________________
૨૧૪
શારદા દર્શન ધૃષ્ટદ્યુમ્નને ત્યાં મેક. એટલે ધૃષ્ટદ્ય તે વનમાં આવ્યું ને પાંડુરાજા અને કુંતામાતાના ચરણમાં નમસ્કાર કરીને પિતાના બહેન બનેવી ને મળે. પિતાની લાડીલી કેમળકળી જેવી બહેન-બનેવીની આ દશા જોઈને રડી પડને તેણે કહ્યું. બહેન-બનેવી ! માતા-પિતા બધા આપણા રાજ્યમાં ચાલે, પિતાજીએ મને તમને તેડવા મેક છે. હું ધારું તે દુશ્મન દુર્યોધનને મારી નાંખું, ત્યારે પાંડેએ કહ્યું કે અમે પણ તેને જીતી શકીએ તેમ છીએ, પણ અત્યારે અમે વચનથી બંધાઈ ગયેલા છીએ માટે યુદ્ધ કરવું નથી કે તમારા રાજ્યમાં આવવું નથી. જે રાજ્યમાં રહીએ તે વનવાસ કયાંથી કહેવાય ? અમને તે હસ્તિનાપુર કરતાં અહીં વધુ આનંદ આવે છે, ત્યારે ધૃષ્ટદ્યુને કહ્યું મારા પિતાજીએ કહ્યું છે કે બધાને ખૂબ આગ્રહ કરીને તેડી લાવજે, પણ તેઓ વચનથી બંધાઈ ગયા છે તેથી ના આવે તે દ્રૌપદીને લઈ આવજે. તમે વનવાસ ગાળે ત્યાં સુધી મારી બહેન અમારા ઘેર રહેશે. પાંડેએ કહ્યું, દ્રૌપદીની ઇચ્છા હોય તે ખુશીથી લઈ જાઓ. દ્રૌપદીને પિયર આવવા ખૂબ આગ્રહ કર્યો ત્યારે દ્રૌપદીએ કહ્યું-વીરા ! તને તથા બાપુજીને અમારા ઉપર લાગણી છે તેથી પિતાજીએ તને તેડવા મેકલ્ય છે પણ તું જ વિચાર કર. તારા બનેવી વનવાસ ભેગવતાં હોય ત્યારે હું શું રાજમહેલમાં રહું ! જ્યાં વૃક્ષ છે ત્યાં છાયા રહે છે તેમ સતી સ્ત્રીને માટે પતિ વૃક્ષ સમાન છે, અને છાયા સમાન પત્ની પતિ સાથે જ શોભે છે. માટે હું નહિ આવું. મને મારા પતિ અને સાસુ-સસરાની સેવા કરવામાં ખૂબ આનંદ આવે છે. માટે તમે ચિંતા ના કરશે, પણ તને બહુ એમ થાય છે તે તારા ભાણેજોને લઈ જા. તે હવે કેવી રીતે જશે તેના ભાવ અવસરે.
આજે વીણાબહેનને માસખમણની પૂર્ણાહૂતિને છેલ્લો દિવસ છે. કાલે તેમનું પારણું છે. આ ચાતુર્માસમાં ૧૫ ભાઈ બહેનના માસખમણ શાંતિપૂર્વક પૂરા થયા, અને સેળમાં સુશીલાબહેન આગળ વધી રહ્યા છે.
વ્યાખ્યાન નં-૭૮ ભાદરવા વદ ૨ ને ગુરૂવાર
તા. ૨૯-૯-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે ફરમાવે છે કે માનવજીવનને સાર ધન ભેગું કરવામાં નથી. બંગલા બાંધવામાં નથી પણ અજન્મ દશા પ્રાપ્ત કરવામાં છે. જે મહાન આત્માઓએ માનવજન્મ પામીને આત્મસાધના કરી અજન્મ દશા પ્રાપ્ત કરી છે તેમના નામ શાસ્ત્રના પાને અંકિત થયા છે. તે મહાનપુરૂષ માનવ જન્મ પામીને જન્મનાં વૈરી બન્યાં તે અજન્મ દશા પ્રાપ્ત કરી શક્યા. આપણે પણ