________________
સર
શરમાં દર્શન
૫ પાંડવાને વનની વાટે જતાં જોઈ પ્રજાએ દુર્યોધનને આપેલા ફિટકાર
''
પાંડુરાજા, કુંતામાતા, ભીષ્મપિતા તેમજ સારી પ્રજાની આંખમાંથી દડદડ આંસુ વહે છે. દ્રૌપદીની સખીએ દ્રૌપદ્મીની સાથે ચાલતાં ખેલે છે અરેરે....બહેન ! આ શું ખની ગયું? કયાં તુ રાજભવનમાં વસનારી અને ક્યાં આ વનવાસનાં અસહ્ય દુઃખ! આ તારી કોમળ કાયા કેમ સહન કરશે? એમ કહીને કલ્પાંત કરવા લાગી. પાંડવાએ રાજ્ય છેડયું ને પ્રજાજનોએ ઘરબાર છેડવ્યા. શેકાગ્નિમાં ડૂબેલા નાગરિકો સાથે પૂર્ણિમાના ચંદ્રમા જેવા યુધિષ્ઠિર નગરજનોની સાથે ગામ બહાર નીકળ્યા. હસ્તિનાપુરથી મહાર નીકળતી વખતે વિશાળ રાજમા માણસેાના ધસારાથી સાંકડો બની ગયા. નગરજનો ચાલતાં ચાલતાં પરસ્પર વાત કરવા લાગ્યા કે અહેા ! આ જુગારને હજારો વાર ધિક્કાર છે. નળરાજાએ તેમના ભાઈ કુબેરની સાથે જુગાર રમીને રાજપાટ બધું ગુમાવ્યું હતુ, તેવી રીતે ધમ રાજાએ પણ જુગાર રમીને બધું ગુમાવ્યું. કપટી દુર્ગંધનને ધિક્કાર છે કે એણે ધર્માંરાજા જેવા પવિત્ર યુધિષ્ઠિરને કપટથી જુગાર રમાડીને તેમની આવી કરૂણ દશા કરી, પણ ધનુર્ધારી અર્જુન અને ગદાધારી ભીમની હાજરીમાં દુર્ગંધન કયાં સુધી રાજ્ય ભાગવી શકવાનો છે ! અને સતી દ્રૌપદી સાથે દુર્ગંધને જે અનુચિત આચરણ કર્યું છે તે વાતનુ જીભથી ઉચ્ચારણ કરવામાં આવે અગર તે તેનેા મનથી વિચાર કરીએ તા પણ આપણને પાપ લાગે. તે એ પાપનું ફળ એ પાપીઓને કેવુ ભોગવવુ પડશે ! આ પ્રમાણે કૌરવાની નિંદા અને પાંડવાની સૌ પ્રશંસા કરવા લાગ્યા. ગુણુવાન પુરૂષ પ્રત્યે સૌને પ્રેમ હોય છે. કૌરવાએ ધમ રાજાને જુગાર રમાડવા ને તે રમ્યા તે પાપકર્મનું ફળ ભાગવવા માટે તેએ વનવાસ જાય છે. સમયને જતાં કયાં વાર લાગે છે ! પછી તેમનાં પુણ્ય જાગશે ને તેએ તેર વર્ષ પૂરા કરીને જલ્દી પાછા આવશે ને દુર્ગંધન પાસેથી પેાતાનુ રાજ્ય લઈને ધરાજા પુનઃ રાજ્ય ભાગવશે. શાસનદેવ તેમને વનમાં કુશળ રાખે, તેમને કોઈ જાતની મુશ્કેલી પડે નહિ. સૌનાં શરીર સારા રહે અને સૌ ક્ષેમકુશળ પાછા હસ્તિનાપુર પધારે તે માટે બધા પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યાં, અને જ્યાં સુધી પાંડવો પાછા ન આવે ત્યાં સુધી કોઇએ ઘીનો, કોઇએ મેવા, મિષ્ટાન્નનો ત્યાગ કર્યાં, કઈ એ તપ શરૂ કર્યાં. જુએ, પ્રજાને પાંડવા પ્રત્યે કેટલી બધી લાગણી છે! આખા નગરની પ્રજા ઘણે દૂર સુધી પાંડવાને વળાવવા ગઈ. કોઈ પાછું વળતુ નથી, ત્યારે ધર્મરાજા ઊભા રહ્યાં અને નગરજનોને કહ્યું–હવે તમે બધાં સમજીને પાછા વળેા. અમારી સાથે કયાં સુધી ચાલશેા ? પ્રજાજનો કહે છે અમે તો તમારી સાથે જ આવીશું. કોઈ પાછું' વળતું નથી. બધા પાંડવાની પાછળ ચાલ્યાં જાય છે. હસ્તિનાપુર છોડીને ઘણે દૂર નીકળી ગયા. ત્યાં શું બનાવ બન્યા.
* કિશ્મીર રાક્ષસના ભીમથી થયેલા પરાજય ’* :–કાળા મેશ જેવા ભય’કર્