નવા રાજાએ કહ્યું; ભલે, એમ કહીને રાજ્યની લગામ હાથમાં લીધી.
આ રાજ્ય ઉપર અત્યાર સુધી જે રાજાએ આવ્યા હતાં તેવા આ રાજા ન હતા. આ તો ખૂબ વિચારશીલ હતા. એણે તો છ મહિના સુધી એવું રાજ્ય કર્યું કે રાજ્યમાં જે જે અગવડા હતી તે દૂર કરી, દુ:ખી એના દુઃખ દૂર કર્યાં. રાજ્યમાંથી અન્યાય, અનીતિ અને અધર્મીને દેશવટો આપ્યા. છ મહિનામાં રાજ્યની રોનક બદલી નાંખી, આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયા ને રાજ્યમાં સુખના સમીર વહેવા લાગ્યા. પ્રજાજના તે પ્રભુને પ્રાથના કરવા લાગ્યા કે હવે આ રાજા સદા રાજ્ય કરે તેવુ કરો. આ રાજા છ મહિના સુધી સુખે બેઠા નથી. રાજ્ય આખાદ અને તેવા કાર્યાં કર્યાં. હવે છ મહિના માકી રહ્યા. રાજાએ વિચાર કર્યો કે છ મહિના પછી રાજ્ય છોડીને વનવગડામાં એકલા જવું પડશે. તેા પહેલેથી ત્યાં જવાની તૈયારી કરી લઉં. એણે હજારો મનુષ્યોને જંગલમાં માકલીને જંગલ સાફ કરવાના હુકમ કર્યાં ને જંગલ સાફ કરાવી ઠેર ઠેર ફળ-ફૂલનાં વૃક્ષા રોપાવ્યા, અને ઠેર ઠેર લેાકેાને વસવા માટે મકાના અનાવ્યા. પાતાના માટે સુંદર મહેલ ખનાબ્યા ને એક સુંદર નગર વસાવી દીધુ'. પાણી વિગેરેની સગવડ કરી લીધી અને પાંચ મહિનામાં તેા ઉજ્જડ જંગલ રળીયામણું નગર અની ગયું.
બધી સગવડે તૈયાર થઈ ગયા પછી રાજાએ ઢઢા પીટાળ્યે કે જે નગર જનાને નવા નગરમાં નિવાસ કરવા જવુ. હેાય તે ખુશીથી જઈ શકે છે. મારી કોઈને મનાઈ નથી. આ રાજાના રાજ્યમાં પ્રજા સુખી થઈ તેથી બધા તેમની આજ્ઞાનુસાર નવા નગરમાં વસવા લાગ્યા. જોતજોતામાં એક વ` પૂરું થઈ ગયું. એટલે રાજા પોતાની જાતે જ રાજ. સિંહાસન ઉપરથી ઉતરી ગયા, અને હસતા હસતા રાજ્ય છેડીને નવા નગર તરફ જવા માટે નદી કિનારે આવીને નૌકામાં બેસી ગયા. રાજ્યવૈભવ, સત્તા, સ ંપત્તિ, સુખ છેડીને જાય છે છતાં રાજાના મુખ ઉપર અનેરો આનંદ છે. આ જોઈને નાવિકોના મનમાં આશ્ચય થયું કે અત્યાર સુધીમાં જે જે રાજાએ ગયા છે તે બધા રડતા રડતા ગયા છે ને આ રાજા તેા હસતા હસતા જાય છે. એમના મુખ ઉપર ઉદાસીનતાનુ નામનિશાન નથી અને હસતા મુખડે જાય છે આનું કારણ શું? એક નાવિકે હિંમત કરીને પૂછ્યું, ત્યારે રાજાએ કહ્યું, એ બધાએ સુખમાં માહાંધ અનીને ભવિષ્યના વિચાર ન કર્યાં. છેવટે તેમને પસ્તાવુ પડયુ. જ્યારે મે' એ જંગલને મંગલ બનાવી દીધુ છે. તેથી ત્યાં આન ંદથી રહીશ.
શા-૭૮