________________
૧૦
શારદા દર્શન લાલઘૂમ કરીને લઈ આવીને કહ્યું-લે, મોટું પહેલું કરે. આ જોઈને પટેલ ઘરમાંથી ભાગ્યા. એમણે નિર્ણય કર્યો કે આજે મારે ઘરમાં આવવું જ નથી. કારણ કે અત્યારે પટલાણી હઠે ચઢી છે, ને ક્રોધથી ધમધમી ગઈ છે. એની સામે ક્રોધ કરીશ તે મોટી રામાયણ થશે. કહ્યું છે ને કે
લડતા સે ટલ નીસરે, જલતા સે જલ હેય,
વિજલી પડે દરિયાવરમેં, તેની ઝાલ ન હોય, સજજન પુરૂષ કેદની સામે ક્રોધ કરતા નથી. એ એ વિચાર કરે કે જેનામાં જે ભર્યું હોય તે બહાર કાઢે. તેમાં મારું શું જાય છે? એ ભલેને કેધ કરે. કેઈ બે વ્યક્તિ લડતી હોય તે આપણે તેનાથી દૂર ખસી જવું અને આપણી સામે જે ક્રોધ રૂપી આગના ભડકી ઉઠતા હોય તે આપણે તેની સામે પાણીની જેમ શીતળ બની જવું. વીજળી જ્યારે પડવાની હોય ત્યારે કેટલા કડાકા કરે છે ને ઉત્પાત મચાવે છે, પણ એ દરિયામાં પડે છે તે કોઈને કંઈ નુકશાન કરી શકતી નથી, શીતળીભૂત બની જાય છે, તેમ જે મનુષ્ય પાસે ક્ષમાનું અમોઘ શસ્ત્ર છે, તેને દુર્જન-ક્રોધીમાં ક્રોધી માણસ પણ કંઈ કરી શકતે નથી. પેલી પટલાણીએ વીજળીની માફક ઉત્પાત મચાવે પણ પટેલ ખૂબ શાંત રહ્યાં. કંઈ પણ બોલ્યા વિના ઘરમાંથી નીકળી ગામ બહાર મહાકાળી માતાના મંદિરમાં આવીને બેસી ગયા.
શ્રાવકને ઘેર કદાચ આ કઈ બનાવ બન્યો હોય તો સ્થાનકમાં આવીને પૌષધ લઈને બેસી જશે? પટેલે આ બે દિવસ ભગવાનનાં ભજનમાં વિતાવ્યો ને રાત પડી એટલે માતાજીના મંદિરમાં ભૂખ્યા તરસ્યો ઉંઘી ગયો. રાત્રે બાર વાગ્યા પછી ચોરે ચેરી કરવા માટે જતાં હતાં, તે માતાજીના મંદિરમાં આવી પગે લાગીને કહે છે તે મહાકાળી મા! અમે ગામમાં ચેરી કરવા માટે જઈએ છીએ. અમને જે ઘણું ધન મળશે તે અમે એક નાળીયેર વધેરીશું. આ રીતે માનતા માનીને ચોરે ચેરી કરવા ગયા. તે દિવસે કુદરતે તેમને ચેરીમાં ઘણું ધન મળ્યું એટલે નાળીયેર વધેરવા મંદિરમાં આવ્યા. માતાજીની મૂર્તિ પાસે સૂતેલા પટેલનું માથું પગે અથડાયું. તેને પથ્થર માનીને ચેરેએ તેને ઉપર નાળીયેર વધેર્યું, અંધારામાં શું ખબર પડે કે આ પથ્થર છે કે કોઈનું માથું છે? એટલે પટેલ ભયના માર્યા બલી ઉઠયાં કે ખાઉં છું....ખાઉં છું...ખાઉં છું. આ સાંભળીને ચોરે ભડક્યા. તેમના મનમાં થયું કે આપણી કંઈ ભૂલ થઈ લાગે છે, તેથી માતાજી આપણા ઉપર કે પાયમાન થયા છે. હમણાં આપણને ખાઈ જશે, જદી ભાગે અહીંથી. એમ કહી રે માલની પોટલી મૂકીને ભાગી ગયા.
પટેલના માથામાં ધડાક દઈને નાળીયેર વધેર્યું હતું એટલે ખૂબ લેહી નીકળ્યું. પટેલ ઊડીને બહાર ગયા પણ પટલાણી દેખાયાં નહિ, અને ચેર ભાગી ગયા હતાં. અજવાળું