________________
શારદા દેશન
૧૧ થયુ એટલે પટેલ ઘેર જવા ઉભા થયા ત્યાં પાટલી જોઈ. અંદર કંમતી માલ હતા. પોટલી લઈ ને પટેલ ઘેર આવ્યા. પટલાણીને કહે છે પટલાણી ! દરવાજો ખાલા, અંદરથી પટલાણીએ કહ્યું–કાંદાનું શાક ખાવુ હાય તા ખાવું. પટેલે કહ્યું અરે ! તુ જો તે ખરી. હુ' તારા માટે શું લઈને આવ્યા છું? કાંદાનું શાક, કાંદાનું શાક શું મંડી પડી છું ? તરત પટલાણીએ ખારણાં ખોલ્યા. પટેલે અંદર જઈ પાટલી છેાડીને બધી મિલ્કત બતાવી દીધી. દાગીના, કપડા, પૈસા બધુ જોઈ ને પટલાણી તે ખુશ ખુશ થઈ ગયા ને પટેલને કહે છે તમે કાલના ભૂખ્યા છે. ગરમ પાણી કરી આપું. તમે સ્નાન કરી લે ને હું તમારે માટે ગરમાગરમ શીરેપૂરી બનાવી દઉં. પટલાણીએ શીરાપૂરી બનાવીને પટેલને પ્રેમથી જમાડયા. પછી પૂછ્યું –સ્વામીનાથ ! આટલું ખધું કયાંથી લાવ્યા ? ત્યારે પટેલે કહ્યું–આ કાંદાની ખાધાનો પ્રતાપ છે. પટલાણી પાસેથી ગયા પછી શું બન્યુ તે બધી વાત વિગતવાર પટલાણીને કરી એટલે પટલાણીએ કહ્યું–આવી ખાધા તેા બહુ સારી. વાહ વાહે નાથ ! શું વાત કરું! હવેથી તમે એમ કરજો,
સાધુજી કે જાયા કરેા ને નિત નિત બાધા લાયા કરી, દેવી મંદિર, સૂયા કરી ને ધનની ગાંસડી લાયા કરી.
તમે રાજ જૈનના સાધુ પાસે જજો ને કંઈક ખાધા લઈ આવો. પછી હું તમારી સાથે ઝઘડીશ, એટલે તમે માતાજીના મંદિરે સૂવા જજો ને આવી ધનની ગાંસડી લઈ આવજો. ( હસાહસ ) મૂખી પટલાણી નથી સમજતો કે આવું રોજે રોજ કયાંથી મળે ? ટૂંકમાં આપણે તે આ દૃષ્ટાંતથી એ સાર ગ્રહણ કરવા છે કે એક દિવસના સત્સ`ગમાં પટેલને કેટલા મહાન લાભ મળ્યે ! જો કે પટેલની કસોટી થઈ પણ મક્કમ રહ્યા તા કામ થઈ ગયું. આવી રીતે કોઈ પણ પ્રતિજ્ઞા કરો તે। દૃઢતાથી પાલન કરો. સામશ્રીને સામા નામની પુત્રી છે. હવે તે કેવી હતી તે વાત અવસરે,
ચરિત્ર :- પાંડવા, સતી દ્રૌપદી વિગેરે વનમાં જવા માટે તૈયાર થયા છે. તેમણે ખુલ્લા પગે ને ખાલી હાથે હસ્તિનાપુરના રાજભવનમાંથી પ્રસ્થાન કર્યું. આ સમયે પુત્ર વાત્સલ્યના સ્નેહમાં ડૂબેલા પાંડુરાજા પણ રડતાં રડતાં પુત્રાની પાછળ ચાલ્યા. ભીષ્મપિતા, ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાય વિગેરે પશુ પાંડવોને વળાવવા જવા માટે ઈન્દ્રપ્રસ્થથી આવ્યા હતા. તે પણ ઉદાસ ચહેરે તેમની પાછળ ચાલ્યા. કુંતામાતા, સત્યવતી, વિગેરે રાણીએ પણ પાછળ ચાલવા લાગી. સતી દ્રૌપી રડતી રડતી કુંતામાતાની પાછળ ચાલે છે. હસ્તિનાપુરના પ્રજાજનો વહેપાર ધંધા, ખાવુ.-પીવુ બધુ છોડીને યુધિષ્ઠિર મહારાજાની પાછળ ગયા. દરેક ખાલવા લાગ્યા કે આપણે આપણા મહારાજાની સાથે જઈશું. આપણે આ પાપી દુર્ગંધનના રાજ્યમાં રહેવુ નથી. આ પ્રમાણે દુર્ગંધનને ફીટકાર આપતાં અને યુધિષ્ઠિરના ગુણ ગાતાં માણસા તેમની પાછળ ચાલ્યા, દરેકના સુખ ગમગીન બની ગયા છે.